હવામાન વિભાગ દ્વારા આગાહી ગુજરાતમાં આ તારીખથી ચોમાસાનું થશે આગમી બે દિવસ ગુજરાતમાં વરસાદ ની આગાહી - Aapni Vato

હવામાન વિભાગ દ્વારા આગાહી ગુજરાતમાં આ તારીખથી ચોમાસાનું થશે આગમી બે દિવસ ગુજરાતમાં વરસાદ ની આગાહી

ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન ક્યારે થાય તેની હવે આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેરળમાં આગામી ૨૭ મેથી ૨ જૂન વચ્ચે જ્યારે ગુજરાતમાં ૧૫થી ૨૦ જૂનની આસપાસ નૈઋત્યના ચોમાસાનું આગમન થઇ શકે છે. ગત વર્ષે ગુજરાતમાં ૨૧ જૂનથી ચોમાસાનો પ્રારંભ થયો હતો. પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વખતે ચોમાસું થોડા દિવસ વહેલું શરૂ થઇ શકે છે. ગત વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન સરેરાશ ૪૪.૭૭ ઈંચ વરસાદ નોંધાયો હતો.ગુજરાતમાં થોડા દિવસ પહેલા જ વાવાઝોડું ત્રાટક્યું હતું જેના કારણે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે હવે આજે ફરીથી વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘નૈઋત્યના ચોમાસાએ દક્ષિણ આંદમાન સમુદ્ર અને તેને સંલગ્ન દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં આગેકૂચ કરવાનું શરૃ કરી દીધું છે. આગામી ૨૭ મે થી ૨ જૂન દરમિયાન નૈઋત્યના ચોમાસાનો કેરળમાં પ્રારંભ થઇ શકે છે.હવામાન ખાતાની આગહીયા અનુસાર આજે સૌરાષ્ટ્ર અને કચ્છામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સાથે જ વાતાવરણમાં ભેજનું વાતાવરણ જોવા મળશે. આગામી બે દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. 27 અને 28 મે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ શક્યતા છે. નોંધનીય છે કે વરસાદના એક દિવસ બાદ ફરીથી બધા જ વિસ્તારોમાં ગરમીનો અનુભવ થશે તેવું અનુમાન છે.

આંદમાનના સમુદ્ર અને તેને સંલગ્ન પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં લો પ્રેશર ૨૨ મેથી સર્જાવવાનું શરૃ કરશે. તે ૨૪ મેથી સાયક્લોનિક સ્ટ્રોમમાં પરિવર્તિત ફેરવાઇ શકે છે. આગામી ૨૬ મે સવાર સુધીમાં તે ઉત્તરપશ્ચિમ દિશાથી ઓડિશા-પશ્ચિમ બંગાળ પાસે પહોંચી શકે છે. સાનુકૂળ વાતાવરણને પગલે નૈઋત્યનું ચોમાસું અગાઉની ધારણા કરતાં વહેલું આગમન કરી શકે છે. ‘સૌરાષ્ટ્રમાં વાવાઝોડાએ તબાહી મચાવી છે, હજારો કરોડનું નુકસાન થયું છે જેમાં વીજ વિભાગને સૌથી વધારે નુકસાન થયું છે. કારણે જળાશયોમાં પાણીનો જથ્થો પણ વધ્યો છે.

આ વખતે ચોમાસું સાધારણ રહેવાની આગાહી : સમગ્ર દેશમાં આ વખતે ચોમાસું સાધારણ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી નોંધપાત્ર વરસાદ પડી રહ્યો છે. ૨૦૧૯માં ૪૬.૯૫ ઈંચ સાથે મોસમનો ૧૪૬.૧૭% જ્યારે ૨૦૨૦માં ૪૪.૭૭ ઈંચ સાથે મોસમનો ૧૩૬.૮૫% વરસાદ નોંધાયો હતો.નવા નીરની આવકના કારણે જે જળાશયો ચોમાસામાં ખાલી હતા ત્યાં પણ પાણીનો સંગ્રહ વધ્યો છે. ભાવનગરના શેત્રુંજી ડેમમાં 57 ટકા પાણી ભરાઈ ગયું છે.

તેવામાં આજે રાજકોટ અને જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલાં વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે. અને પડ્યા પર પાટું પડ્યું હોય તેમ એક બાદ એક ખેડૂતોના માથે આસમાની આફત વરસતી રહે છે. અને ઉનાળુ પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.ગત વર્ષે ગુજરાતમાંથી કચ્છમાં ૪૫.૭૪ ઈંચ સાથે મોસમનો ૨૮૨.૦૮%, ઉત્તર ગુજરાતમાં ૩૨.૫૫ ઈંચ સાથે મોસમનો ૧૧૫.૦૬%, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૩૨ ઈંચ સાથે મોસમનો ૯૯.૨૭%, સૌરાષ્ટ્રમાં ૪૯.૨૧ ઈંચ સાથે મોસમનો ૧૮૪.૬૩%, દક્ષિણ ગુજરાતમાં ૬૮.૧૧ ઈંચ સાથે મોસમનો ૧૧૯.૫૬% વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં તાજેતરમાં ટૌટે વાવાઝોડું આવ્યું હતું. જાણકારોના મતે ટૌટે વાવાઝોડાથી ચોમાસાની ગતિવિધિમાં ફેરફાર થવાની કોઇ સંભાવના નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *