1 જૂનથી બદલાઈ જશે પાંચ મોટા નિયમો, બેન્ક પીપીએફ, એનએસસી, કેવીપી અને સુકન્યા તમારા ખિસ્સા પર કેટલો પડશે ભાર - Aapni Vato

1 જૂનથી બદલાઈ જશે પાંચ મોટા નિયમો, બેન્ક પીપીએફ, એનએસસી, કેવીપી અને સુકન્યા તમારા ખિસ્સા પર કેટલો પડશે ભાર

૧લી જૂન ૨૦૨૧થી સામાન્ય માનવીના જીવન સાથે સંકળાયેલા કેટલા નિયમો અને કાર્યોમાં ફેરફાર થવા જઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ૧લી જૂનથી પીપીએફ, એનએસસી, કેવીપી અને સુકન્યા સમૃદ્ધિ જેવી સ્મોલ સ્કીમ પરના વ્યાજદર પણ આ મહિને બદલાશે. સરકાર તરફથી દર ત્રીજા મહિને નાની બચત યોજના પરના નવા વ્યાજદર અમલી બનાવાય છે.સરકાર ડોમેસ્ટિક ફ્લાઈટ્સના ભાડામાં વધારો કરશે

વિમાની મુસાફરીમાં આ વૃદ્ધિ એક જૂનથી અસરમાં આવી રહી છે. વિમાની ભાડાની ઉંચી મર્યાદાને જો કે પૂર્વવત રાખવામાં આવી છે. સરકારના આ પગલાથી એરલાઈન્સ કંપનીઓની મદદ મળશ. કોવિડ 19ની બીજી લહેરના કારણે હવાઈ પ્રવાસીની સંખ્યામાં ભારે ઘટાડો આવ્યો છે. જેના કારણે આવક ઘટી છે.ઘણીવાર એવું પણ થાય છે કે જૂના વ્યાજદરનું જ પુનરાવર્તન કરવામાં આવે છે. છેલ્લે ૩૧ માર્ચે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧નું ત્રીજું ક્વાટર પૂરું થતાં ઘટાડેલા નવા વ્યાજદર જાહેર કરવામાં આવ્યા હતા. ૨૪ જ કલાકમાં તે નિર્ણય પાછો ખેંચીને ફરી જૂના વ્યાજદર જ અમલી બનાવવામાં આવ્યા હતા. હવે ૩૦ જૂનથી નવા વ્યાજદર અમલી થશે.

ભાડામાં વધારે એક જૂનથી અસરમાં આવી રહ્યો છે.દર મહિને તેલ કંપનીઓ રસોઇ ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર કરે છે. ઘણીવાર મહિનામાં બે વાર ભાવમાં ફેરફાર થાય છે. ઘણીવાર ભાવ યથાવત્ પણ રહે છે. ૧લી જૂને પણ ભાવ બદલાશે. હાલમાં ૧૪.૨ કિલો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ દિલ્હીમાં રૂપિયા ૮૦૯ છે. ૧૯ કિલોના ગેસ સિલિન્ડરના ભાવની પણ ૧લી જૂને સમીક્ષા થઇ શકે છે.

બેન્ક ઓફ બરોડા ચેક પેમેન્ટ પદ્ધતિ બદલશે જાણો આખી વિગત : બેન્ક ઓફ બરોડા ૧લી જૂન૨૦૨૧થી ચેક પેમેન્ટની પદ્ધતિ બદલવાની હતી. છેતરપિંડીનો શિકાર થતાં બચવા બેન્કે ગ્રાહકો માટે પોઝિટિવ પે કન્ફર્મેશન ફરજિયાત કરી દીધું છે. તે ઉપરાંત કેનેરા બેન્કની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી મુજબ ૧લી જુલાઇથી બેન્કનો આઇએફએસસી કોડ બદલાઇ જશે.સિન્ડિકેટ બેન્કના ગ્રાહકોને પણ નવો આઇએફએસસી કોડ ૩૦ જૂન સુધીમાં અપડેટ કરવા સલાહ આપવામાં આવી છે. આ સિવાય ૧થી ૬ જૂન વચ્ચે આવકવેરા વિભાગનું ઇ-ફાઇલિંગ પોર્ટલ બંધ રહેશે. ૭ જૂનના રોજ આવકવેરા વિભાગ કરદાતાઓ માટે આવકવેરા ઇ-ફાઇલિંગ માટે નવું પોર્ટલ લોન્ચ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *