24 કલાકમા આદ્રા નક્ષત્ર શરૂ, આ તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદ હવામાન વિભાગની આગાહી જાણો

રાજ્યમાં હવે ચોમાસું સત્તાવાર રીતે જામી ગયું હોય તેવું લાગી રહ્યું છે.કારણ કે છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે તો અન્ય વિસ્તારોમાં વરસાદી માહોલ ઉભો થઇ ગયો છે.આ સમગ્ર બાબત જોતા એવું લાગી રહ્યું છે કે રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે.સામાન્ય રીતે ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તારોમાં મેઘ મહેર કરી રહ્યો હોય તેવું તો જોવા મળી રહ્યું છે.

જયારે હવામાન વિભાગ વરસાદને લઈને આગાહી કરતા એવું જણાવ્યું છે કે ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યૂલેશન ઉભું થયું છે જેના લીધે આજે અને આવતી કાલે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.આ સાથે થોડું પવનનું પણ જોર જોવા મળી શકે છે.આવી સ્થિતિમાં હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના માછીમારોને આગામી બે દિવસ દરિયો નહીં ખેડવા માટે ચેતવણી આપી છે.સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.

ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 2 કરોડ અને 97 લાખને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 19 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે ગુજરાતમાં હવે મેઘરાજાએ શાનદાર એન્ટ્રી કરી લીધી છે.ત્યારે આજે રાજ્યમાં આજે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.ત્યારે સવાર થી જ મેઘરાજાએ સુરત શહેરમાં એન્ટ્રી કરી લીધી છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો વરસાદ ખાસ કરીને અમદાવાદ,ગાંધીનગર,બનાસકાંઠા,પાટણ, સાબરકાંઠા ભારે પડતો જોવા મળી શકે છે.આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ સામાન્યથી ભારે વરસાદ પડી શકે તેવું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.જયારે આ બે દિવસના વરસાદી માહોલ પછી આગમી પાંચ દિવસ વરસાદ નહીવત જોવા મળી શકે છે.

સુરત શહેર જિલ્લામાં ગત રોજથી વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આજે સવારથી ચાર કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે, જ્યારે સુરત જિલ્લાના ચોર્યાસીમાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબકતાં ઠેર-ઠેર પાણી ભરાવાનાં દૃશ્યો સામે આવ્યાં છે.

એવું પણ કહેવામાં આવે છે કે હાલમાં ગુજરાતમાં 29 ટકા જેટલો વરસાદ વરસી પણ ગયો છે.જે ઘણો સારો માનવામાં આવે છે.જયારે ગત દિવસે પડેલા અવર્સદની વાત કરવામાં આવે તો તેમાં ખેડા અને કાલાવાડમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો,જયારે માંડલમાં 2.5 ઈંચ વરસાદ તો રાજકોટમાં પણ પોણા બે ઈંચ વરસાદ પડી ગયો છે.આ તોફાનની અસર સૌથી વધુ કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જોવા મળી છે.

મુંબઈ અને ગોવાના ઘણા મકાનોને નુકસાન થયું છે.આ ઉપરાંત દરિયામાં બે મોટી બોટોમાં ફસાયેલા 410 લોકોને બચાવવા બચાવ કામગીરી ચાલુ છે.જોરદાર પવનને કારણે એક ઝાડ ઉથલાવી દીધું અને દીવ નજીકના રસ્તા પર પડ્યું, જેના કારણે હાઈવે અવરોધિત થયો હતો.આને કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલીઓ થવા લાગી,જ્યારે કોવિડ મેડિકલ સામાન લઈ જતા વાહનોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

તમને જણાવી દઈએ કે ગત દિવસોમાં 22 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પણ નોંધાયો હતો. જેમાં મહુવામાં બે કલાકમાં 1.65 ઈંચ સાથે કુલ 2.48 ઈંચ વરસાદ ખાબક્યો હતો.જયારે આજે પણ ઘણા વિસ્તારોમાં ભારે અવર્સાદ પડતો જોવા મળી શકે છે.જેમાં અમદાવાદમાં ખાસ કરીને ભારે વરસાદનું જોર જોવા મળી શકે છે.આ ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો તેમાં ભાવનગર,અમરેલી,દ્વારકા,પોરબંદરમાં સામાન્ય અવર્સાદ પડતો જોવા મળશે.રાજ્યમાં સારો વરસાદ થવાની સાથે જ ખેડૂતોએ ખરીફ પાકની વાવણીનો પ્રારંભ પણ કરી નાખ્યો છે.જયારે ચાલુ વર્ષે ખેડૂતોએ ખરીફ પાકમાં કપાસ અને મગફળીનું વાવેતર વધારે કર્યું હોવાનું સામે આવી રહ્યું છે.રાજ્યમાં અત્યાર સુધી 99 હજાર 382 હેક્ટરમાં ખેડૂતોએ સૌથી વધુ કપાસનું વાવેતર કર્યું છે.

ખાસ કરીને દરિયાઈ વિસ્તારના માછીમારોને આગમી બે દિવસ માટે સાવચેતી રાખવી આગાહી કરવામાં આવી છે.જયારે આ વિસ્તારોમાં આશરે 60 કિમી સુધીનો પવન પણ ફૂંકાતો જોવા મળી શકે છે.હાલમાં તો માંડવી,દીવ,ઓખા અને જખઉના દરિયામાં ભારે પવનને કારણે 3 થી 4 મીટર ઊંચાં મોજાં ઊછળી શકે છે.હવામાન વિભાગ મુજબ રાજ્યમાં બે દિવસ ભારે અવર્સદનું જોર રહી શકે છે.હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.

વરસાદનું આગમન થતાં જ લોકો તથા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં હજુ વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગની આગાહી મુજબ, સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે. વાતાવરણ જોતાં દિવસભર આ જ પ્રકારે વરસાદી માહોલ રહેવાની શક્યતા દેખાઈ રહી છે.

આગામી 5 દિવસ બનાસકાંઠા માં વરસાદ ની આગાહી : બનાસકાંઠા જિલ્લામાં આગામી ૫ દિવસમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે તંત્ર ભારે વરસાદની આગાહીને લઈને સજ્જ બન્યું છે. જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સાવર્ત્રિક વરસાદ થયો છે. જિલ્લામાં ૩૪૭ મી.મી.વરસાદ નોંધાયો છે.બનાસકાંઠા જિલ્લામાં આગામી ૫ દિવસમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે બનાસકાંઠા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓમાં કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રની રિસ્પોન્સ ફોર્સને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જ્યારે આપદા મિત્રોની ટીમ પણ સારું કામ કરી રહી હોવાનું આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રના સુપરવાઈઝર સંજય ચૌહાણે જણાવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સાવર્ત્રિક વરસાદ થયો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ દાંતામાં ૧૪૪ મી.મી. અને સૌથી ઓછો થરાદમાં ૦૨ મી.મી. વરસાદ થયો છે. જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૪૭ મિમી વરસાદ થયો છે. જ્યારે જિલ્લામાં સિઝનનો કુલ વરસાદ ૮૫૯ મિમી થયો હોવાનું ફ્લડ કંટ્રોલ રૂમના સૂત્રોએ જણાવ્યું હતું. જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં સામાન્ય વરસાદે પણ તંત્રની પોલ ખોલી દીધી હતી.સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે, જેમાં વિશેષ કરીને સુરતના ચોર્યાસી તાલુકામાં 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. મુશળધાર વરસાદ આવતાંની સાથે જ જનજીવન પર એની અસર સ્પષ્ટ દેખાઇ હતી. ઓલપાડ તાલુકામાં પણ બે ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. સુરત શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

સવારથી સૌથી વધારે વરસાદ ચોર્યાસી તાલુકામાં નોંધાયો છે. માત્ર ચાર કલાકમાં જ ચાર ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો, જેને કારણે રસ્તાઓ ઉપર પણ પાણી ફર્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. સુરત શહેરમાં પણ પાલનપુર વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયાં હતાં, જ્યારે વરાછાના પુણા, વેસુના વીઆઈપી રોડ, અડાજણ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં.શહેરમાં ઠેરઠેર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. જ્યારે શહેરના આબુ હાઇવે પર સાંઇબાબાના મંદિર પાસે વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યારે શહેરના રાજમાર્ગો પર વરસાદને પગલે કાદવ-કીચ્ચડ ફેલાતા ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા.

સુરત શહેરમાં સવારથી જ અવિરત આવતા વરસાદને કારણે કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાયા હોવાની ફરિયાદો ઉઠી હતી. પાલનપુર વિસ્તારની ગંગા-જમના સોસાયટી, અવધપુરી સોસાયટી સહિતની અન્ય સોસાયટીમાં પાણી ભરાતા સુરતના મેયર હેમાલી બોઘાવાલા પોતે અધિકારીઓ સાથે પહોંચ્યા હતા.આજે વહેલી સવારથી પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે.

વલસાડ જિલ્લામાં છેલ્લા 12 કલાકના વરસાદી આંકડા પર નજર કરીએ તો, ઉમરગામમાં 2.71 ઈંચ, ધરમપુરમાં 13 mm, પારડીમાં 1.92 ઇંચ, વલસાડમાં 1.81 ઇંચ, વાપીમાં 22 mm વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સારા વરસાદથી ધરતી પુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. રાજકોટ, અમરેલી, ભાવનગર અને જુનાગઢ તથા ગીરસોમનાથ જિલ્લામાં ભરપુર વરસાદ પડ્યો હતો. રાજકોટ જિલ્લાનાં પડધરી, જસદણ, કોટડાસાંગાણી અને આટકોટ પંથકમાં ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *