હવામાન વિજ્ઞાન આગાહી યાસ’ વાવાઝોડું ગંભીર ચક્રાવાતમાં ફેરવાય તેવી આશંકા, બે દિવસ ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાશે શું ગુજરાત માં અસર થાય એ - Aapni Vato

હવામાન વિજ્ઞાન આગાહી યાસ’ વાવાઝોડું ગંભીર ચક્રાવાતમાં ફેરવાય તેવી આશંકા, બે દિવસ ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાશે શું ગુજરાત માં અસર થાય એ

બંગાળનાં અખાતમાં આકાર લઈ રહેલું વાવાઝોડું યાસ આગામી ૧૨ કલાકમાં વધુ વિકરાળ બનીને ૨૪ કલાકમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાશે અને વિનાશ વેરશે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ વાવાઝોડામાં ફેરવાયું છે જે ૧૨ કલાકમાં ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે અને ૨૪મી મે સુધીમાં વધુ વિકરાળ બનીને ૨૬મીએ ઉત્તર ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના કાંઠા પર ટકરાશે તેવી શક્યતા છે. આને કારણે ૨૫મી મેના રોજ ઓડિશા અને બંગાળ ખાતે તેમજ ૨૬મી મેના રોજ ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. ચક્રાવાતી તોફાન તૌક્તે બાદ હવે દેશના પૂર્વ તટીય વિસ્તારોમાં ચક્રાવાત ‘યાસ’નો ખતરો જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીમાં બની રહેલા ચક્રાવાતી તોફાન ‘યાસ’ ઓરિસ્સા અને પ. બંગાળના તટીય વિસ્તારોમાં તબાહી મચાવી શકે છે. હવામાન વિભાગના અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેશર વિસ્તાર બની રહ્યો છે. આ અઠવાડિયાની શરૂઆતમાં દેશના પશ્ચિમી તટ પર આવેલા ભીષણ ચક્રાવાત તૌક્તે બાદ ભારતીય નૌસેનાએ મોટા પાયે રાહત અને બચાવ અભિયાન ચલાવ્યું હતું. ચક્રાવાતના કારણે મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, કર્ણાટક અને ગોવામાં ભારે નુકસાન થયું છે. હવામાન વિભાગે શનિવારે કહ્યું કે ‘યાસ’ પણ ગંભીર ચક્રાવાતમાં ફેરવાઈ શકે છે અને 26મેના રોજ ઓરિસ્સા અને પ. બંગાળના તટને પાર કરવાની આશંકા છે.

પ.. બંગાળ, ઉત્તરી ઓરિસ્સા અને બાંગ્લાદેશના તટ પર ખતરો: ક્ષેત્રીય હવામાન વિજ્ઞાન કેન્દ્રના નિર્દેશકે કહ્યું કે 26મેની સાંજે આ ચક્રાવાત પ. બંગાળ, ઓરિસ્સા અને પડોશી દેશ સાથે અથડાય તેવી સંભાવના છે. તેઓએ કહ્યું કે પ.બંગાળ, ઉત્તરી ઓરિસ્સા અને બાંગ્લાદેશના તટ પર 26મેની સવારથી હવાની ગતિ 90-110 કિમી/કલાકની રહેશે. સાંજ સુધી તેમાં વધારો થઈ શકે છે. આ સાથે આ વિસ્તારોમાં ૩-૪ દિવસ કલાકના ૧૫૫થી ૧૬૫ કિ.મી.ની ઝડપે તોફાની પવન ફુંકાવાની શક્યતા છે. આંદામાન નિકોબાર તેમજ બંગાળના અખાતમાં નહીં જવા માછીમારોને સૂચના અપાઈ છે. ૨૪મી અને ૨૫મીએ ઉત્તરપ્રદેશમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. ઓડિશાના ૩૦માંથી ૧૪ જિલ્લામાં એલર્ટ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ છે.

વાવાઝોડું લો પ્રેશર એરિયા બનવાના કારણે ખતરો વધ્યો: વાવાઝોડું યાસનો સામનો કરવા પશ્ચિમ બંગાળનાં સીએમ મમતા બેનરજી તેમજ ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયક દ્વારા ઉચ્ચ કક્ષાની મિટિંગ યોજવામાં આવી હતી. અધિકારીઓને લોકોને સલામત સ્થળે લઈ જવા તેમજ ઓછામાં ઓછું નુકસાન થાય તેવાં પગલાં લેવા સૂચના આપી હતી.શનિવારે પૂર્વ મધ્ય બંગાળની ખાડી અને તેની પાસે આવેલા ઉત્તરી અંડમાન સાગરની ઉપર એક નિમ્ન દબાણનું ક્ષેત્ર બન્યું. એક ઓછા દબાણનું ક્ષેત્ર ચક્રાવાતનું પહેલું ચરણ હોય છે. આ જરૂરી નથી કે દરેક નિમ્ન દબાણના ક્ષેત્ર ચક્રાવાતી તોફાનમાં ફેરવાય.વાવાઝોડું યાસનો સામનો કરવા માટે પીએમ મોદીએ રાજ્યો કેટલા તૈયાર છે તેની સમીક્ષા કરવા ઉચ્ચ કક્ષાની બેઠક યોજી હતી. તેમણે વધુ જોખમ ધરાવતા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવા ભાર મૂક્યો હતો. પીએેમઓએ જણાવ્યું હતું કે, મોદીએ અધિકારીઓને અસરગ્રસ્ત રાજ્યો સાથે સંકલન અને સહયોગ સાધીને કામ કરવા સૂચના આપી હતી. વીજળીનો પુરવઠો જાળવી રાખવા અને ફોન નેટવર્ક ખોરવાઈ નહીં તે માટે તમામ પગલાં લેવા તેમજ તેને તત્કાળ રિપેર કરવા અનુરોધ કર્યો હતો. વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં કોરોનાની હોસ્પિટલોમાં દર્દીઓની સારવારમાં અડચણો ઊભી ન થાય તેવી વ્યવસ્થા કરવા તેમજ વેક્સિનેશન કાર્યક્રમ અવરોધ વિના ચાલુ રાખવા સૂચના આપી હતી.

 વાવાઝોડું આવતીકાલ સુધીમાં ચક્રાવાતમાં ફેરવાઈ શકે છે: આઈએમડીએ કહ્યું કે એક ઓછા દબાણનું ક્ષેત્ર આજે બંગાળની ખાડીના પૂર્વ મધ્ય ક્ષેત્ર પર વિક્ષોભમાં કેન્દ્રિત થવાની આશંકા છે. તેના ઉત્તર પશ્ચિમની તરફ વધવાની શક્યતા છે જે 24 મે સુધી ચક્રાવાત તોફાનમાં ફેરવાઈ શકે છે અને 24 કલાકમાં ગંભીર ચક્રાવાતી તોફાનનું રૂપ લઈ શકે છે. બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ વાવાઝોડામાં ફેરવાયું છે જે ૧૨ કલાકમાં ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે અને ૨૪મી મે સુધીમાં વધુ વિકરાળ બનીને ૨૬મીએ ઉત્તર ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના કાંઠા પર ટકરાશે તેવી શક્યતા છે. આને કારણે ૨૫મી મેના રોજ ઓડિશા અને બંગાળ ખાતે તેમજ ૨૬મી મેના રોજ ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે.

વાવાઝોડું માછીમારોને આપવામાં આવી છે ચેતવણી: માછીમારોને માટે ચેતવણી જાહેર કરાઈ છે. તેમાં બંગાળની ખાડીના દક્ષિણ પૂર્વી અને પૂર્વી મધ્ય, અંડમાન સાગર અને અંડમાન નિકોબાર દ્વીપ સમૂહની તરફથી 22-24 મેની વચ્ચે ન જવાની સલાહ આપવામાં આવી છે. આ સિવાય 23-25 મે સુધી બંગાળની ખાડીની મધ્યમાં અને 24-26મેની વચ્ચે પ.બંગાળ સહિત ઓરિસ્સા અને બાંગ્લાદેશના તટીય વિસ્તારોમાં જવાની મનાઈ કરાઈ છે. સાથે માછીમારે જે સમુદ્રમાં વચ્ચે છે તેમને કિનારે પરત ફરવાની સૂચના આપી દેવામાં આવી છે. પીએમઓએ જણાવ્યું હતું કે સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં NDRFની ૪૬ ટીમને અગાઉથી તહેનાત કરવામાં આવી છે. ભારતીય તટરક્ષક દળ, નૌકાદળ દ્વારા રાહત અને બચાવ કામગીરી માટે નેવીનાં જહાજો અને હેલિકોપ્ટરો તૈયાર કરાયાં છે. ઓડિશામાં NDRFની ૧૮ ટીમ ગોઠવવામાં આવી હતી. આ ઉપરાંત ચાર ટીમ રીઝર્વ રખાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *