સુરતમાં જે કામ ભાજપ વર્ષો સુધી નહોતું કરી શક્યું તે AAPના નેતાઓએ કરી દેખાડ્યું ઝાડુ લઈને ખાડી સાફ કરવા ઉતર્યા,જુઓ તમારું શું કેવું કોમેંટ ને શેર કરો - Aapni Vato

સુરતમાં જે કામ ભાજપ વર્ષો સુધી નહોતું કરી શક્યું તે AAPના નેતાઓએ કરી દેખાડ્યું ઝાડુ લઈને ખાડી સાફ કરવા ઉતર્યા,જુઓ તમારું શું કેવું કોમેંટ ને શેર કરો

સુરતમાં આપ કાર્યકરોનો અનોખ વિરોધ જોવા મળ્યો હતો. સુરતના પૂર્ણા વિસ્તારમાં આવેલી ખાડીમાં આપના પ્રદેશ અધ્યક્ષ, નગરસેવકો અને કાર્યકરોએ જાતે ખાડીમાં ઉતરી સફાઈનો આરંભ કર્યો હતો. સુરત કોર્પોરેશનને વારંવાર રજૂઆત કરી હોવા છતા કોઈ નક્કર કામગીરી ન કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો હતો.પુણા વિસ્તારમાં આવેલી ખાડી કોર્પોરેશન દ્વારા વારંવાર રજૂઆત છતાં સફાઈ ન થતા આપના પ્રદેશ અધ્યક્ષ, નગરસેવકો અને કાર્યકર્તાઓએ જાતે સફાઈની શરૂઆત કરવા ખાડીમાં ઉતર્યાં હતાં.ચોમાસા દરમિયાન ખાડી પૂરની દહેશત જોવા મળતી હોય છે. ખાડી પૂરના કારણે આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાઇ જવાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં પણ સામે આવ્યા છે. ગત વર્ષે પણ સ્થિતિ ખૂબ જ વિકટ બની હતી. તેના કારણે પુણા, લિંબાયત,પરવત ગામ, પરવત પાટિયા સહિતના વિસ્તારની અંદર ખાડી પૂરના પાણી પ્રવેશી ગયા હતાં. જેથી લોકોને ભારે હાલાકી થઈ હતી. પ્રિમોન્સુન કામગીરી દરમિયાન ખાડી વિસ્તારની આજુબાજુ પણ કામગીરી કરવાની હોય છે, પરંતુ આ વર્ષે તે કામગીરી પણ પૂર્ણ થઈ નથી.

AAP કાર્યકરોએ ખાડીમાં ઉતરી કરી સાફસફાઈ: આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા ઘણા સમયથી પુણા વિસ્તારમાં આવેલી ખાડીને સાફ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. સંકલન બેઠકમાં પણ વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઇ કામગીરી થઇ નથીમહત્વનું છે કે સુરતમાં પ્રિમોન્સુન કામગીરી દરમિયાન ખાડી વિસ્તારની આજુબાજુ પણ કામગીરી કરવાની હોય છે, ચોમાસા દરમિયાન ખાડી પૂરની દહેશત જોવા મળતી હોય છે. ખાડી પૂરના કારણે આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાઇ જવાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં સામે આવ્યા છે. ગત વર્ષે ચોમાસા દરમિયાન પણ સ્થિતિ ખૂબ જ વિકટ બની હતી. તેના કારણે પુણા, લિંબાયત,પરવત ગામ, પરવત પાટિયા સહિતના વિસ્તારની અંદર ખાડી પૂરના પાણી પ્રવેશી ગયા હતાં. જેથી લોકોને ભારે હાલાકી થઈ હતી. પરંતુ આ વર્ષે પણ સુરત મનપા એ પ્રિ-મોન્સુનની કામગીરીને લઈ ચોક્કસ પગલાં ન ભરતા આપ પાર્ટીએ વિરોધ નોંધાવ્યો હતો.

પાલિકાની કામગીરી સામે AAPએ રોષ વ્યક્ત કર્યો: આખરે આમ આદમી પાર્ટીએ કમિશનર અને મેયરને રજૂઆત કરી હતી કે, જો તમે આ પ્રકારે સફાઇની કામગીરી નહીં કરો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા સહિત આપના કોઆપ પક્ષે વારંવાર ખાડીની સફાઈ કરવાની રજૂઆત કરવા છતા કામગીરી ન થયાનો આક્ષેપ કરી જાતે જ ખાડીમાં ઉતરીને સાફસફાઈ કરવા લાગી ગઈ હતી. તેમને જણાવ્યું હતું કે કમિશનર અને મેયરને રજૂઆત કરી હતી કે, જો તમે આ પ્રકારે સફાઇની કામગીરી નહીં કરો અમે આંદોલન કરીશું. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા સહિત આપના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ સવારથી જ ખાડી સાફ કરવાની શરૂઆત કરી પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો.

ખાડીમાં ઝાડી ઝાંખરા થઈ જતા ગંદકીનું પ્રમાણ વધ્યું છે.

ખાડીમાં ગંદકીને કારણે મચ્છરનો ઉપદ્રવ: ખાડીમાં દૂષિત પાણી હોવાથી આરોગ્યલક્ષી અનેક પ્રશ્નો ચોમાસા દરમિયાન ઊભા થતાં હોય છે. તેમજ સામાન્ય દિવસોમાં પણ આ વિસ્તારની અંદર મુશ્કેલી ઊભી થાય છે .ખાડીમાં ગંદકીને કારણે મચ્છરનો ઉપદ્રવ વધે છે.જેના લીધે આસપાસની સોસાયટીઓના રહીશોને મેલેરિયા,ડેન્ગ્યુ જેવા રોગોનો સામનો કરવો પડે છે. તેમજ અમુક જગ્યાએ એટલી હદે ગંદકી ભેગી થઈ ગઈ છે કે, જેના લીધે ચોમાસામાં ખાડીમાં પાણીનો અટકાવ થવાના લીધે પાણી બહાર આવીને સોસાયટીઓમાં પણ પ્રવેશી જાય છે.મહત્વનું છે કે ખાડીમાં દૂષિત પાણી હોવાથી આરોગ્યલક્ષી અનેક પ્રશ્નો ઊભા થતાં હોય છે. તેમજ ચોમાસા સિવાય પણ સામાન્ય દિવસોમાં આ વિસ્તારની હાલત એકદમ બત્તર થઈ જાય છે ખાડીમાં ગંદકીને કારણે મચ્છરનો ઉપદ્રવ વધે છે. જેના લીધે આસપાસની સોસાયટીઓના રહીશોને મેલેરિયા,ડેન્ગ્યુ જેવા રોગોનો સામનો કરવો પડે છે. કેટલીક જગ્યાએ એટલી હદે ગંદકી થઈ છે કે, જેના લીધે ચોમાસામાં ખાડીમાં બહાર આવવાની શક્યતાઓ વધી જાય છે.

આપના નગરસેવક પાયલ પટેલ જણાવ્યુ કે, મારા વિસ્તાર વોર્ડ નંબર 16 પુણા પશ્ચિમ વિસ્તારમાંથી પસાર થતી ખાડીમાં ખુબ જ ગંદકી જમા થઈ ગઈ છે.ઝાડી ઝાંખરાઓ પણ વધી ગયા છે અને ખાડી કિનારાની સોસાયટીઓ એ વારંવાર રજૂઆતો કરી છતાં SMC દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ના આવી ત્યાર બાદ સંકલન મિટિંગમાં પણ અમે લોકો એ રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી.SMC કમિશ્નર ,મેયર ,ડે.મેયર તેમજ ઝોન ઓફીસમાં લેખિતમાં રજૂઆત કરી છતાં ખાડીની સાફ સફાઈ બાબતે કોઈ કામગીરી હાથ ધરવામાં ન આવતા અમે આજે ખાડી સફાઈની કામગીરી શરૂ કરી હતી.આપના નગરસેવકના જણાવ્યા મુજબ SMC કમિશ્નર ,મેયર ,ડે.મેયર તેમજ ઝોન ઓફીસમાં લેખિતમાં રજૂઆત કરી છતાં ખાડીની સાફ સફાઈ બાબતે કોઈ કામગીરી હાથ ધરવામાં ન આવતા અમે આજે ખાડી સફાઈની કામગીરી શરૂ કરી હતી.

સફાઈ અભિયાનમાં આપના નગરસેવકોથી લઈને કાર્યકરો પણ જોડાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *