ગુજરાતની કોલેજો માટે એકેડમિક કેલેન્ડર જાહેર: જાણો ક્યારે શરૂ થશે સેમેસ્ટર માસ પ્રમોશન બાદ સરકાર મૂંઝવણમાં - Aapni Vato

ગુજરાતની કોલેજો માટે એકેડમિક કેલેન્ડર જાહેર: જાણો ક્યારે શરૂ થશે સેમેસ્ટર માસ પ્રમોશન બાદ સરકાર મૂંઝવણમાં

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ-કોલેજો માટે કોમન એકેડમિક કેલેન્ડર જાહેર કરવામા આવ્યું છે જે મુજબ ૭મી જુનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે અને કોલેજો ઓનલાઈન ધોરણે જ શરૂ કરાશે તો દિવાળી વેકેશન 1લી નવેમ્બરથી 13 નવેમ્બર સુધીનું રહેશે.એકેડમિક કેલેન્ડરમાં સેમેસ્ટર પરીક્ષાઓ ક્યારે લેવી તેની કોઈ સૂચના જ અપાઈ નથી જેને લઈને વિદ્યાર્થીઓમાં મુંઝવણ ઉભી થઈ છે.કોરોના કાળને ધ્યાનમાં રાખતા ફરી એકવખત શૈક્ષણિક સત્ર શરૂ થશે. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી યુનિવર્સિટીઓ માટે મેડિકલ અને ફાર્મસી સિવાયના અભ્યાસક્રમો માટે કોમન એકેડેમિક કેલેન્ડર નક્કી કરાયું. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ-કોલેજો માટે કોમન એકેડમિક કેલેન્ડર જાહેર કરવામા આવ્યું છે જે મુજબ 7મી જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે અને કોલેજો ઓનલાઈન ધોરણે જ શરૂ કરાશે તો દિવાળી વેકેશન 1લી નવેમ્બરથી 13 નવેમ્બર સુધીનું રહેશે. એકેડમિક કેલેન્ડરમાં સેમેસ્ટર પરીક્ષાઓ ક્યારે લેવી તેની કોઈ સૂચના જ અપાઈ નથી જેને લઈને વિદ્યાર્થીઓમાં મુંઝવણ ઉભી થઈ છે.

આગામી 7મી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે : મહત્વનું છે કે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી વેકેશન ઘટાડી દેવાયુ છે. યુનિવર્સિટીના વિભાગો તેમજ કોલેજો દ્વારા આંતરિક મૂલ્યાંકન માટે વિકલી ટેસ્ટ , પ્રોજેક્ટ વર્ગ પ્રથમ સત્રના અંત પહેલા પુરુ કરવા સૂચના અને નિર્દેશો અપાયા છે. યુજી સેમ.4 અને 6 તેમજ પીજી સેમ.4 માટે દ્વિતીય સત્ર 1 ડિસેમ્બર સુધીમાં શરૂ કરવા નિર્દેશ અને સૂચના આપવામાં આવી છે. યુનિવર્સિટીના વિભાગો અને કોલેજોએ સેકન્ડર સેમેસ્ટરમાં આંતરિક મૂલ્યાંકન માટે વિકલી ટેસ્ટ-પ્રોજેક્ટ વર્ક ફેબ્યુઆરી-માર્ચ 2022 સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે એવું એકેડમિક કેલેન્ડરમાં જાહેર કરવામાં આવ્યું છે.સરકાર દ્વારા પ્રથમવાર એકેડમિક કેલેન્ડરમાં સેમેસ્ટર પરીક્ષાઓ ક્યારે લેવી તેની કોઈ સૂચના જ નથી અપાઈ જેને લઈને વિદ્યાર્થીઓમાં મુંઝવણ ઉભી થઈ છે. તેમજ યુનિવર્સિટીઓ માટે કોમન એકેડમિક કેલેન્ડર મુજબ યુ.જી સેમેસ્ટર 3 અને 5 તથા તેમજ પીજી સેમ.૩માં 7મી જુનથી પ્રથમ સત્ર શરૂ થશે થનાર છે પરતું પ્રથમ વર્ષના એટલે કે વર્ષે પ્રવેશ લેનારા નવા વિદ્યાર્થીઓ માટે સેમે.1નું પ્રથમ સત્ર-શિક્ષણ કાર્ય ક્યારે શરૂ કરવુ તે અંગે હાલ કોઈ તારીખ જાહેર કરાઈ નથી નવી તારીખો પાછળથી જાહેર કરાશે તેવું પણ મનાઈ રહ્યું છે

માસ પ્રમોશન બાદ સંચાલકો મૂંઝવણમાં: મહત્વનું છે કે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી વેકેશન ઘટાડી દેવાયુ છે. યુનિવર્સિટીના વિભાગો તેમજ કોલેજો દ્વારા આંતરિક મૂલ્યાંકન માટે વિકલી ટેસ્ટ , પ્રોજેક્ટ વર્ગ પ્રથમ સત્રના અંત પહેલા પુરુ કરવા સૂચના અને નિર્દેશો અપાયા છે. યુજી સેમ.4 અને 6 તેમજ પીજી સેમ.4 માટે દ્રિતિય સત્ર 1લી ડિસેમ્બર સુધીમાં શરૂ કરવા નિર્દેશ અને સુચના આપવામા આવી છે. આગામી 7મી જૂનથી નવા શૈક્ષણિક સત્રની શરુઆત થવાની છે. માસ પ્રમોશનવાળા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી નથી તો તેમને માર્કશીટ અપાશે કે પછી માત્ર પ્રમાણપત્ર જ આપવામાં આવશે? આ સિવાય સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં પણ SSCની જે-તે વર્ષમાં અને જે બેઠક નંબરથી પરીક્ષા આપી હોય એની નોંધ લખાય છે. આ વખતે નોંધમાં માસ પ્રમોશન લખાશે કે કેમ? ધોરણ 10ની માર્કશીટ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટના આધારે ધોરણ 11માં પ્રવેશ આપવામાં આવે છે. આ વખતે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માર્કશીટ અપાશે કે માત્ર પ્રમાણપત્ર? LCમાં શું લખાશે અને ધોરણ 11માં પ્રવેશ કેવી રીતે આપવો, એને લઈ સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા હાલ મોકૂફ, 15 અને 21 જૂનથી લેવાનારી પરીક્ષા મોકૂફ : યુનિવર્સિટીના વિભાગો અને કોલેજોએ સેકન્ડર સેમેસ્ટરમાં આંતરિક મૂલ્યાંકન માટે વિકલી ટેસ્ટ-પ્રોજેક્ટ વર્ક ફેબ્યુઆરી-માર્ચ 2022 સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે એવું એકેડમિક કેલેન્ડરમાં જાહેર કરવામાં આવ્યું છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવી છે. 15 અને 21 જૂનથી લેવાનારી પરીક્ષા મોકૂફ રખાઇ છે. શિક્ષણ વિભાગના પરીપત્ર બાદ યુનિવર્સિટીની પરીક્ષા હાલ મૂલતવી રખાશે. ઓનલાઇન પરીક્ષા કઇ રીતે લેવી તે અંગે યુનિવર્સિટી સિન્ડીકેટ મેમ્બરો અને વિવિધ વિભાગના ડીન સાથે બેઠક કર્યા બાદ નિર્ણય લેવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *