આમ આદમી પાર્ટી અને ભાજપના MLA પર આરોપ પાયલ પટેલ કીધું આટલા કરોડ ની કરી હતી ઓફર,જાણો

આમ આદમી પાર્ટી સુરત મહાનગર પાલિકામાં 27 સીટો સાથે વિપક્ષમાં બેઠી છે. ત્યારે સતત ભાજપ દ્વારા આમ આદમી પાર્ટી ના નગરસેવકો પર દ્વારા શામ દામ દંડ અને ભેદ ની નીતિ અપનાવવા માં આવી રહી છે. ત્યારે સુરત મહાનગર પાલિકાનાની ચુંટણીમાં વોર્ડ નંબર 3 માંથી સૌથી વધારે લીડ સાથે ચૂંટાઈને આવેલા કોર્પોરેટર ઋતા દુધાગરા સાથે આવી જ એક ઘટના બની છે.સુરતમાં આમ આદમી પાર્ટી  નો ભાજપ ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે. જે ભાજપના નેતાઓ કોર્પોરેટરો ને તોડવા માટે પ્રયાસ કરી રહ્યા છે. કોર્પોરેટર ઋતા દુધાગરાને ઓફર સાથે દબાણ કરવામાં આવ્યું છે. જેમને 3 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી છે. જે ઋતા દુધાગરાને કામરેજના ધારાસભ્ય દ્વારા ઓફર કરવામાં આવી છે. જેમને અલગ અલગ માણસો મોકલી ઓફર કરી છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ઋતા દુધાગરા સૌથી વધુ લીડથી જીત્યા છે. જો કે તેમના પતિ ભાજપમાં જોડાયેલા છે અને તેની પત્ની જે AAP માં છે તેમને ભાજપમાં જોડાવા માટે દબાણ કરતા હતા. જો કે પતિએ તેને BJP માં જોડાવા દબાણ કરતા તેમને ડિવોર્સ આપી દેવામાં આવ્યા છે.જે ભાજપમાં ના જોડાઈને ડિવોર્સ લીધા છે. જે ડિવોર્સ બાદ પણ મહિલા કોર્પોરેટરને બદનામ કરવામાં આવી રહી છે. જો કે ઋતા દુધાગરાના પતિ ચિરાગે ભાજપ પાસે 25 લાખ લીધા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. જે ચિરાગ ભાજપના ખોળે બેસીને તેને બદનામ કરી રહ્યો છે.

ઋતા દુધાગરા દ્વારા આજે પ્રેસ કોન્ફરેન્સ યોજવામાં આવી હતી અને તેમણે આ પ્રેસ કોન્ફરેન્સ દરમિયાન ભાજપ ઉપર ઘણા આક્ષેપો કર્યા છે અને કહ્યું છે કે, ચુંટણી પૂર્ણ થયાના અને વિજય બનીને આવ્યા ત્યારબાદ કામરેજના ધારાસભ્ય દ્વારા તેમને ભાજપમાં જોડાવવા માટે રૂપિયા 3 કરોડની ઓફર કરવામાં આવી હતી. જોકે, તેમણે આ ઓફર નકારી દેતાં ભાજપના કહેવાતા એજન્ટ દ્વારા તેમના પતિને લાલચ આપીને ભાજપમાં જોડાવવા દબાણ કરાઈ રહ્યું હતું. અને આમ આદમી પાર્ટીને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે કામરેજના ધારાસભ્ય હાલ વીડી ઝાલાવાડિયા છે.સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 2 કરોડ અને 96 લાખ અને 33 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 19 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે હવે ગુજરાત ના રાજકારણ માં ખળભળાટ મચ્યો છે.ત્યારે સુરતમાં હવે રાજકારણ ગરમાયું છે.સુરત વોર્ડ નંબર-3ના આમ આદમી પાર્ટીનાં મહિલા કોર્પોરેટર ઋતા દુધાગરા દ્વારા આજે ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ સણસણતો આક્ષેપ કરવામાં આવ્યાં છે.

જેને લઈને આજરોજ આમ આદમી પાર્ટીના યુવા કોર્પોરેટર પાયલ સાકરિયા દ્વારા ફેસબુકમાં પોસ્ટ કરવામાં આવી છે. જેમાં તેમને જણાવતા કહ્યું કે, આપ ના નગરસેવકો ને બદનામ કરવા માનસિક રીતે તોડવા માટે ભાજપ પ્રયાસો કરી રહ્યું છે. આમ આદમી પાર્ટી એ સામાન્ય જનતા ના પ્રેમ થી ઉભી થયેલી પાર્ટી છે એ એક પાર્ટી જ નહિ પણ સામાન્ય લોકો ની તાનશાહો સામે નું એક આંદોલન છે. આમ આદમી પાર્ટી ના નગરસેવકો ઉપર જનતા એ જે વિશ્વાસ મૂકી ને પ્રેમ આપ્યો છે તેના પર આપ ના નગરસેવકો ખરા ઉતરશે.ભાજપ આમ આદમી પાર્ટી ને મળી રહેલા જનતાના સમર્થનથી બોખલાય ગયું છે એટલે આમ આદમી પાર્ટી ના નગરસેવકો ને બદનામ કરવા, ખરીદવા, તોડવા માટે મહેનત કરી રહ્યું છે. નગરસેવક રુતા દુધાગરા એકલી નથી તેના સાથે આખો આમ આદમી પરિવાર અને સામાન્ય જનતા છે.

મહિલા કોર્પોરેટર દ્વારા જણાવાયું હતું કે કામરેજના ધારાસભ્ય દ્વારા તેમને ભાજપમાં જોડાવવા માટે રૂપિયા 3 કરોડની ઓફર કરવામાં આવી હતી. જોકે તેમણે આ ઓફર નકારી દેતાં ભાજપના કહેવાતા એજન્ટ દ્વારા તેમના પતિને લાલચ આપીને ભાજપમાં જોડાવવા દબાણ કરાઈ રહ્યું હતું. બાદમાં પતિ-પત્ની વચ્ચે વાદ-વિવાદ વચ્ચે ઋતા દુધાગરા અને તેમના પતિનો ઘરસંસાર પણ પડીભાંગ્યો છે. પતિએ ભાજપ પાસેથી 25 લાખ લીધાના પણ આક્ષેપ કરતાં ઋતાએ કહ્યું, હજુ પણ ભાજપ દ્વારા મારા પર દબાણ કરવામાં આવી રહ્યું છે. મહત્ત્વપૂર્ણ છે કે કામરેજના ધારાસભ્ય હાલ વીડી ઝાલાવાડિયા છે.આમ આદમી પાર્ટીએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલના હોમ ટાઉન સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નંબર 16 અને વોર્ડ મંબર 4 એમ બે વોર્ડમાં શાનદાર જીત મેળવીને ભાજપને આંચકો આપ્યો છે. અને સુરતમાં આમ આદમી પાર્ટીને જે જનસમર્થન મળ્યું છે તેના થકી તે કૉંગ્રેસને હઠાવી બીજા નંબરની મોટી પાર્ટી બની ગઈ છે. જો કે દિલ્હીમાં શાસનમાં રહેલી આમ આદમી પાર્ટી (Aam Adami Party)નો રાજ્યના ડાયમંડ સિટી સુરત (Diamond city Surat)થી પ્રવેશ થઈ ગયો છે. જેના કારણે ભાજપને ફટકો પડ્યો છે, ત્યારે હવે 2022ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે જેના ભાગરૂપે હવે આપ પાર્ટીમાં ભાજપ દ્વારા કોર્પોરેટરોને પક્ષમાંથી તેમના પક્ષમાં લાવવા માટે જોર લગાવવામાં આવી રહ્યું છે. જેને લઈને AAP નો ભાજપ ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે.

સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં-3માં આમઆદમી પાર્ટીનાં મહિલા ઉમેદવાર ઋતા દુધાગરા શહેરના તમામ કોર્પોરેટરોમાં સૌથી વધુ લીડ સાથે વિજયી ઘોષિત થયાં હતાં. હવે આ મહિલા કોર્પોરેટર દ્વારા ભારતીય જનતા પાર્ટી અને કામરેજના ધારાસભ્ય વિરુદ્ધ પક્ષપલટા માટે કરવામાં આવી રહેલા દબાણ સંદર્ભે આક્ષેપો કરવામાં આવતાં રાજકીય હોબાળો મચી જવા પામ્યો છે. આજે મહિલા કોર્પોરેટર ઋતા દુધાગરાએ જણાવ્યું હતું કે મારા ભવ્ય વિજયને પગલે છેલ્લા કેટલાક સમયથી કામરેજના ધારાસભ્ય દ્વારા અલગ – અલગ માણસો મોકલીને મને ભાજપમાં જોડાઈ જવા માટે ઓફર કરવામાં આવી રહી છે. રૂપિયાની લાલચમાં ન આવતાં પરિવાર દ્વારા દબાણ કરાવાતાં મારે છૂટાછેડા પણ લેવા પડ્યા છે.કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયાએ જણાવ્યું હતું કે આ હળાહળ જૂઠાણું છે. પાયાવિહોણી વાત છે. ઋતા દુધાગરાને હું ઓળખતો પણ નથી. મારા વિષય બહારની વાત છે. મેં કોઈ જ ઓફર નથી કરી. મને આજે આ આક્ષેપ બાદ જાણવા મળ્યું કે તેના છૂટાછેડા થયા છે. તેના પતિને 25 લાખ આપ્યાની વાતમાં કોઈ દમ નથી છતાં પણ તેઓ આક્ષેપ કરે છે તો સામે આવે અને ડિબેટ કરે. આમ આદમી પાર્ટી સમગ્ર બોખલાઈ ગઈ છે, એટલે મનઘડંત આરોપો કરી રહી છે.

સાથે આમ આદમી પાર્ટીના નગરસેવક ઋતા દુધાગરાએ જણાવતા કહ્યું છે કે, મારા પતી ચિરાગ દુધાગરાએ ભાજપ પાસેથી 25 લાખ રૂપિયા લીધા છે અને મારી સામે ઘણી ખોટી અફવા અને ષડયંત્ર રચવામાં આવે છે. ત્યારે ઋતા દુધાગરાએ ભાજપમાં જોડાવાની ઓફરને અવગણીને આમ આદમી પાર્ટીમાં રહેવાનું જ નક્કી કર્યું હતું.ત્રણ કરોડ રૂપિયાની લાલચ પણ આપવામાં આવી હોવાનું જણાવતાં ઋતાએ ઉમેર્યું હતું કે તેમના પૂર્વ પતિ દ્વારા પણ આ ઓફર સ્વીકારી લેવા માટે ભારે દબાણ કરવામાં આવતું હતું, પરંતુ તેઓ ટસથી મસ ન થતાં તેના પતિ ચિરાગ દ્વારા સમાજ અને પાર્ટીમાં બદનામ કરવાનો પણ કારસો રચવામાં આવ્યો હતો. નાછૂટકે ગત 21મી મેના રોજ ઋતા દુધાગરા અને ચિરાગે છૂટાછેડા લેવાનું નક્કી કરી લીધું હતું. હાલ બન્નેના છૂટાછેડા થઈ ચૂક્યા છે અને ચિરાગ દુધાગરા પણ 25 લાખ રૂપિયા લઈને ભાજપમાં જોડાઈ ગયો હોવાનો ઋતાએ આક્ષેપ કર્યો હતો.

ઋતા દુધાગરાએ કહ્યું છે કે, છૂટાછેડા થઇ ગયા હોવા છતાં પણ તેમણે મારા પર્સનલ ડોક્યુમેન્ટ અને બીજી ઘણી વસ્તુઓ તેમની પાસે રાખી છે. જે હજુ સુધી મને આપવામાં આવી નથી અને મને ભાજપમાં જોડાઈ જવા માટે ખુબ જ દબાણ કરવામાં આવે છે અને ઋતા દુધાગરાએ કહ્યું છે કે મારા પતી અને અન્ય ભાજપના સામેલ લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *