કેજરીવાલનું ટ્વીટ, હવે ગુજરાત બદલાશે નરેશ પટેલનું મોટું નિવેદન અલ્પેશે કહ્યું ગુજરાત CM શું કીધું જાણો

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે 14 જૂન સોમવારના રોજ એક દિવસના ટૂંકા પ્રવાસ માટે અમદાવાદ આવી રહ્યા છે. કેજરીવાલ સવારે દિલ્હીથી વિમાનગમાર્ગે સવારે અમદાવાદ અને મોડી સાંજે દિલ્હી પાછા ફરશે. ગુજરાત પ્રવાસ અંગે અરવિંદ કેજરીવાલે પોતાના ટ્વીટર હેન્ડલ પરથી ગુજરાતી ભાષામાં ટ્વીટ કરી કહ્યું કે,’હવે બદલાશે ગુજરાત, હું આવતીકાલે ગુજરાત આવી રહ્યો છું. ગુજરાતના બધા ભાઇ-બહેનોને મળીશ’. અરવિંદ કેટરીવાલના આ પ્રવાસથી ગુજરાતના રાજકારણમાં અનેક ટ્વિસ્ટ અને ટર્ન્સ આવે તેવી શક્યતાઓ છે.ગુજરાતની રાજનીતિમાં છેલ્લા ત્રણ દિવસથી ચર્ચાઓનો માહોલ ગરમાયો છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અને આપ પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે. આ અંગે તેમણે એક સૂચક ટ્વીટ પણ કર્યું છે. ગુજરાતમાં આગમન પહેલા જ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હવે બદલાશે ગુજરાત,

આ સાથે ગુજરાતમાં અમદાવાદના નવરંગપુરા ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું પણ લોકાર્પણ થવાનું છે. આ તમામ કાર્યક્રમોને લઈ આવતીકાલે ચર્ચાઓનો નવો દોર શરૂ થશે. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર કેજરીવાલ આશ્રમ રોડ ખાતે શરૂ કરવામાં આવનારા પક્ષના મુખ્ય કાર્યાલયનું સવારે ઉદ્ઘાટન કરશે અને અખબારી પરિષદને સંબોધશે. સૂત્રોએ જણાવ્યું કે કેજરીવાલ કોઇ રાજકીય પક્ષના નેતાઓને મળશે કે કેમ? તે અંગે કોઇ નિર્દેશ હાઇ કમાન્ડ દ્વારા આપવામાં આવ્યો નથી.

ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી રાજનીતિ નવા-નવા રંગ દેખાડી રહી છે. સૌ પ્રથમ પાટીદારોની ખોડલધામ ખાતે બેઠક યોજાઈ હતી. જેના પર પણ સૌ કોઈ નજર તાકીને બેઠું હતું. અને બેઠક બાદ નરેશ પટેલના નિવેદનથી એક મોટી ચર્ચાઓ શરૂ પણ થઈ ચૂકી છે. ગુજરાતમાં પાટીદાર મુખ્યમંત્રીની ચર્ચાઓ ચાલી રહી હતી. તે દરમિયાન ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવની બેઠક પણ ચર્ચાનું કેન્દ્ર હતી.જ્યારે ચર્ચા એવી થઇ રહી છે કે નવેમ્બર 2022માં યોજાનારી વિધાનસભાની સામાન્ય ચૂંટણીની અત્યારથી જ તૈયારી કરવા માટે તેઓ ગુજરાત આવી રહ્યા છે. તેમની ઉપસ્થિતિમાં કેટલાંક યુવાનો અને આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે છે.

ગાંધીનગરમાં ભૂપેન્દ્ર યાદવ ભાજપના મંત્રી કક્ષાના નેતાઓ સાથે વન-ટુ વન બેઠક યોજી રહ્યા હતા. 2022ની ચૂંટણી પહેલા વન ટુ વન બેઠકનું તારણ રાજનીતિમાં લોકો પોત પોતાની રીતે લગાવી રહ્યા છે. પરંતુ આ વચ્ચે અચાનક ભૂપેન્દ્ર યાદવને દિલ્હીનું તેડું પણ આવી ગયું હતું. ભૂપેન્દ્ર યાદવ દિલ્હી પહોંચ્યા અને દિલ્હીથી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે. જેને લઈ હવે ત્રીજા પક્ષની ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. જણાવી દઇએ કે, તાજેતારમાં જ કાગવડ ખોડલધામ મંદિર ખાતે લેઉઆ અને કડવા પાટીદાર અગ્રણીઓની બેઠક પછી નરેશ પટેલે કોરોનામાં સરકારની કામગીરીની ટીકા કરી અને દિલ્હી અને અન્ય રાજયોમાં આમ આદમી પાર્ટીએ કરેલી કામગીરીના વખાણ કરતા નવા રાજકીય સમીકરણોના એંધાણ છે.

અલ્પેશ ઠાકોરે OBC સમાજના મુખ્યમંત્રીનો મોરચો ખોલ્યો : પાટીદારોની ખોડલધામ ખાતે બેઠક બાદ ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ખોડલધામ ખાતે પાટીદાર મુખ્યમંત્રીના મુદ્દા પર અલ્પેશ ઠાકોરે કઠોર પ્રતિક્રિયા આપી છે. અને કહ્યું કે, અન્યાય પાટીદારને નહીં, ઓબીસી, દલિત-અદિવાસીને થયો છે. OBC, દલિત અને આદિવાસી મુખ્યમંત્રી બનવા જોઈએ. અમે મુખ્યમંત્રીની વાત કરી હોય તો જાતિવાદમાં ખપાવી દેવામાં આવે છે.ગઇકાલની બેઠક બાદ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું હતું કે, 2022ની ચૂંટણીમાં કોઈ પટેલને મુખ્યમંત્રી પદ મળે તેવી ઈચ્છા છે. કોઈ પક્ષ નહીં પણ પાટીદારોને મહત્વ અપાશે. જોકે નરેશ પટેલના નિવેદન બાદ કડવા પટેલ અગ્રણી આર.એમ. પટેલે રાજકીય ચર્ચાઓ નહિ પણ સામાજિક સુધારાઓ અંગે વાતચીત થયાનું જણાવ્યું હતું તો સિદસર મંદિરના પ્રમુખ જેરામ પટેલે પણ રાજકીય ચર્ચાઓ નથી થઈ તેમ જણાવ્યું હતું. જોકે બાદમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, અમારી વાત પાટીદારોને મજબૂત કરવાની હતી. હું 2022ની ચૂંટણી લડવાનો હાલ ઈરાદો ધરાવતો નથી. ચૂંટણી લડવી હશે ત્યારે ખોડલધામનો હોદ્દો છોડી દઈશ.

અલ્પેશે કહ્યું, અમારી પાસે ફેક્ટરી કે મોટી સંસ્થા નથી કે, જ્યાં મિટિંગ કરીએ. ધાર્મિક જગ્યા પર આ પ્રકારના વાત યોગ્ય ગણાય નહીં. પાટીદારની સંસ્થા આવી મિટિંગ કરે તે નિંદનિય છે. કેબિનેટમાં કઇ જાતિના મંત્રીઓ છે તે જાણો છો. તેવું કહીને અલ્પેશ ઠાકોરે કહ્યું કે, 8 કેબિનેટમાંથી 6 કેબિનેટ મંત્રી છે તે અન્યાય કહેવાય ?જણાવી દઇએ કે ગઇકાલે જેતપુર નજીક આવેલ ખોડલધામ કાગવડ ખાતે લેઉવા અને કડવા પટેલોના ટોચના આગેવાનોની સંયુક્ત બેઠક મળી હતી. ખોડલધામ ખાતે પાટીદારોના બે ફાંટાની એકતા સાથેની બેઠક રાજકીય ઉથલ-પાથલના સંકેત આપી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *