CM વિજય રૂપાણી પેટ્રોલ-ડીઝલના ભાવ વચ્ચે મોટા સમાચાર,આ તારીખ થી ઘટાડી શકે છે આટલા રૂપિયા જાણો

પેટ્રોલ ડીઝલને લઈને રાહતના સમાચાર આવ્યા છે છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળી શકે છે. દેશમાં મોંઘવારી તમામ રેકોર્ડ તોડી રહી છે. છેલ્લા 25 દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 6 રૂપિયા પ્રતિ લિટર સુધી વધ્યા છે. છેલ્લા 42 દિવસની અંદર જ 24 વખત ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. મોંઘા ભાવોને કારણે સામાન્ય પ્રજા પરેશાન છે. પેટ્રોલિયમ મંત્રીએ પણ સ્વીકાર્યું કે આજે જે ભાવ છે તેનાથી પ્રજાને મુશ્કેલી થઈ રહી છે. આમ સરકારે આ વાતનો તો સ્વીકાર કર્યો છે પણ તેમની પાસે મોંઘવારીનો કોઈ ઉપચાર નથી.

ઈધણની કિંમતોને લઈ સરકારની વિચારણાંદેશમાં પહેલીવાર ડીઝલનાભાવ પણ 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે. હાલમાં દેશના 148 જિલ્લાઓમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. 9 રાજ્યોની જનતા 100 રૂપિયાથી વધારે કિંમતમાં પેટ્રોલ ખરીદી રહી છે.ગુજરાત સરકાર પેટ્રોલ-ડીઝલ ઉપર વેટ ઘટાડવા વિચાર કરી રહી છે. વીજળીના પ્રતિ યુનિટ ફ્યુઅલ ચાર્જમાં પણ ઘટાડાનો રાજ્ય સરકાર વિચાર કરી રહી છે. ફ્યુઅલ ચાર્જ પ્રતિ યુનિટ 5.50 થી ઘટાડી 4 રૂપિયા કરવામાં આવી શકે છે. અગાઉ 2017માં રાજ્ય સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડ્યા હતા.

સંક્રમણ ઓછું થતા વાહનવ્યવહાર વધ્યોહાલ પેટ્રોલ-ડીઝલ ઉપર 20 રૂપિયા વેટ અને 4 રૂપિયા સેસ છે તેમા ઘટાડો કરવામાં આવી શકે છે. મહત્વનું છે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થતા મોટા શહેરોમાં તેની અસર જોવા મળી રહી છે ઈધણની કિંમતો વધતા અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે રાજ્યના મોટા શહેરો જેવા કે અમદાવાદ,સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર જૂનગાઢ તેમજ જામનગરમાં પેટ્રોલ ડીઝલની કિંમતોમા સતત ભાવ વધારો જોવા મળ્યો હતોદેશના 9 રાજ્યો અને સંઘશાસિત પ્રદેશોમાં પેટ્રોલનો રિટેલ ભાવ 100 રૂપિયા પર પહોંચી ગયો છે. આ રાજ્યોમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને લદ્દાખ સામેલ છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ડીઝલ પણ 100 રૂપિયાને પાર પહોંચી ગયું છે તો અહીં પેટ્રોલની કિંમત 107.53 રૂપિયા પ્રતિ લિટર છે.

પ્રજા પર અસર કરેશે પેટ્રોલ-ડીઝલના ભાવરાજ્યમાં કોરોના સંક્રમણ ઓછું થતા સરકારે નિયમો છુટછાટ આપતા વાહન વ્યવહાર પણ હળવો થયો છે,પેટ્રોલ ડીઝલની કિંમતોમાં વધારો થતા સામાન્ય પ્રજાને મોંઘવારોનો માર સમાન લાગી રહ્યો હતો. પરતું હવે રાજ્ય સરકાર પેટ્રોલ-ડીઝલ ઉપર વેટ ઘટાડવા વિચાર કરી રહી છે. વીજળીના પ્રતિ યુનિટ ફ્યુઅલ ચાર્જમાં પણ ઘટાડા થવાથી પેટ્રોલ ડીઝલના ભાવમાં થોડા ઘણઆ અંશે થોડી રાહત મળશે. આંકડાઓ પર નજર કરીએ તો મે મહિનામાં 16 વખત અને જૂન મહિનાના 14 દિવસમાં 8 વખચ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. આ વચ્ચે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, ભારત સરકાર હોય કે રાજ્ય સરકાર, કોરોનાકાળમાં એક વર્ષમાં લગભગ 35 હજાર કરોડ રૂપિયા રસી પર ખર્ચ થઈ રહ્યા છે. હાલ 1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરીને પ્રધાનમંત્રીએ મફતમાં અન્ન આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના શરૂ કરી છે. પીએમ કિસાનમાં હજારો કરોડ રૂપિયા સીધા ખેડૂતના ખાતામાં જાય છે. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ચોખા અને ઘઉં પર MSP જાહેર કરાઈ છે. આ તમા

ગઈ કાલે આટલો હતો પેટ્રોલ-ડીઝલનો ભાવ એપ્રિલ 2020થી ડિસેમ્બર 2020 એટલે કે 8 મહિનામાં જ 2 લાખ 35 હજાર કરોડ રૂપિયા ફક્ત પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી મારફતે જનતાના ખિસ્સામાંથી નીકાળીને કેન્દ્ર સરકારના ખજાનામાં પહોંચી ગયા છે. એક વર્ષમાં જ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 25 રૂપિયા સુધીનો વધારો થયો છે.જો કે ગઈ કાલે પેટ્રોલ ભાવ 93.11 રૂપિયા લિટર પહોંચી ગયો હતો જ્યારે ડીઝલનો ભાવ 93.77 પ્રતિ લિટરે પહોંચી ગયો હતો પરતું હવે તેમાં વેટ અને સેસ ઘટના ભાવ ઘટાડો આવી શકે છે. આમ પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટવાથી સામાન્ય પ્રજાને થોડા ઘણા અંશે રાહત મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *