સુરત માં પાટીલના ગઢમાં AAPનું ઝાડું ફરી વળ્યું, બે દિવસમાં જ 300 જેટલા ભાજપ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા ગોપાલ ઇટાલિયાએ શું કીધું

પાટલના ગઢમાં ગાબડૂ: “સોનાની થાળીમાં લોખંડનો ખિલ્લો ઠોકી દીધો છે, જોકે, અમે એનો પણ રસ્તો શોધી લઈશું”, આ શબ્દો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુરતમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો જીતીને સૌને ચોંકાવી દીધા ત્યારે પાટીલે આ વાત કરી હતી. તેમને વિશ્વાસ હતો કે ચૂંટણી બાદ AAP નિષ્ક્રિય થઈ જશે અને ભાજપ ડેમેજ કંટ્રોલ કરી લેશે. જોકે, ડેમેજ કંટ્રોલ તો દુર હવે ભાજપ પોતાના કાર્યકરોને સાચવવામાં પણ નિષ્ફળ રહ્યું છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરત પાલિકામાં સફળતા મેળવી વિરોધ પક્ષમાં બેઠેલી આમ આદમી પાર્ટી હવે ભાજપમાં ગાબડા પાડી રહી છે. સુરતમાં છેલ્લા થોડા જ દિવસોમાં ભાજપના સક્રિય કાર્યકરો કમળને કચડીને ઝાડુ પકડતાં જોવા મળી રહ્યાં છે. બે દિવસમાં 300 જેટલા સક્રિય કાર્યકરો ભાજપ છોડીને આપમાં જોડાયા છે. ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સુરતના હોવા છતાં તેમના નાક નીચેથી જ કાર્યકરો કમળનો સાથ છોડીને આપમાં જોડાઈ રહ્યાં છે. દિવસેને દિવસે મજબૂત થતી આપના નેતાઓ કહી રહ્યા છીએ કે અમારી સ્વચ્છ રાજનીતિથી પ્રભાવિત થઈને ભાજપના કાર્યકરો અમારી સાથે જોડાઈ રહ્યાં છે અને લાઈન જોડાવાની યથાવત છે. જેનું અમે સ્વાગત કરીએ છીએ. ત્યારે શહેર ભાજપ પ્રમુખે કહ્યું કે, કાર્યકરો ભાજપ છોડી રહ્યા છે તે અમારા ધ્યાનમાં આવ્યું છે અમે તેમના કારણો જાણીને નિરાકરણ લાવવા પ્રયાસ કરીશું.

ઇટાલિયાના નેતૃત્વની કમાલ: અમે એમનો સંપર્ક કરીને જાણવાનો પ્રયાસ કરીશું કે, કયા કારણસર તેઓ અન્ય પાર્ટીમાં ગયા છે. તેઓ કયા કારણસર ગયા છે તે કહેવું અત્યારે હાલના તબક્કે મુશ્કેલ છે. થોડા ઘણા કાર્યકર્તા ગયા પણ હશે પરંતુ અમે તેમનો સંપર્ક કરીને તેમના મનની વાત જાણવાનો પ્રયાસ કરીશું અને પાર્ટી હંમેશા પોતાના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની ચિંતા કરતી હોય છે. છેલ્લા બે દિવસમાં સુરતમાં ભારતીય જનતા પાર્ટીના 300 જેટલા સક્રિય કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ચુક્યા છે. સી.આર. પાટીલ ગુજરાત ભાજપના પ્રમુખ હોવા છતા તેમના ગઢના કાંગરા એકબાદ એક ખરવા લાગ્યા છે. AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટી સતત સારૂ પ્રદર્શન કરી રહી છે. ઇટાલિયાના નેતૃત્વમાં AAP પાટીલને તેમના જ ગઢમાં પડકાર ફેંકી રહી છે. ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં સુરતમાં જે રીતે પાર્ટી ગ્રાઉન્ડ પર જઈને કામગીરી કરી રહી છે તે જોઈને ભાજપના અનેક કાર્યકરો તેની સાથે જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણી જણાવ્યું કે, આમ આદમી પાર્ટી સુરત શહેર અને જિલ્લામાં લોકોના પ્રશ્નોને વાચા આપવામાં સફળ થઈ રહી છે. તેને કારણે હવે પ્રજા પણ આમ આદમી પાર્ટીમાં વિશ્વાસ મૂકી રહી છે. એટલું જ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આવી રહ્યા છે.

“ઇમાનદારીથી પ્રભાવિત”: સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું કે, ભાજપના કેટલાક કાર્યકર્તાઓ આપ પાર્ટીમાં જોડાયા હોવાની વાત અમને મળી છે. યુવા પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા ના નેતૃત્વમાં ઘરમાં પાર્ટી ડંકો વગાડી રહી છે. આગામી દિવસોમાં ભાજપના અન્ય નેતા અને હોદ્દેદારો પણ આવશે એવી અમને આશા છે.સુરતમાં પાટીલના નાક નીચેથી જ ભાજપના 300 સક્રિય કાર્યકરોને આમ આદમી પાર્ટીમાં જોડ્યા બાદ ઝાડુવાળી પાર્ટીના નેતાઓનો આત્મવિશ્વાસ 7માં આસમાને પહોંચી ચુક્યો છે. આ અંગે આપના નેતાઓનું કહેવું છે કે, “અમારી સ્વચ્છ રાજનીતિથી પ્રભાવિત થઈને ભાજપના કાર્યકરો અમારી સાથે જોડાઈ રહ્યાં છે અને લાઈન જોડાવાની યથાવત છે. જેનું અમે સ્વાગત કરીએ છીએ.”

ભાજપનું ડેમેજ કંટ્રોલ: કાર્યકરો ભાજપનો સાથ છોડીને આપમાં જોડાતા નેતાઓ માટે ચિંતાનો વિષયસુરતમાં AAPની આંધીમાં સતત ભાજપનું ધોવાણ થઈ રહ્યું છે ત્યારે આ અંગે સુરત શહેર ભાજપનું કહેવું છે કે,” કાર્યકરો ભાજપ છોડી રહ્યા છે તે અમારા ધ્યાનમાં આવ્યું છે અમે તેમના કારણો જાણીને નિરાકરણ લાવવા પ્રયાસ કરીશું.”સુરતમાં આમ આદમી પાર્ટી વધુને વધુ સક્રિય થઇ રહી છે. લોકોને સ્પર્શે તેવા મુદ્દાઓને વાચા આપીને સુરતની જનતામાં પોતાને કામ કરવાની શૈલીને લઈને વિશ્વાસ જીતવાનો શરૂ કરાયો છે. ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે તે ભાજપ માટે સૌથી મોટો ચિંતાનો વિષય બન્યો છે.છેલ્લા એક સપ્તાહમાં સુરત શહેર ભારતીય જનતા પાર્ટીમાંથી કુલ 300 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. કારણ કે તેના થકી જ પક્ષ ચાલે છે અને ભારતીય જનતા પાર્ટીએ કાર્યકર્તાઓની પાર્ટી છે. માટે અમે કોઈ સૌ સાથે મળીને જ કામ કરીએ છીએ.

કોંગ્રેસ પણ ચિંતામાં: આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા ગુજરાતમાં વધી રહી છે જેના કારણે કોંગ્રેસ પાર્ટી પણ મુંઝવણમાં મુકાઈ ગઈ છે. આમ આદમી પાર્ટી સતત ગ્રાઉન્ડ પર જે રીતે કાર્ય કરી રહી છે તેને જોઈને કોંગ્રેસના પણ અનેક સક્રિય કાર્યકરો AAPમાં જોડાવા પ્રેરાઈ રહ્યા છે. આ જ કારણે બે દિવસ પહેલા સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના ચાલું હોદ્દેદારો AAPમાં જોડાયા હતા. કામરેજ વિધાનસભા મતવિસ્તારમાંથી 200 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેમજ ખટોદરા વિસ્તારમાંથી સો જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

2022ની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને પડકાર :ભાજપ યુવા મોરચાના મહામંત્રી વિપુલ સાખીયા જણાવ્યું કે, હું છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય રહ્યો છું. પરંતુ મને એવું લાગે છે કે, ભારતીય જનતા પાર્ટીમાં પ્રામાણિક અને પુરુષાર્થ કરતા કાર્યકર્તાઓને કોઈ સ્થાન નથી. છેલ્લા ઘણા સમયથી અમારા જેવા કાર્યકર્તાઓને હાસ્યમાં ધકેલવામાં આવે છે જેનો અમને દુઃખ છે.જેથી સારા વિકલ્પ એવા આપમાં અમે અમારા ટેકેદારો સાથે જોડાયા છીએ. 2022ની વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ અને કોંગ્રેસની મુશ્કેલી વધી રહી છે. ખાસ કરીને ગુજરાતમાં AAP એન્ટ્રી થયા બાદ ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોને નુકશાન સહન કરવાનો વારો આવી શકે છે. આમ આદમી પાર્ટી મોટે ભાગે શહેરી મતદારોને આકર્ષતી પાર્ટી છે, જેને લઈને ભાજપની ઊંઘ હરામ થઈ છે. કારણ કે, ભાજપે સત્તા જાળવી રાખવા માટે શહેરી મતદારોના મતની ખાસ જરૂર છે. આવામાં જો AAP શહેરોમાં ભાજપને પડકાર ફેંકે છે તો 2022ની ચૂંટણીમાં રસાકસીનો જંગ થશે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં જો AAP મજબૂતી સાથે ચૂંટણીમાં ઝંપલાવશે તો કોંગ્રેસને પણ ભારે નુકશાન જવાનો ડર સતાવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *