ચીનની બંધ ખાણમાંથી કોરોના પેદા થયો કે વુહાનની લેબમાંથીઆખી દુનિયા સામે ચીન ઉઘાડુ પડ્યું ચીન વૈજ્ઞાનિકોનો પુરાવા સાથે ચોંકાવનારો ખુલાસો કરો - Aapni Vato

ચીનની બંધ ખાણમાંથી કોરોના પેદા થયો કે વુહાનની લેબમાંથીઆખી દુનિયા સામે ચીન ઉઘાડુ પડ્યું ચીન વૈજ્ઞાનિકોનો પુરાવા સાથે ચોંકાવનારો ખુલાસો કરો

એપ્રિલ 2012 માં ચીનના યુનાન પ્રાંતમાં તાંબાની એક ખાણમાં ત્રણ મજૂરો સફાઈ કામ માટે ગયા હતા. આ ખાણ બંધ હાલતમાં પડેલી હતી અને અહીં ચામાચીડિયાએ કબજો જમાવ્યો હતો. આ અંધેરી ખાણમાં હવા પણ આવી શકે તેવી સ્થિતિ પણ નહોતી અને આ ત્રણ મજૂરો આવી સ્થિતિમાં કલાકોના કલાકો સુધી સફાઈ કરતા રહ્યાં હતા. આ ઘટનાના 2 અઠવાડિયા બાદ ત્રણેય મજૂરોને ન્યુમોનિયા જેવી બીમારી થઈ ત્યાર બાદ તેમને તાવ, શરદી-ખાંસી તથા શ્વાસમાં અડચણ જેવા લક્ષણો દેખાયા હતા. 3 મજૂરોને કનમિંગ મેડિકલ સ્કૂલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા જ્યાં થોડા દિવસની સારવાર બાદ ત્રણેયના મોત થયા હતા.ચીનના વૈજ્ઞાનિકોએ વુહાન ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીની બાયો સેફ્ટી લેવન-4 લેબમાં જ કોરોના વાયરસને તૈયાર કર્યો છે. એક નવી સ્ટડીમાં વૈજ્ઞાનિકોને મળેલા પુરાવાઓના આધારે આ ચોંકાવનારો દાવો કરાયો છે.

ચામાચિડીયાથી નથી ફેલાયો કોરોના સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, ચીની વૈજ્ઞાનિકોએ વાયરસને તૈયાર કર્યા બાદ તેને રિવર્સ-ઇજનેરી વર્ઝનથી બદલવાની કોશિશ કરી હતી, જેથી એવું લાગે કે આ વાયરસ ચામાચિડીયાથી વિક્સિત થયો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ સ્ટડીને બ્રિટિશ પ્રોફેસર એંગલ ડલ્ગલિશ અને નોર્વેના વૈજ્ઞાનિક ડૉ. બિર્ગર સોરેનસેને કર્યો છે.કોરોનાની ઉત્પત્તિ અંગે શંકાના ઘેરામાં આવેલા ચીનનું સત્ય ટૂંક સમયમાં બહાર આવવાનું છે. બ્રિટનના સંશોધકોએ કરેલા નવા સ્ટડીમાં સ્પસ્ટ જણાવાયું છે કે કોરોના વાયરસ ચીનની વુહાન લેબમાં બનાવાયો છે.

વૈજ્ઞાનિકોએ લખ્યું છે કે, તેમની પાસે એક વર્ષ કરતા વધુ સમયથી ચીનમાં વાયરસ પર રેટ્રો એન્જિનિયરિંગના પુરાવા છે. પરંતુ શિક્ષણવિદો અને અગ્રણી સામયિકોએ તેની અવગણના કરી હતી. જણાવી દઈએ કે પ્રોફેસર ડાલ્ગલિશ લંડનની સેન્ટ જ્યોર્જ યુનિવર્સિટીમાં ઓંકોલોજીના પ્રોફેસર છે. ત્યાં જ ડો. સોરેનસેન વાઇરોલોજીસ્ટ અને ઇમ્યુનોર નામની કંપનીના પ્રમુખ છે, જે કોરોનાની રસી તૈયાર કરી રહી છે.આ બન્ને સંશોધકોએ એવું પણ જણાવ્યું કે ચીની વૈજ્ઞાનિકોએ વુહાન લેબમાં કોવિડ-19 ને તૈયાર કર્યો અને પછી આ વાયરસને રિવર્સ એન્જિનિયરિંગના વર્ઝનથી તેને કવર કરવાની કોશિશ કરી જેનાથી એવું લાગે કે કોરોના વાયરસ ચામાચીડિયામાંથી કુદરતી રીતે પેદા થયો છે.

આ અધ્યયનમાં એવું કહેવામાં આવ્યું છે કે વુહાન લેબમાં ડેટા જાણી જોઈને નાશ કરાયો હતો. તેને સંતાડવામાં આવ્યો હતો અને તેને ગાયબ કરી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે વૈજ્ઞાનિકોએ આ વિશે પોતાનો અવાજ ઉઠાવ્યો, તેઓને ચીને કાં તો શાંત પાડી દીધા અથવા ગાયબ કરી દીધા. જ્યારે અમે બંને રસી બનાવવા માટે કોરોનાના નમૂનાઓનો અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે તેમણે વાયરસમાં ‘સ્પેશિયલ ફિંગરપ્રિન્ટ’ શોધી કાઢ્યો, જેને લઇ તેમનું કહેવું છે કે લેબમાં વાયરસ સાથે ચેડા કર્યા પછી જ આ શક્ય છે.આ સ્ટડીમાં ચીન પર સનસનીખેજ અને ચોંકાવનારા આરોપ પણ લગાડાયા છે. સ્ટડીમાં દાવો કરાયો કે ચીનની વુહાન લેબે જાણીજોઈને પ્રયોગ સાથેના ડેટા નષ્ટ કરી દીધા, અથવા તો છુપાવી દીધા અને તેની સાથે છેડછાડ પણ કરી હતી. તેમાં કહેવાયું કે જે વૈજ્ઞાનિકોએ આ અંગે વાંધો ઉઠાવ્યો, તેમને ચીન દ્વારા ચૂપ કરાવી દેવામાં આવ્યાં અથવા તો તેમને ગાયબ કરી દેવાયા. આ સ્ટડી ટૂંક સમયમાં પ્રસિદ્ધ થવાનું પણ કહેવાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *