AAPના નેતાઓ સાથે રણનીતિ બાબતે ચર્ચા શરૂ મનીષ સિસોદિયા કરી મોટી વાત ભાજપ ને ચિંતા વધી ગઈ

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનું આજે સવારે સાત વાગ્યની આસપાસ સુરત એરપોર્ટ પર આગમન થયું હતું. તેઓના સ્વાગત માટે આપના નેતા પ્રદેશ પ્રભારી ગુલાબસિહ યાદવ, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા હાજર રહ્યા હતા. એરપોર્ટથી સિસોદિયા સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા છે. અહીં તેઓએ સુરતી નાસ્તા સાથે દિવસની શરૂઆત કરી હતી. એટલું જ નહીં પણ નાસ્તા ટેબલ પર આપના નેતાઓ સાથે ચર્ચા કરી આગળની રણનીતિ બાબતે વાર્તાલાભ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. મનીષ સિસોદિયાએ આપ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવીને રાજકારણની કેટલીક શીખ પણ આપી હોવાનું કહેવાય રહ્યું છે.દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા આવતીકાલે એટલે કે રવિવારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ સવારે સાત વાગ્યે સુરત પહોંચશે. મહત્વનું છે કે બે દિવસ પહેલા જ આપ નેતા મનીષ સિસોદિયા સુરત આવવાના હતા પરંતુ બાદમાં તેઓનો સુરત પ્રવાસ રદ થયો હતો. તેઓની તબિયત ખરાબ થતા તેમણે ગુજરાત પ્રવાસ રદ કર્યો હતો.

12 વાગે પ્રેસ કોન્ફરન્સ સંબોધશે: દિલ્હીના નાયબ મુખ્યમંત્રી નાનપુરા વિસ્તારમાં આવેલી જીવનભારતી શાળાના રોટરી ક્લબ ખાતે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ સંબોધશે. કાઉન્સિલરો સાથે બેઠક કરશે ત્યારબાદ સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો સાથે મુલાકાત કરશે. દરમિયાન સામાજિક અગ્રણી અને ઉદ્યોગકારો આપમાં જોડાવાની શક્યતા સેવવામાં આવી રહી છે.મળતી જાણકારી અનુસારમનીષ સિસોદિયા સવારે સાત વાગ્યે સુરત પહોંચશે. બાદમાં તેઓ સર્કિટ હાઉસ પહોંચશે. સવારે નવ વાગ્યાથી 10:45 સુધી આપ પાર્ટીના કાઉન્સિલર્સ સાથે બેઠક કરશે. 11 વાગ્યે સુરતના વરિષ્ઠ લોકો સાથે મુલાકાત કરશે અને 12 વાગ્યે રોટલી હોલ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે. સાંજે ચાર વાગ્યે મહાનગરપાલિકા ચૂંટણીમાં ચૂંટાયેલા આપના સભ્યો સાથે બેઠક કરશે. અને સાંજે સાત વાગ્યે તેઓ સુરતથી દિલ્હી જવા રવાના થશે.

ઠેર ઠેર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો: મનીષ સિસોદિયાના સ્વાગત માટે એરપોર્ટ પર મોટી સંખ્યામાં આપ કાર્યકર્તાઓ ભેગા થઈ ભવ્ય સ્વાગત કરવા ની વાત બહાર આવતા પોલીસે વહેલી સવાર થી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મગદલ્લા ચોકડી પરથી જ કાર્યકર્તાઓ ને પરત મોકલી દેવાતા આપના કાર્યકર્તાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. ઈસુદાન ગઢવીએ પણ આ બાબત ખરાબ હોવાનું જણાવ્યું હતું. કિશોર કાકાને બાદ કરતાં આપના તમામ નેતાઓ મનીષ સિસોદિયાના એક્ઝીટ સમયએ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યારે એરપોર્ટ પર ઠેર ઠેર ચાંપતો પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો.મનીષ સિસોદિયાના સુરત પ્રવાસ દરમિયાન એક દિગ્ગજ હીરા ઉદ્યોગપતિ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. સૂત્રોના મતે સામાજિક કાર્યો સાથે જોડાયેલા આ ઉદ્યોગપતિને આમ આદમી પાર્ટીમાં જોડવાનો તખ્તો ગોઠવાઈ ચૂક્યો છે.

નગર શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ભાજપે ખેલ પાડી દીધો: ગર શિક્ષણ સમિતિની ચૂંટણીમાં જે પ્રકારે આમ આદમી પાર્ટીમાં રોષ જોવા મળે છે તેને લઈને મનીષ સિસોદિયાના આગમન પહેલા નિરસ વાતાવરણ પાર્ટીમાં જોવા મળી રહ્યું છે. ચૂંટણીમાં જે પ્રકારનું વોટિંગ થયું છે તેમાં ભાજપે ખૂબ મોટો ખેલ પાડી દેતા આપની બાજી બગડી ગઈ હતી. સોશિયલ મીડિયામાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મનીષ સિસોદિયાના આગમનને લઇને કોઈ પોસ્ટ જોવા નથી મળી રહી. ચૂંટણીમાં થયેલા મતદાનને કારણે આમ આદમી પાર્ટીમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરવામાં ભાજપ સફળ થઇ છે.તો મનીષ સિસોદિયા સુરતમાં પાર્ટીના કોર્પોરેટરોને પણ મળશે. નોંધનીય છે કે મહાનગરપાલિકાની ચૂંટણીમાં 120 બેઠકોવાળી સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટર ચૂંટાયા હતા. સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષી પાર્ટી છે. ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ પણ એડીચોટીનું જોર લગાવાનું શરૂ કરી દીધું છે.

ભાજપ આપમાં અંદરો અંદર અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરવામાં સફળ: ભાજપના કાર્યકર્તાઓ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી રહ્યા છે કે આમ આદમી પાર્ટીમાં જયચંદ કોણ છે. એ જ બતાવે છે કે ભાજપ જે ઇચ્છતું હતું તે પ્રકારનો પરિણામ લાવી રહી છે. નગર શિક્ષણ સમિતિની ચૂંટણીમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આપ નેતા અરવિંદ કેજરીવાલે ગુજરાતનો પ્રવાસ કર્યો હતો. તેમણે આપ પક્ષના મુખ્ય કાર્યાલયનું અમદાવાદમાં ઉદ્ધાટન કર્યું હતું અને કેજરીવાલે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. આ દરમિયાન તેમણે પૂર્વ પત્રકાર ઇશુદાન ગઢવીને આપ પાર્ટીમાં સામેલ કર્યા હતા.જીત કરતાં વધારે ભાજપનો હેતુ આમ આદમી પાર્ટીમાં અંદરો અંદર અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરવાનો હેતુ હતો, તેમાં તેઓ સફળ થઈ ગયા છે.

1000 કાર્યકર ભાજપમાંથી આપમાં જોડાયા: છેલ્લા દોઢથી વધુ મહિનામાં સુરત શહેર ભારતીય જનતા પાર્ટીમાંથી કુલ 1000 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અઠવાડિયા પહેલાં 400 જેટલા કાર્યકર્તા આપમાં જોડાયા હતા. તેના 12 દિવસ પહેલા કામરેજ વિધાનસભા મતવિસ્તારમાંથી 200 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેમજ ખટોદરા વિસ્તારમાંથી સો જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. મે મહિનામાં અંદાજે 300 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા.કેજરીવાલે જાહેરાત કરી હતી કે આમ આદમી પાર્ટી ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીમાં તમામ બેઠકો પર ચૂંટણી લડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *