ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરને લઇ આવા મોટા સમાચાર નીતિન પટેલનું સૌથી મોટું નિવેદન જાણો શું કીધું - Aapni Vato

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરને લઇ આવા મોટા સમાચાર નીતિન પટેલનું સૌથી મોટું નિવેદન જાણો શું કીધું

ગુજરાતમાં નાના બાળકોમાં સંક્રમણની શક્યતા વ્યક્ત કરવામાં આવી છેગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેરનો અંત આવી રહ્યો છે. રાજ્યમાં હવે પોઝિટિવ કેસનો આંકડો સતત ઘટ્યો છે અને રિકવરી રેટ પણ હવે 96 ટકાને પાર પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 848 કેસ નોંધાયા છે. એટલે કે સતત બીજા દિવસે કોરોનાના 1000થી પણ ઓછા કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે થતા દર્દીના મોતનો આંક પણ સરકીને નીચે આવી ગયો છે. ત્યારે હવે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા તંત્ર સજ્જ થઇ ગયું છે. ડેપ્યૂટી સીએ નીતિન પટેલે મહેસાણામાં આરોગ્યલક્ષી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને રાજ્યમાં નવા 75 ઓક્સિજન પ્લાન્ટ બનાવવાના નિર્માણની કામગીરી શરૂ કરી દેવાઈ હોવાની માહિતી આપી હતી.નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે કોરોનાની સ્થિતિ અંગે જાણકારી આપી નિવેદન કર્યુ છે. તેમણે જણાવ્યું કે, દેશભરમાં કોરોનાની ત્રીજા વેવની શકયતા છે. આ શકયતાના પગલે ગુજરાતમાં પણ સરકાર પૂરતી સારવારનું આયોજન કરી રહી છે. નાના બાળકોમાં સંક્રમણની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં હોસ્પિટલની તૈયારી રાજ્ય સરકાર યથાવત રાખશે. વડનગરમાં બાળકો માટે 50 પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે. મહેસાણા સિવિલમાં બાળકો માટે વેન્ટીલેન્ટર સહિતની સુવિધા કરાશે.

ત્રીજી લહેરની આગાહી જો સાચી પડે તો હોસ્પિટલની તૈયારીઓ માટે રાજ્ય સરકાર યથાવત રાખશે.તો આ સાથે રાજ્યમાં કોરોનાના આંકડા અંગે પણ DYCM નીતિન પટેલે નિવેદન આપ્યું કે, છેલ્લા 10 દિવસમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટી છે. આંકડા જોતા સરકાર કોરોના ઉપર કાબુ મેળવવામાં સફળ રહી છે. ગુજરાતમાં ગઈકાલે 1 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. ગુજરાતમાં કોરોના સંક્રમણ ઝડપથી કાબુમાં લેવાનુ લક્ષ્ય છે. ગુજરાતમાં એક સમયે 14,000થી વધુ કેસ નોંધાયા હતા.આજે કોરોનાની ત્રીજી લહેરને લઇ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યુ હતુ. રાજ્યમાં કોરોનાની આગામી સંભવિત ત્રીજી લહેરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર સુસજજ હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, આ ત્રીજી લહેરમાં કહેવાતી આગાહી મુજબ નાના બાળકોને સંક્રમણ થવાની શકયતા વ્યકત કરવામાં આવી છે.

અને નાયબ મુખ્યમંત્રીની ગ્રાન્ટમાંથી સી.એચ.સી લાંઘણજ અને ગર્વમેન્ટ ગ્રાન્ટ ઇન એઇડ સાર્વજનિક હોસ્પિટલ ગોઝારીયા ખાતે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થશે. આ સાથે નીતિન પટેલે કહ્યું કે, ગુજરાતમાં જ્યારે 14 હજારથી વધુ કેસ આવતા હતા. ત્યારે ઓક્સિજનની ખપત પણ વધી ગઈ હતી. અને ભારે જહેમત બાદ સરકાર ઓક્સિજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવતી નથી. અને કોઈપણ દર્દીનું ઓક્સિજનની અછતના કારણે મૃત્યુ થયું હોઈ તેવું સામે આવ્યું નથી. અન્ય રાજ્યમાં ઓક્સિજનની ઘટના કારણે લોકોના મોત થયા છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, ભારત સરકાર અને રાજય સરકારના સહયોગથી રાજયમાં નવા 75 ઓકસિજન પ્લાન્ટના નિર્માણની કામગીરી શરૂ કરી દેવાઈ છે.મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે આગામી સમયમાં 1500 લિટર પ્રતિમિનિટ ક્ષમતાવાળો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *