આજે સુરત માં મનીષ સિસોદિયા પાટીદાર અગ્રણી ઉદ્યોગપતિ AAP જોડા એ અને આ મોટી વાત કરી એના લીધે ભાજપ ને ચિંતા વધી

ગુજરાતમાં વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે ચૂંટણીને લઈને અત્યારથી રાજ્યમાં રાજકીય પાર્ટીઓ તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં આ વખતે મોટા દાવાઓ કરી રહી છે અને કેજરીવાલની નજર ગુજરાતની વિધાનસભા પર છે ત્યારે કેજરીવાલ બાદ હવે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા ગુજરાતના પ્રવાસે છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ગુજરાત મુલાકાતે આવશે. 27 જૂન રવિવારના રોજ તેઓ સુરતની મુલાકાત કરશે. 27 જૂનના જૂનના રોજ તેઓ સવારે 7 કલાકે સુરત એરપોર્ટ પર આવશે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ દ્વારા તેમનું સ્વાગત સુરત એરપોર્ટ પર કરવામાં આવશે. ત્યારબાદ સવારે 7:30 કલાકે તેઓ સુરતના સર્કીટ હાઉસ પર જશે અને બપોરે 12 વાગ્યે રોટરી હોલ જીવન ભરતી સ્કૂલ નાનપુરા ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરશે. ત્યારબાદ 4થી સાંજે 6 વાગ્યા સુધી રોટરી હોલ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને નેતાઓ સાથે બેઠક કરશે અને તેઓ સાંજે 7 વાગ્યે સુરત એરપોર્ટ જવા રવાના થશે.

ગુજરાતની હવા બદલાઈ રહી છે: મનીષ સિસોદીયા સુરત એરપોર્ટ દ્વારા આપ નેતા ઈસુદાન ગઢવીએ તેમનું સ્વાગત કર્યું હતું અને સુરતમાં આગમન બાદ મનીષ સિસોદિયાએ કહ્યું કે હું જ્યારથી ગુજરાત આવી રહ્યો છું દરેક વખતે અનુભવું છું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લઈને ઉર્જા વધતી જઈ રહી છે અને કાર્યકર્તાઓનો ઉત્સાહ સતત વધતો જઈ રહ્યો છે અને ગુજરાતની હવા બદલાઈ રહી છે. આજે આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. મહત્ત્વની વાત છે કે, અગાઉ 24 જૂનના રોજ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા સુરતની મુલાકાતે આવવાના હતા પરંતુ તેઓ નાદુરસ્ત તબિયતના કારણે સુરત આવ્યા નહોતા અને તેમનો પ્રવાસ મોહૂફ રાખવામાં આવ્યો હતો. હવે તેઓ સ્વસ્થ થયા હોવાના કારણે રવિવારે 27 જૂનના રોજ સુરતની મુલાકાતે આવશે. સુરતમાં રવિવારના રોજ સામાજિક આગેવાનો અને ઉદ્યોગકારો આમ આદમી પાર્ટી સાથે જોડાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

પાટીદાર અગ્રણી ઉદ્યોગપતિઓ થામી શકે છે AAPનું દામન: ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીમાં આજે રણનીતિ બનાવી શકાય છે. આજે સુરતમાં આમ આદમી પાર્ટીમાં વધુ કેટલાક કાર્યકર્તાઓ જોડાઈ શકે છે જ્યારે મોટા પાટીદાર ઉદ્યોગપતિ પણ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી અટકળો છે. આ બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે, અગાઉ તેમનો પ્રવાસ સુરતમાં રાખેલો હતો પણ તેમના સ્વાસ્થ્યના કારણે પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો હતો. ત્યારે ખૂશી સાથે જણાવવાનું કે આ કાર્યક્રમ પાછો આયોજન થવા જઈ રહ્યો છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનું સ્વાસ્થ્ય સારું થતા તેઓ આવતા રવિવારે સુરતમાં પધારી રહ્યા છે.

ભાજપ અને કોંગ્રેસ પર આપની અસર થશે?: આ પહેલા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અમદાવાદના પ્રવાસે આવ્યા હતા જ્યાં પત્રકાર ઈસુદાન ગઢવીએ આમ આદમી પાર્ટી જોઈન કરી હતી. આમ આદમી પાર્ટીનો દાવો છે કે તે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના એક મોટા વિકલ્પ તરીકે બહાર આવશે. જ્યારે બીજી તરફ ભાજપનો આરોપ છે કે આપ કોંગ્રેસની બી ટીમ છે અને કોંગ્રેસનો પણ આરોપ છે કે ભાજપને જીતાડવા માટે જ કેજરીવાલ ગુજરાતમાં આવ્યા છે. અગાઉ 24મી જૂનના રોજ મનીષ સીસોદીયા સુરત આવવાના હતાં. નાદુરસ્ત તબિયતને કારણે તેમનો કાર્યક્રમ રદ્દ થયો હતો. તેમનામાં કોરોનાના લક્ષણો જણાતા ડોકટરોએ આરામની સલાહ આપી હતી. જોકે, આ મુલાકાત પહેલા મનીષ સીસોદિયાએ ગુજરાતીમાં ટ્વીટ કરીને કહ્યુ હતું કે, એક શુભ સમાચાર આપવા ગુજરાત આવી રહ્યો છું.

મનીષ સીસોદીયા આજે નાનપુરા વિસ્તારમાં આવેલી જીવનભારતી શાળાના રોટરી ક્લબ ખાતે બાર વાગ્યે પ્રેસ કોન્ફરન્સ સંબોધવાના છે. જેમાં ગુજરાતના મોટા માથા આપમા જોડાય તેવી શક્યતા છે. આ સાથે જ તેઓ સુરતના આપના કોર્પોરેટર સાથે બેઠક કરશે. તેમજ અનેક સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો સાથે મુલાકાત કરશે. જોકે, આ મુલાકાત પહેલા મનીષ સીસોદિયાએ ગુજરાતીમાં ટ્વીટ કરીને કહ્યુ હતું કે, એક શુભ સમાચાર આપવા ગુજરાત આવી રહ્યો છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *