અંબાલાલ પટેલ ની આગાહી ગુજરાતમાં 5જૂન 6,7,8,9,10જૂન વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ આગાહી ગુજરાતમાં ચોમાસું આ તારીખે બેસવાની આગાહી

રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં ચોમાસુ મોડું બેસવાની વાત કરી છે. આ વર્ષે ચોમાસુ 25 જૂન સુધી બેસવાની આગાહી કરાઈ છે. તો આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની પણ વાત કરી છે. કેરળમાં આજથી ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. અને આ વર્ષે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના સામાન્ય દર્શાવી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં પણ સામાન્ય વરસાદ રહેશે.ચોમાસાની સત્તાવાર શરુઆત થાય તે પૂર્વે મેઘરાજાએ અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં એક રાઉન્ડ લીધો છે. જસદણના આંબરડીમાં માત્ર એક કલાકમાં 4 ઈંચ વરસાદ પડયો હતો. તો ઉત્તર ગુજરાતમાં ઝાપટાંથી લઈને સવા ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. બીજી તરફ અમદાવાદમાં પણ ગત મોડી રાત્રે જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં ગત મોડીસાંજે અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. અમદાવાદના ઘાટલોડિયા, ગુરુકુળ, સત્તાધાર,. એસ.જી. હાઈવે, વસ્ત્રાપુર, જીવરાજ પાર્ક, સેટેલાઈટ, બોપલમાં પણ વીજળી સાથે વરસાદ થયો છે. બીજી તરફ રાજકોટના જસદણમાં કરાં સાથે વરસાદ વરસ્યો હતો. ચોમાસામાં સોળે કળાએ ખીલનાર ગુજરાતનું ગિરિમથક સાપુતારામાં પણ મોડીરાતે ધોધમાર વરસાદ થયો હતો.ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયું છે. જો કે, આ વખતે ચોમાસુ 25 તારીખથી શરૂ થશે તેવા કયાસ લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજે મોડી સાંજ પછી રાજકોટ જિલ્લાના જસદણ પંથકના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે. જસદણ તાલુકાના આંબરડી ગામમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. ગામના પાદરમાં નદીઓ વહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જોરદાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

કેરળમાં ચોમાસાનું આગમન થતાં હવે ગુજરાતમાં પણ પ્રિ-મોન્સુન એક્ટિવિટિનો પ્રારંભ થઈ ગઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની આગાહી કરી છે. જેમાં પ્રથમ દિવસે શુક્રવારે દાહોદ, પંચમહાલ, પાટણ, ખેડા, બનાસકાંઠા, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, ભરૂચ, છોટા ઉદેપુર, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, બોટાદ અને સુરેન્દ્રનગરમાં હળવો વરસાદ પડી શકે છે. અમદાવાદ શહેરમાં પણ રવિવાર સુધીમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હળવા વરસાદની સાથે સાથે પ્રતિ કલાકે 40 કિ.મી.ની ઝડપે પવન પણ ફૂંકાશે. એટલે હવામાન વિભાગ પ્રમાણે રવિવાર અમદાવાદીઓ માટે ખાસ રહી શકે છે.તો આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું. અસહય ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. લીંબડી શહેરી વિસ્તાર અને આસપાસના ગામોમાં વરસાદ જોવા મળ્યો હતો. પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા.

બોટાદના ગઢડા પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગઢડામાં પવન અને ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો હતો. ગરમી બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમા ઠંડક પ્રસરી હતી. શહેરમાં પવન સાથે વરસાદ શરૂ થતા વિજળી ગુલ થઈ હતી. તારીખ 4 જુન દાહોદ, પંચમહાલ, પાટણ, ખેડા, બનાસકાંઠા, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, ભરૂચ, છોટા ઉદેપુર, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, બોટાદ અને સુરેન્દ્રનગર તારીખે 5 જુન દાહોદ, પંચમહાલ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર તારીખે 6 જુન ખેડા, પાટણ, દાહોદ, બનાસકાંઠા, અમદાવાદ, ભાવનગર, દમણ, દાદરા નગર હવેલી તારીખે 7 જુન દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, દિવ, અમદાવાદ, આણંદ, ખેડા તારીખે 8 જુન વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢદાહોદ શહેર સહિત જિલ્લામાં આજે વહેલી સવારે ઓચિંતો વાતાવરણમાં પલ્ટો આવતાં જિલ્લાના ઘણા ગામોમાં વરસાદી ઝાપટુ પડ્યું હતું.. જેમાં વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદથી આકાશમાં મેઘધનુષ પણ જોવા મળ્યું હતું. જેથી જાણે ચોમાસુ અત્યારથી જ બેસી ગયુ હોય તેમ લાગતુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *