ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે આ વિસ્તારમાં વરસાદ પડશેતારીખ 30મે 2021 થી 5જૂન 2021 સુધીમાં જાણો કયા શહેરોમાં ક્યારે વરસશે મેઘ

રાજ્યમાં વાવાઝોડા બાદ આ વખતે વહેલું ચોમાચું બેસે તેવી આગાહી કરવામાં આવી રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી વાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 થી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, વડોદરા, વલસાડ, ડાંગ, દાહોદ, મહીસાગરમાં સહિતના પંથકમાં વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.હાલમાં ચોમાસા માટે કોઈ સિસ્ટમ કાર્યરત નથી, વાવાઝોડું પણ જતું રહ્યું છે તેમ છતાં હવામાન ખાતુ ત્રણેક દિવસથી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરી રહ્યું છે. તેના માટે અરબી સમુદ્ર પરથી આવતા ભેજયુક્ત પવન અને લોકલ સિસ્ટમ જવાબદાર હોવાનું હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું છે.

વૈશાખ માસમાં ચામડી તતડી ઉઠે તેવી ગરમી પડવી જોઈએ તેના બદલે રોજ હવામાન ખાતુ વરસાદની આગાહી કરી રહ્યું છે. તેના કારણે સામાન્ય લોકોના મનમાં પ્રશ્ન ઉઠયો છે કે હજુ ચોમાસું આવ્યું નથી તો આ વરસાદ આવે છે ક્યાંથી ? તેનો જવાબ આપતા હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતીએ કહ્યું કે હાલમાં અરબી સમુદ્ર પરથી ભેજયુક્ત પવન આવે છે.રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ હળવા વરસાદની શક્યાતા સેવવામાં આવી રહી છે, વાવાવરણાં ભેજનું પ્રમાણ વધતા ઉકરાટ અનુભવવો પડશે તેવું હવામાન વિભાગે જણઆવ્યું છે. આગામી સમયમાં ધીમે ધારે વરસાદ પણ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી બાદ ખેડૂતો વધુ ચિંતિત બન્યા છે, રાજ્યમાં વાવાઝોડું ખાબક્યા બાદ અનેક જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો હતો ભારે પવન અને વરસાદ બાદ ખેડૂતોના બાગાયતી પાક અને સિઝનલ પાકને નુક્સાન થયું હતું તે બાદ હવે ફરીથી વરસાદની આગાહી બાદ ખેડૂતોને ચિંતા સતાવી રહી છે.

સૌરાષ્ટ્રમાં 1લી જૂનથી પ્રિ-મોનસુન એક્ટિવિટી: વાવાઝોડા બાદ સતત વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે કે, તાપમાન આગામી દિવસોમાં 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે અને રાજ્યમાં 1લી જૂનથી પ્રિ-મોનસુન એક્ટિવિટી પણ જોવા મળશે અને બપોરના સમયે દક્ષિણ-પશ્ચિમી પવન વહેતા અસહ્ય બફારો પણ થશે. રાજ્યમાં 15 થી 20 જૂન વચ્ચે વરસાદ દસ્તક આપશે. જેથી આગામી 15 જૂન સુધીમાં રાજ્યમાં વરસાદ પડશેજસ્થાન અને મધ્ય પાકિસ્તાનના દરિયાઇ વિસ્તારમાં સોઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેને કારણે નોર્થ ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. જોકે, આની અસર દક્ષિણ ગુજરાતમાં જોવી નહીં મળે. દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *