મોદી સરકાર માટે માઠી ખબર, કોરોના કાળમાં અર્થવ્યવસ્થાને ઝટકો લાગ્યો 40 વર્ષનો સૌથી મોટો ઝટકો 2020-21મોદી સરકારચિંતા..

આ પહેલા 1980 ની સાલાં ગ્રોથ રેટ -5.2 ટકા નોંધાયો હતો. તે વખતે પડેલા દુષ્કાળને કારણે જીડીપી માઈનસ ગ્રોથમાં ચાલ્યો ગયો હતો. સોમવારે સરકાર દ્વારા જારી થયેલા ડેટા અનુસાર, ગયા વર્ષના ચોથા ત્રિમાસિકમાં જીડીપી 1.6 ટકા વધી હતી તેનાથી એવો સંકેત મળતો હતો કે કોરોનાની બીજી લહેરમાં દેશની ઈકોનોમી રિકવરીના રસ્તે છે. નાણાકીય વર્ષ 2020-21 ના ચોથા ક્વાર્ટરમાં દેશનો વિકાસ દર 1.6 ટકા રહ્યો. પરંતુ નાણાકીય વર્ષ 2020-2021માં ભારતની અર્થવ્યવસ્થામાં 7.3 ટકાનો ઘટાડો નોંધાયો છે. કેન્દ્ર સરકારે સોમવારે ડેટા જાહેર કરી આ માહિતી આપી છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડામાં કહેવામાં આવ્યું હતું કે નાણાકીય વર્ષ 2019-20માં દેશનો વિકાસ દર ચાર ટકા રહ્યો હતો.

GDP વૃદ્ધિ દર માર્ચ ત્રિમાસિકમાં 1.3 ટકા રહેશે, જે 2020-21માં ઘટવાનું અનુમાન છે: SBI રિસર્ચ | SBI Research Report Ecowrap Gdp Growth Rate To Be More Than 1 Percent In March Quarter |

નાણાકીય વર્ષ 2019-20 માં 4 ટકાનો જીડીપી ગ્રોથ : દેશની ઈકોનોમીમાં નાણાકીય વર્ષ 2020-21 માં ઘટાડાની આશા વ્યક્ત કરાઈ હતી. 2019-20 માં દેશનો ડીજીપી ગ્રોથ 4 ટકો હતો. ગયા વર્ષે ગ્રોસ વેલ્યુ એડેડમાં 6.2 ટકાનો ઘટાડો આવ્યો હતો. ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં આર્થિક વૃદ્ધિ દરમાં 8 ટકાના ઘટાડાનું અનુમાન વ્યક્ત કરાયુ્ં હતું. સરકાર તરફથી જારી આંકડામાં કહેવામાં આવ્યું કે, નાણાકીય વર્ષ 2020-2021ના ચોથા ક્વાર્ટરમાં GDP 38.96 લાખ કરોડ રૂપિયા પર રહી. નાણાકીય વર્ષ 2019-20ના માર્ચ ક્વાર્ટરમાં GDP 38.33 લાખ કરોડ રૂપિયા પર રહી હતી. આ વાર્ષિક આધાર પર 1.6 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ક્વાર્ટરના આંકડા ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર) થી સારા રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે પાછલા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં દેશના વિકાસ દરમાં 0.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

કન્ટ્ર્ક્શન અને યુટિલિટી સેક્ટરનું સારુ પ્રદર્શન : સરકાર દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2020-21માં દેશની અર્થવ્યવસ્થામાં 7.3 ટકાનો ઘટાડો થયો છે. આ આંકડા દર્શાવે છે કે કોવિડ -19 રોગચાળાની અસર દેશના અર્થતંત્ર પર કેટલી ગંભીર જોવા મળી છે.ગયા વર્ષના છેલ્લા ત્રિમાસિકમાં કન્ટ્રકશન સેક્ટરનો ગ્રોથ 14 ટકા રહ્યો. યુટિલિટી સેક્ટરનો ગ્રોથ 9.1 ટકા રહ્યો. યુટિલિટીમાં ગેસ, વીજળી, વોટર સપ્લાય આવે છે. બીજી તરફ સર્વિસમાં 2.3 ટકાનો ઘટાડો આવ્યો. સર્વિસમાં હોટલ, ટ્રેડ અને ટ્રાન્સપોર્ટનો સમાવેશ થાય છે. જોકે કન્ટ્રક્શન અને યુટિલિટી ક્ષેત્રના સારા પ્રદર્શનને કારણે ગયા નાણાકીય વર્ષ જીડીપીમાં અનુમાન કરતા ઓછો ઘટાડો નોંધાયો હતો.

ચાલુ નાણાકિય વર્ષ 2020-21 માં GDPમાં 7.7 ટકાનાં ઘટાડાનું અનુમાન | GDP forecast to fall by 7 point 7 percent in current fiscal year 2020 21 | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી ...

ત્રીજા ત્રિમાસિકમાં ઈકોનોમી પાટા પર ચડી : આ વર્ષે જાન્યુઆરીમાં, એનએસઓએ નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ અદ્યતન અંદાજમાં અર્થતંત્રમાં 7.7 ટકાના દરે ઘટવાની સંભાવના વ્યક્ત કરી હતી. બીજા એડવાન્સ અંદાજમાં એનએસઓએ 200-21માં અર્થતંત્રમાં આઠ ટકાના ઘટાડાની આગાહી કરી હતી.ગયા નાણાકીય વર્ષના ત્રીજા ત્રીમાસિકમાં ઈકોનોમી ગ્રોથના રસ્તે પરત આવી હતી. ડિસેમ્બર ત્રીમાસિકમાં જીડીપીનો ગ્રોથ 0.5 ટકા હતો. તેનાથી ગયા વર્ષના પહેલા નાણાકીય વર્ષના ત્રીમાસિકમાં જીડીપીમાં લગભગ 24 ટકા તથા બીજા ત્રીમાસિકમાં 7.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. દરમિયાન, ચીન પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, જાન્યુઆરી-માર્ચ, 2021 માં, ચીનની અર્થવ્યવસ્થામાં 18.3 ટકાનો વૃદ્ધિ જોવા મળી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *