ગુજરાત તરફથી આગળ વધી રહ્યું છે ચોમાસુ, ગુજરાતમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદ ની આગાહી 24 કલાક આ શહેરોમાં ગાજવીજ સાથે વરસાદ આગાહી

બે-ત્રણ દિવસમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થશે સાથે હવામાન વિભાગની આગાહી અનુસાર પણ 17-18 જૂનની આસપાસ ચોમાસું રાજ્યમાં બેસશે ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છેગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા18મી જૂન સુધી રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી આ વર્ષે ચોમાસું છેલ્લા 8 વર્ષની સરખામણી વહેલું રાજ્યમાં છુટા છવાયા વરસાદને જોઈ હવે લાગી રહ્યું છે. બે-ત્રણ દિવસમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થશે સાથે હવામાન વિભાગની આગાહી અનુસાર પણ 17-18 જૂનની આસપાસ ચોમાસું રાજ્યમાં બેસશે. ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગના મતે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. જેમાં સુરત, ડાંગ, તાપી, નર્મદા, નવસારી અને વલસાડમાં વરસાદ વરસે તેવી શક્યતા છે. તો અમરેલી, ગીર-સોમનાથ અને જૂનાગઢમાં પણ વરસાદ વરસે તેવી શક્યતા છે.વિક્રમ સંવતના સૌથી મોટા જેઠ માસના પ્રારંભ સાથે જ મેઘરાજાના આગમનની પણ છડી પોકારાઈ ગઈ છે. ચોમાસાની ઋતુના ચાર માસ પૈકી જેઠ માસના પ્રારંભ સાથે જ હવામાન ખાતાએ પણ આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરી છે.

અમદાવાદમાં વરસાદની કોઈ આગાહી નથી. ઉલ્ટાનું ભેજના ઉંચા પ્રમાણના કારણે લોકો પરસેવે રેબઝેબ બની ગયા છે. અસહ્ય ઉકળાટ અને બફારાના કારણે લોકોને મુંઝારાનો અનુભવ થઈ રહ્યો છે.રાજ્યમાં ધીમે ધીમે ચોમાસાની અસર જોવા મળી રહી છેહવામાન વિભાગે જણાવ્યા અનુસાર ચોમાસુ પવન દક્ષિણ ગુજરાત બાદ દીવમાં પહોંચ્યા બાદ હવે ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના સુરત, અમદાવાદ, વડોદરા, નવસારી વગેરે જેવા વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર 15 જુન સુધીમાં અમદાવાદમાં ચોમાસુ પવન પહોંચી જશે. સૌરાષ્ટ્રના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ ચોમાસાનું આગમન થવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કચ્છમાં આ વર્ષે પણ ચોમાસું મોડું પહોંચે તેવી શક્યતા છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી બે દિવસમાં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઇ શકે છે. વધુમાં હવામાન વિભાગ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું હતું કે 30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું આગમન થઇ જશે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે ચોમાસું સારું રહેશે. રાજ્યમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તેમજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસી શકે છે સમગ્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 18 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, મુંબઈમાં વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના અપરએર સર્ક્યુલેશન સક્રિય થઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના નહીવત દેખાઈ રહી છે.

18મી જૂન સુધી રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી : હવામાન વિભાગની આગાહી પ્રમાણે 18મી જૂન સુધી રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 14 અને 15 જૂને સુરત, વલસાડ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, તાપી, ડાંગ નવસારી અને દાદરા નગર હવેલી મધ્યમ વરસાદ પડી શકે છે. સૌપ્રથમ 3 જૂનના રોજ કેરળમાં ચોમાસું ત્રાટક્યું હતું. ત્યારબાદ તે ધીમે ધીમે આગળ વધી અને કર્ણાટક તથા મુંબઈમાં પસાર થઈ અને ત્યાંથી દક્ષિણ ગુજરાત તરફ આગળ વધ્યું છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયા બાદ હવે 15 જૂન સુધીમાં અમદાવાદમાં ચોમાસુ પવનનું આગમન થશે તેવુ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ મધ્ય તથા ઉત્તર ગુજરાતમાં પણ ચોમાસું જોવા મળશે.

ત્યારબાદ 17 જૂન અને ત્યારબાદ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, તાપી, ડાંગ, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન ખાતાએ આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. જ્યારે બાકીના વિસ્તારમાં અને કચ્છમાં વાતાવરણ સુક્કું રહેશે. પશ્ચિમ દિશાનો પવન નીચલા સ્તર પર ફૂંકાશે. અમદાવાદમાં આજે ગરમીનો પારો 39 ડિગ્રીને. અંબાલાલ પટેલે મીડિયામાં વાતચીત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં 30 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થશે. જ્યારે હવામાન વિભાગે 17 જૂન આસપાસ ચોમાસાનું આગમન થવાની શક્યતા દર્શાવી હતી. પરંતુ હકીકતમાં પરિણામ કંઈ અલગ જોવા મળ્યા છે.

આ વર્ષે ચોમાસું છેલ્લા 8 વર્ષની સરખામણી વહેલું : નેઋૃત્વ ચોમાસું કેરળ થઈ ને ગોવા અને મહારાષ્ટ્રના મુંબઈ બાદ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી ચુક્યું છે ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ સક્રિય થઇ ગયું છે. આ વર્ષે ચોમાસું છેલ્લા 8 વર્ષની સરખામણી વહેલું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું દીવ, સુરતથી આગળ વધી રહ્યું છે. અમદાવાદની સાથે સાથે ઉત્તર ગુજરાત માં પણ આગામી 15 થી 16 જૂન સુધીમાં વરસાદ થશે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે જુનની શરૂઆતમાં કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ થશે. 15 જૂન બાદ ગુજરાતમાં હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી હતી. અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સત્તાવાર ચોમાસુ બેસવામાં 21 દિવસની વાર છે.

તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 11 જૂન આસપાસ કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળશે.જયારે આગામી 5 દિવસ માટે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના પ્રદેશો અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તેમજ સરકારે કરફ્યૂનો સમય વધાર્યો હોય આજે ગરમી અને બફારાથી છૂટકારો મેળવવા લોકો મોટી સંખ્યામાં હરવા ફરવા નીકળી પડયાં હતા. ખાસ કરીને રિવરફ્રન્ટ, કાંકરિયા પર ભારે ભીડ જોવા મળી હતી. ઘણા સમય બાદ ઠંડા પીણા અને આઈસ્ક્રીમના વેપારીઓને ત્યાં પણ થોડી થોડી ભીડ જોવા મળી રહી છે.

અમદાવાદમાં 15 જૂનની આસપાસ વરસાદ પડી શકે : દક્ષિણ ગુજરાતમાં ચોમાસું 5 દિવસ વેહલું બેઠું છે. 1 જૂનના રોજ કેરળમાં ચોમાસાની દસ્તક દે છે પરંતુ આ વર્ષે 3 જૂનના રોજ કેરળમાં ચોમાસાનું આગમન થયું હતું. પરંતુ બંગાળની ખાડીમાં ઉત્તર તરફ લો પ્રેસર અને અરબી સમુદ્રમાં દક્ષિણ પશ્ચિમના પવનો વધુ તેજ બનતાં નેઋત્વ ચોમાસું ઝડપી બન્યું હતું. બંગાળની ખાડીમાં ઉત્તર-પશ્ચિમ તરફ હવાનું ઓછું દબાણ થવાને કારણે દેશમાં ચોમાસું વહેલા આવી ગયું છે. ઓડીસા અને બિહારથી લઈને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આવનારા 24 કલાકમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ સહિત કેટલાક રાજ્યોમાં વરસાદ થવા અંગેની ચેતવણી આપવામાં આવી છે. મધ્ય ભારત સુધી પહોંચેલું ચોમાસું દેશના ઉત્તરીય વિસ્તારમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. આવનારા બે દિવસમાં ઉત્તર ભારતમાં ચોમાસુ આવવાની સંભાવના છે.

ત્યારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત અમદાવાદ માં પણ વરસાદની લોકો રાહ જોઇ રહ્યાં છે. 15 જૂન સુધી અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. શનિવારે અમદાવાદ સહિત પાંચ શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી કરી ગઈ છે. અમદાવાદમાં 15 જૂનની આસપાસ વરસાદ પડી શકે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.હળવાથી ગાજવીજ સાથે મધ્યમ વરસાદ સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ મધ્યપ્રદેશ હવામાન વિભાગ દ્વારા 11 જિલ્લામાં અતિભારે વરસાદ માટે ઓરેંજ એલર્ટ અને 24 જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓડીશા, છતીસગઢ, મહારાષ્ટ્ર અને ગોવામાં મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ પૂર્વ મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, કર્ણાટક, મિઝોરમ અને અસમના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શકયતા છે. તટીય આંધ્ર પ્રદેશ, કેરળ, ઉત્તર પ્રદેશ, દક્ષિણ ગુજરાત અને ઉત્તરાખંડ જેવા વિસ્તારોમાં મધ્યમ વરસાદ થઇ શકે છે. તમિલનાડુ, પંજાબ, હરિયાણા અને દિલ્હી જેવા વિસ્તારોમાં જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *