15ઓગષ્ટ થી 18ઓગષ્ટ સુધી ભારે વરસાદ ની આગાહી, બંગાળ ની ખાડી વાળુ લો પ્રેશર ફરીવાર સક્રિય થતા આ વિસ્તારમાં ભારે માં ભારે વરસાદ આગાહી

રાજ્યમાં હવે વરસાદ ખેંચાયો છે, જેના કારણે ગુજરાત પર જળસંકટનો ખતરો મંડરાઈ રહ્યો છે. જી હા ચાલુ વર્ષે મેઘરાજા હાથતાળી આપી રહ્યાં છે. અત્યાર સુધી માત્ર 36.39% વરસાદ થયો છે. ગત વર્ષે 11 ઓગસ્ટ સુધી 58% વરસાદ નોંધાઈ ચુક્યો હતો. આપણે જો વરસાદની સરખામણી કરીએ તો આ વર્ષે 22% ઓછો વરસાદ છે. અત્યાર સુધી રાજ્યમાં 19 ઇંચ વરસાદ થવો જોઈતો હતો જેને બદલે માત્ર 10 ઇંચ નોંધાયો છે. જેના કારણે 46 ટકાની ઘટ દર્શાવે છે.

રાજ્યમાં તમામ 33 જિલ્લાઓમાં સરેરાશથી ઓછો વરસાદ છે. 15 જિલ્લાઓમાં 50%થી પણ વધારે વરસાદની ઘટ છે. રાજ્યના બે તાલુકાઓ લાખણી અને થરાદમાં બે ઇંચથી પણ ઓછો વરસાદ છે. રાજ્યના 25 તાલુકાઓમાં 5 ઇંચથી ઓછો વરસાદ છે. માત્ર 4 તાલુકાઓમાં 40 ઇંચથી વધારે વરસાદ છે. જેમાં નવસારીમાં ખેરગામ, વલસાડમાં ધરમપુર, કપરાડા અને વાપી તાલુકાઓ છે. ગાંધીનગરમાં 64%, અરવલ્લીમાં 63%, સુરેન્દ્રનગરમાં 59%, તાપીમાં સરેરાશથી 56%, દાહોદ અને ગીર સોમનાથ જિલ્લામાં 55% વરસાદની ઘટ છે.હાલમાં વેસ્ટ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ ઉપર હળવું દબાણ સર્જાયું છે જેમના ટ્રફને કારણે ગુજરાત રાજ્યમાં બે દિવસ વરસાદની શક્યતાઓ રહેલી છે. હવામાન ખાતાએ વરસાદના આંકડા જણાવતા જણાવ્યું હતું કે હજી રાજ્યમાં ૩૬ ટકા વરસાદની ઘટ નોંધાઈ રહી છે. જો કે આવનાર સમયમાં બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરને કારણે સારા વરસાદની શક્યતાઓ સેવાઇ રહી છે.

હાલમાં ગુજરાતનાં ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.ગુજરાતના 207 જળાશયોમાંથી માત્ર 5 જળાશય 100 ટકા ભરેલા છે. હાલમાં કુલ જળસંગ્રહ 47.54% છે. સરદાર સરોવર ડેમમાં 46.60% છે. જો આગામી સમયમાં મેઘરાજા મહેર નહીં વર્સાવે તો જળસંકટ ચોક્કસથી ટોળાશે. ખેતી માટે તો પાણી નહીં મળી રહે પણ પીવાના પાણીના પણ ફાંફા પડી શકે છે.અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં વરસાદ ભલે મોડો થઈ રહ્યો છે પરંતુ ચોમાસુ સારુ રહેશે જેથી ખેડૂત મિત્રો ચિંતા ન કરે. હાલમાં આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે. આશ્લેષા નક્ષત્રનું વાહન મોર છે અને મોરને વરસાદ ગમતો હોય એટલા માટે સારો વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે.

18 ઓગસ્ટ દરમિયાન લો -પ્રેસર મધ્યપ્રદેશ, રાજસ્થાન સુધી પહોંચી શકે છે અને એમની અસર 19-20 તારીખ દરમિયાન ગુજરાતમાં જોવા મળી શકે છે .શરૂઆતમાં પૂર્વ દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્ર અને પછી ગુજરાતના બાકીના વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે. જોકે હજી આ આગોતરો અનુમાન છે એટલે આમાં થોડો ફેરફાર થઈ શકે છે. જો અરબી સમુદ્રની અંદર પણ કોઈ એક ટ્રફ રેખા બનશે તો ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે.હવામાન ખાતાએ આગાહી કરતા જણાવ્યું છે કે 15 ઓગસ્ટ પછી ચોમાસું ફરી સક્રિય બનશે. 17 ઓગસ્ટ પછી ગુજરાતમાં વરસાદ થશે. 15 ઓગસ્ટ પછી ચાર દિવસ વરસાદ જોર પકડશે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 20-21 તારીખે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. જ્યારે 17 ઓગસ્ટના દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં સારા વરસાદથી પાણીની અછત દૂર થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *