ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી આ રાજ્યમાં ભારે વરસાદના કારણે અપાયું રેડએલર્ટ

દક્ષિણ ભારતમાં હવે ચોમાસાની ઋતુની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે અને મોન્સૂન અત્યારે મહારાષ્ટ્રમાં પહોંચી ગયું છે. ગુજરાતના અમુક વિસ્તારોમાં અત્યારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. ગુજરાતમાં ચોમાસાની સિઝન દરમિયાન છેલ્લા ૫૦ વર્ષના અભ્યાસ પ્રમાણે એવરેજ ૩૩.૬ ઈંચ જેટલો વરસાદ વરસે છે. જેની સરખામણીએ વર્ષ-૨૦૧૯માં તો ૪૭.૭ ઈંચ એટલે કે, ૧૪૬.૧૭ ટકા વરસાદ ખાબક્યો હતો.

વર્ષ-૨૦૨૦માં ૪૫.૮૮ ટકા એટલે કે, એવરેજ વરસાદની સરખામણીએ ૧૩૭ ટકા જેટલો વરસાદ વરસ્યો હતો. આમ બે વર્ષથી ગુજરાતમાં એવરેજ વરસાદની સરખામણીએ ઘણો સારો વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી જુન મહિનામાં ચારથી સાડા ચાર ઈંચ જેટલો વરસાદ વરસે છે.કેરળથી ભારતમાં પ્રવેશેલું મોન્સૂન હવે મહારાષ્ટ્ર પહોંચી ગયું છે. આજે મુંબઈમાં પહેલો વરસાદ થયો જ્યાં પહેલા જ વરસાદમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે ત્યારે ગુજરાતમાં સામાન્ય કરતાં એક દિવસ વહેલા જ ચોમાસું આવે એવી સંભાવના છે.

1 અને 12 જૂને દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે વરસાદનું આગમન : હવામાન ખાતાની આગાહી અનુસાર 11 અને 12 જૂને વરસાદનું આગમન દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે. આગામી બે દિવસ સુધી મહારાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં વરસાદની આગાહી છે જે બાદ વરસાદ ગુજરાતમાં પ્રવેશ કરશે. બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે તેની અસર ગુજરાત પર પડી શકે છે. ગત વર્ષે સૌથી વધુ કચ્છમાં ૧૧૬૨ મીમી વરસાદ થયો હતો જે એવરેજ વરસાદની સરખામણીએ ૨૮૨.૦૮ ટકા હતો. દક્ષિણ ગુજરાતમાં ૧૭૩૦ મીમી એટલે કે, ૧૧૯.૫૬ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૨૫૦ મીમી એટલે કે, ૧૮૪.૬૩ ટકા, ઉત્તર ગુજરાતમાં ૮૨૭ મીમી એટલે કે, ૧૧૫.૦૬ ટકા વરસાદ થયો હતો. એવરેજ વરસાદ કરતાં ઓછો ૯૯.૨૭ ટકા વરસાદ પૂર્વ-મધ્ય ગુજરાતના વિસ્તારોમાં થયો હતો.

આજથી 12 જુન સુધી વરસાદી માહોલની શકયતા: ગુજરાતના દક્ષિણ ભાગમાં આજથી જ વરસાદી માહોલ જામી શકે છે. આજથી 12 જૂન સુધી વરસાદ પાડવાની શક્યતા છે જેમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને ભરૂચમાં 11 અને 12 જૂને મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ વર્ષ એવા રહ્યાં છે કે જેમાં સિઝનના એવરેજ વરસાદ કરતાં વધુ વરસાદ વરસ્યો હતો. વર્ષ-૨૦૨૦માં ૧૩૬.૮૮ ટકા, વર્ષ-૨૦૧૯માં ૧૪૬.૧૭ ટકા અને વર્ષ-૨૦૧૭માં ૧૧૨.૧૮ ટકા વરસાદ વરસ્યો હતો. આ સિવાય ૨૦૧૮નું વર્ષ એવુ હતુ કે જેમાં સિઝનના એવરેજ વરસાદની સરખામણીએ માત્ર ૨૫.૫૦ ઈંચ એટલે કે, ૭૬.૭૩ ટકા જ વરસાદ વરસ્યો હતો.

બીજી બાજુ, દક્ષિણ ગુજરાતના કિનારે વાવાઝોડાના વેગે પવન ફૂંકાઈ શકે છે. આની અસરથી કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કર્નાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને કેરળમાં 11-13 જૂન વચ્ચે ભારે વરસાદની સંભાવનાઓ જણાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દેશભરમાં 8 જૂન સુધી 33.6 મિમી વરસાદ નોંધાયો છે, 1થી 8 જૂન સુધી નોંધાતા એવરેજ વરસાદ (28.3 મિમી)થી 18% (5.3 મિમી) વધુ છે.આ સિવાય વર્ષ-૨૦૧૬માં પણ ૯૧.૧૭ ટકા વરસાદ નોંધાયો હતો. માત્ર જુન મહિનાની વાત કરીએ તો, ગત વર્ષે જુન માસમાં ૪.૮૮ ઈંચ વરસાદ નોધાયો હતો. એ પહેલા ૨૦૧૯માં ૪.૩૪ ઈંચ, ૨૦૧૮માં ૨.૭૦ ઈંચ, ૨૦૧૭માં ૫.૦૫ ઈંચ અને ૨૦૧૬માં ૧.૪૭ ઈંચ વરસાદ વરસ્યો હતો.

જે મુજબ 9મી જૂનથી 13મી જૂન સુધી રાજ્યના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વીજળીના ચમકારા સાથે હળવાથી લઈને મધ્યમ સુધીનો વરસાદ પડી શકે છે. જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, બોટાદ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ થાય છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, સુરત તથા ભરુચમાં વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે.જોકે આ વખતે હવામાન નિષ્ણાંતો દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે કે, રાજ્યમાં ૧૦૬થી ૧૧૦ ટકા સુધી વરસાદ પડવાની શક્યતાઓ છે. બીજી તરફ આ વખતે હવામાન ખાતાની આગાહી કરતાં ગુજરાતમાં ચોમોસાએ ૬ દિવસ વહેલી એન્ટ્રી લીધી છે. જેથી સારો વરસાદ થવાના સંકેતો ગુજરાતને મળી રહ્યાં છે.

આ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન રાજ્યમાં 98થી 102 ટકા વરસાદ થવાની શક્યતા છે. હાલમાં વરસાદની ગેરહાજરીને કારણે અમદાવાદ સહિત રાજયમાં ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત થયાં છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, બુધવારે અમદાવાદમાં દિવસ દરમિયાન પવનો વચ્ચે ગરમી અને બફારાનું જોર યથાવત રહ્યું હતું. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા 1.7 ડિગ્રી વધીને 39.0 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતા 0.4 ડિગ્રી વધીને 28.4 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે શહેરમાં ગરમી અને બફારાથી લોકો પરેશાન થયા હતા.રાજ્યમાં ચોમાસાનો 6 દિવસ પૂર્વે પ્રવેશ થઈ ગયો છે. આજે સવારથી જ વલસાડમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. જોકે, આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. વલસાડ અને નવસારી સહિત દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. 3 દિવસ અન્ય વિસ્તારોમાં છુટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે. આગામી 5 દિવસ દરમ્યાન માછીમારો માટે ચેતવણી અપાઈ છે. 30 જૂન સુધીમાં સમગ્ર રાજયમાં ચોમાસુ સક્રિય થઈ શકે.

રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રવેશ થયો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ સુધી ચોમાસું આવી ચૂક્યું છે. ત્યારે વલસાડના અનેક તાલુકાઓમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ, આગામી 30 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે. દક્ષિણ પશ્ચિમ મોનસૂન આગળ વધી રહ્યું છે જે દક્ષિણ ગુજરાત સુધી પહોંચી જતા વલસાડ, નવસારી, ડાંગ ઉપરાંત દાદરા નગર હવેલી વિસ્તારમાં વરસાદ શરૂ થશે. તેની સાથે જ બંગાળની ખાડીમાં પણ લૉ-પ્રેશર સર્જાવાની શક્યતા છે તેની અસરના પગલે 14 જૂન પછી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની વધુ અસર જોવા મળશે. જ્યારે 20 જૂન પછી અમદાવાદ સહિત રાજ્યના અન્ય ભાગોમાં પ્રિમોનસૂન એક્ટિવિટી શરૂ થવાની સાથે વરસાદી માહોલ સર્જાશે અને જૂનના અંતિમ સપ્તાહ સુધીમાં રાજ્યમાં વિધિવત ચોમાસુ બેસે તેવી શક્યતા છે. તેની સાથે જ 12થી 15 જુલાઈ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ નોંધાયા બાદ સારો વરસાદ પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *