મોદી સરકારે એવું શું કીધું કે મનમોહન સિંહે આ કામ કરવું પડું હવે ભારત માં અર્થવ્યવસ્થાનીલઇ ને નય કરવી પડે ચિંતા

દેશમાં અનેક ભાગોમાં પેટ્રોલ 100 રુપિયા પ્રતિલીટર પાર પહોંચી ગયું છે. આ મોંઘવારી સામાન્ય ગ્રાહકોને ત્રાસ વર્તાવી રહી છે. મોદી સરકારનું કહેવું છે કે પૂર્વવર્તી સરકારે રાજનીતિ કરી હતી જેથી હાલની સરકારને ભોગવવી પડી રહી છે. પહેલા કાચું તેલ મોંઘુ થવા પર તેનો સંપૂર્ણ ભાર જનતા પર નહોંતો નાંખવામાં આવતો પરંતુ સબ્સિડીની વ્યવસ્થા હતી. આ સબ્સિડીની રકમના બદલામાં કંપનીઓને ઓઈલ બોન્ડ્સ જારી કરવામાં આવતા હતા. આ બ્રાન્ડસની પરિવક્વતા સમય 10થી 20 વર્ષ રહેતી હતી. આ બોન્ડ્સ પરિપક્વ થઈ રહ્યા છે અને તેની ચુકવણી હાલ કરવી પડી રહી છે. ભારતીય અર્થવ્યવસ્થામાટે ચિંતાજનક સમાચાર આવ્યાં છે.

બીજા ત્રિમાસિકમાં વિકાસ દર ઘટીને સાવ 4.5% પર પહોંચી ગયો છે. ઘટતા વિકાસ દર પર મહાન અર્થશાસ્ત્રી અને પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહે કહ્યું કે આપણી અર્થવ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક સ્થિતિમાં પહોંચી ગઈ છે. તેમણે કહ્યું કે આપણા સમાજની સ્થિતિ વધુ ચિંતાજનક છે. તેમણે કહ્યું કે આપણે આપણી અર્થવ્યવસ્થામાં વર્તમાન ભયને ખતમ કરવાનો રહેશે. એવો આત્મવિશ્વાસ પેદા કરવાની જરૂર છે કે આપણી અર્થવ્યવસ્થા 8%ની ઝડપથી વધશે. અર્થવ્યવસ્થાની સ્થિતિ આપણા સમાજની સ્થિતિનું પ્રતિબિંબ છે. હાલ સામાજિક ભરોસાના તાણા-વાણા તૂટી ગયા છે જેને તાકીદે જોડવાની જરૂર છે.

માણસ બોલે કે ન બોલે તેનું કામ હંમેશા બોલતું હોય છે. બેશક ક્યારેક મોડું થઈ જાય છે કારણ કે ગળામાંથી નીકળતા અવાજ કરતા કામમાંથી નીકળતા અવાજની ઝડપ ઓછી હોય છે. મનમોહન સિંહે ભારત દેશને જે આપ્યું છે તેની કદર તેમના શાસન કાળમાં નથી થઈ, પરંતુ હવે થઈ રહી છે. મનમોહન સિંહના ગવર્નર, નાણાં પ્રધાન અને વડા પ્રધાન તરીકેના કાર્યકાળમાં ભારત સોને કી ચીડિયા નથી બની ગયું. ઓક્ટોબરમાં રિટેલ ફુગાવો 16 મહિનાના ઉપરના સ્તર પર છે. બેરોજગારીમાં સતત વધારો, 2017-18માં 6.1% રહી. ઓક્ટોબરમાં સતત ત્રીજા મહિને નિકાસમાં ઘટાડો નોંધાયો છે. બેંકિંગ અને હાઉસિંગ ફાઈનાન્સ સેક્ટર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ઓટો, ટેલિકોમ, બેન્ક સહિત અનેક સેક્ટરોમાં છટણી થઈ રહી છે.

તેમના કાર્યકાળમાં થયું એ બધું સારું જ એવુંયે નથી, પણ તેમણે ભારતને ચમત્કારિક આર્થિક વળાંક આપ્યો એ વાત અર્થશાસ્ત્રને સમજનારા લોકો સારી પેઠે સમજે છે. તેઓ એ પણ સમજે છે કે કારમી મંદીના આ સમયમાં દેશને ડૉ.મનમોહન સિંહની સેવાઓની સખત જરૂર છે.નહેરુ અને ઇંદિરા પછી તેઓ સૌથી લાંબા સમય માટે વડા પ્રધાન રહ્યા. વડા પ્રધાન તરીકેના તેમના બંને કાર્યકાળની એકબીજા સાથે તુલના કરવામાં આવે તો પહેલો બહેતર હતો.

તેમના પ્રથમ કાર્યકાળમાં દેશને મનરેગા અને માહિતી અધિકાર જેવી યોજનાઓની ભેટ મળી. તેમની કમજોરી એ રહી કે તેમનો અવાજ ઠંડો છે અને તેઓ મોટા ભાગે અંગ્રેજીમાં ભાષણ કરે છે એટલે સોનિયા ગાંધીની જેમ તેઓ પણ ક્યારેય માસ સાથે કનેક્ટ ન થયા, પરંતુુ જેમ-જેમ વર્ષો વીતતા જાય છે તેમ-તેમ તેમના કામ અને પ્રદાનને સમજનારા લોકો વધતા જાય છે.

ભારતને બજાર આધારિત અર્થતંત્ર બનાવવાના સૌથી મોટા સમર્થક તેઓ રહ્યા છે. તેમ છતાં તેમની પ્રથમ સરકારની નીતિ બજારવાદ અને સમાજવાદનું મિશ્રણ રહી હતી. સરકારી કંપનીઓનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાની નીતિને કારણે વાજપેયી સરકારની છેલ્લા વર્ષોમાં ઘણી ટીકા થયેલી. લોકો એવું કહેવા માંડયા હતા કે ખાનગી કંપનીની જેમ સરકાર ચલાવવામાં આવી રહી છે.

આથી સંતુલન સાધવા મનમોહન સરકારે એક ચહેેરો માર્કેટ રીફોર્મ્સ અને બીજો કલ્યાણ યોજનાઓનો રાખેલો.આ વિશે મત-મતાંતર પણ છે કેટલાક લોકો એવું કહે છે કે સોનિયા ગાંધીના દબાણને વશ થઈને તેમણે મિશ્રિત નીતિઓ અપનાવી હતી. તો કેટલાક જાણતલો એવું વદે છે કે મનમોહનસિંહ સારી રીતે સમજતા હતા કે ભારતના આમ આદમીના ખીસા સુધી પૈસા નહીં પહોંચે ત્યાં સુધી બજાર આધારિત અર્થતંત્ર પાંગરી શકશે નહીં.

તેમની સરકારે અધિકાર આધારિત અભિગમ અપનાવ્યો હતો. માહિતી આધિકાર, રોજગાર ગેરેન્ટી, ખાદ્ય સુરક્ષા, ઉચિત વળતર, પુનઃવસનનો અધિકાર જેવા કાનૂન લાગુ કરવામાં આવ્યા. મોદી સરકારમાં વિમા આધારિત યોજનાઓની બહાર છે. આયુષ્માન ભારત, જીવન સુરક્ષા યોજના, જીવન જ્યોતિ યોજના, ફસલ વિમા યોજના. મોટા ભાગની યોજના અધિકારને બદલે વિમા આધારિત છે. મનમોહનસિંહની ઉજ્જવળ રાજકીય કારકિર્દીમાં કલંક રૂપ હોય તો તે યુપીએ-ટુ સરકારમાં ગાજેલા કૌભાંડો. આ કૌભાંડ વિશે તેમના મૌનને કારણે તેઓ વધારે વગોવાયા. મૌનમોહનસિંહ કહેવાયા.

તેઓ બોલતા હતા, પણ મહદંશે અંગ્રેજીમાં બોલતા અને તેમની પાસે વાક્છટા નહોતી એટલે તેમનું બોલવું પણ મૌનમાં જ ખપ્યું.મોહનને રોજગાર સંબંધિત આંકડાઓના પ્રકાશનમાં મોડું થતાં વિરોધ દર્શાવવા રાજીનામું આપ્યું હતું. તેમની સાથે જ કમિશનનાં જ સભ્ય જે. લક્ષ્મીએ પણ રાજીનામું આપ્યું હતું.મોહનનના રાજીનામાના ત્રણ દિવસ બાદ ‘બિઝનેશ સ્ટાન્ડર્ડ’ અખબારમાં રોજગારીના આંકડા લીક થઈ ગયા અને જાણવા મળ્યું કે બેરોજગારીનો દર વધીને 6.1 ટકા થઈ ગયો છે, જે છેલ્લાં 45 વર્ષોમાં સૌથી ઉચ્ચ સપાટી પર હતો.

મનમોહનસિંહની સરકાર ૧૦ જનપથથી ચાલતી હતી અથવા મનમોહન સિંહ બોલતા નથી તેવા આક્ષેપોથી આગળ નીકળીને જોઈએ તો તેઓ સતત કોઈને કોઈ નીતિગત પગલાં લેતા જોવા મળ્યા છે. તેમની સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ ૨૦૦૮ની વૈશ્વિક મંદી ટપાડી દેવી ગણાય. ૨૦૦૮ની મંદી ૧૯૨૯ની ગ્રેટ ડીપ્રેશન પછી સૌથી મોટી હતી. આજની વૈશ્વિક મંદી તેની તુલનાએ ઘણી નાની છે. હા, આ મંદીએ મનમોહનસિંહની સરકારમાંથી ગેરહાજરીની યાદ અપાવી દીધી એ દૃષ્ટિએ ખરેખર મોટી કહેવાય. ગત ત્રિમાસિક જીડીપી વૃદ્ધિ દર ૫.૮ ટકા હતો અને આ વખતે પાંચ ટકા છે.

આ અવસર પર મનમોહનસિંહે કહ્યું, ભારતમાં મંદી વૈશ્વિક મંદીને કારણે નહીં સરકારની આર્થિક ગેરવ્યવસ્થાને કારણે છે. તેઓ એવું બોલી ગયા છે કે વર્તમાન સરકારમાં બેઠેલા નેતાઓ તેમને મૌનમોહનસિંહ કહી શકે તેમ નથી. વર્તમાન સરકારને મંદી દૂર કરવા માટે તેમણે પાંચ સલાહ આપી તેમાંની પાંચમી સલાહ અદ્ભુત છે. તેમણે કહ્યું, ચીન-અમેરિકા વચ્ચે ટ્રેડ વૉરને કારણે ઊભી થતી નિકાસની સંભાવનાઓને ઓળખવી પડશે અને તેનો લાભ ઉઠાવવો પડશે.

તેમણે કહ્યું કે વર્ષ 2011-12થી વર્ષ 2016-17 દરમિયાન ભારતના જીડીપીનો વાસ્તવિક વૃદ્ધિદર 4.5 ટકા હતો. જોકે, અધિકૃત રીતે તેને સાત ટકા દર્શાવાયો.અરવિંદ સુબ્રમણ્યમના આ નિવેદનને આંતરરાષ્ટ્રીય મીડિયામાં ભારે મહત્ત્વ અપાયું હતું અને કહેવાયું હતું કે સરકાર આંકડા સાથે ચેડા કરે છે.આ પહેલાં આ જ વર્ષે 28 જાન્યુઆરીએ પી. સી. મોહનને નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશન એટલે કે એન. એસ. સી. ના કાર્યકારી અધ્યક્ષના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.ગિલા ભી તુજસે બહુત હૈ, મગર મોહબ્બત ભી. વો બાત અપની જગહ હૈ, યે બાત અપની જગહ. સીડબલ્યુજી અને કોલગેટ શરમજનક છે એની ના નથી જ. તોય મનમોહનસિંહે કરેલા પાંચ કામ ઈતિહાસ હંમેશા યાદ રાખશે.

1) ૧૯૯૧ના આર્થિક સુધારાઃ ૧૯૯૦માં ભારતની અર્થવ્યવસ્થા ખાડે ગઈ હતી. ખાડી યુદ્ધને લીધે પેટ્રોલિયમના ભાવ વાદળ આંબવા લાગતા ભારત પાસે વિદેશિ હુંડિયામણ ખતમ થઈ ગયું હતું. આર્થિક કટોકટીના સમયમાં નવનિયુક્ત વડા પ્રધાન પી. વી. નરસિંહરાવે મનમોહનસિંહને નાણાં પ્રધાન બનાવ્ય. મનમોહનને જ્યારે ફોન આવ્યો ત્યારે તેઓ ઊંઘતા હતા અને જાગ્યા પછી તેમને લાગ્યું કે કોઈ તેમની સાથે મજાક કરી રહ્યું છે.નરસિંહ રાવે તેમને સ્પષ્ટ કહ્યું હતું કે જો તમારા આર્થિક સુધારા સફળ નીવડશે તો સરકારને યશ મળશે. જો નિષ્ફળ નીવડશે તો તેના માટે માત્ર તમે જવાબદાર હશો. આઇએમએફ આર્થિક સુધારાને ઝીણવટપૂર્વક નિહાળી રહ્યું હતું. જ્યારે ભારતે સોનું ગીરવે મૂક્યું ત્યારે જનતાને લાગતું હતું કે આ નેતાઓ દેશ વેચી નાખશે. સદ્ભાગ્યે તેમના સુધારા અકલ્પનીય સફળ નીવડયા.

2) આરટીઆઈ એક્ટ ૨૦૦૫ઃ બે એવા એક્ટ છે જે ભારતના નાગરિકોના હાથ મજબૂત કરે છે. ૧. કન્ઝ્યુમર એક્ટ અને ૨. આરટીઆઈ. જેના માટે અણ્ણા હઝારે, અરવિંદ કેજરીવાલ લાંબા સમયથી લડત ચલાવી રહ્યા હતા તે રાઇટ ટૂ ઇન્ફોર્મેશન એક્ટ મનમોહન સરકારે પાસ કર્યો. અત્યાર સુધી સરકારી બાબુઓ કોન્ફીડેન્શિયલ કહીને ઘણી માહિતી છુપાવતા હતા અને તેના લીધે તેમનો ભ્રષ્ટાચાર ઢંકાઈ જતો હતો.આરટીઆઈને કારણે તે ખુલ્લો પડવા લાગ્યો. એ વાત અલગ છે કે આ એક્ટનો ઉપયોગ બ્લેક મેઇલિંગ માટે પણ એટલો જ થયો. એ વાત અલગ છે કે આ જ એક્ટના ઉપયોગથી મનમોહન સરકારના કૌભાંડો બહાર લવાયા. એ વાત પણ અલગ છે કે આ એક્ટ અત્યારે નબળો પાડી દેવાયો છે. પારદર્શકતા વધારવાનો જે ઉદ્દેશ હતો તેના પર પાણી ફરી વળ્યું છે.

૩) મનરેગા ૨૦૦૬ઃ ૨૦૦૪માં મનમોહનસિંહ વડા પ્રધાન બન્યા તે ભારતના સર્વધર્મ સમભાવના ઈતિહાસની બહુ મોટી ઘટના હતી એક ઇટાલિયન મૂળની મહિલાના કહેવાથી એક મુસ્લિમ રાષ્ટ્રપતિએ એક શીખ નેતા પાસે વડા પ્રધાન પદના શપથ લેવડાવ્યા હતા. મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટી એક્ટ ,૨૦૦૫ (મનરેગા).આ યોજના અંતર્ગત દરેક બેરોજગારને તેના જ ગામમાં ૧૦૦ દિવસનું કામ આપવાનું વચન હતું. કામ ન મળવા પર બેકારી ભથ્થુ. કામ ન આપનારા અધિકારી સામે પગલાંની પણ જોગવાઈ કરાઈ હતી. વર્તમાન સરકારે આ યોજનાને મનમોહન સરકારની સૌથી મોટી નિષ્ફળતા ગણાવી હતી. આ તે કેવી નિષ્ફળતા છે કે વર્તમાન સરકારે પણ યોજના ચાલુ રાખવી પડી છે! તેને હટાવી શકી નથી.

4]સિવિલ ન્યુક્લિઅર ડીલ ૨૦૦૮ઃ મનમોહન સરકારની આ બહુ મોટી ઉપલબ્ધિ હતી. કેટલીક સમસ્યાઓ વિકાસજન્ય હોય છે. જેમ કે ટ્રાફિકની સમસ્યા, જેમ કે વીજળીની ખેંચ. જેમ વિકાસ થાય તેમ વાહનો વધે. જેમ વિકાસ થાય તેમ વીજળીની જરૂરિયાત વધે. દુર્ગમ સ્થળો પર વીજળી પહોંચાડવા માટેનો સૌથી સુગમ રસ્તો છે અણુ વિદ્યુત મથક. આ માટે મનમોહન સરકારે ૨૦૦૮માં અમેરિકા સાથે સિવિલ ન્યુક્લિઅર ડીલ કરી તે સંસદમાં મંજૂર પણ કરાવી. કોમ્યુનિસ્ટ પાર્ટીએ સરકારે આપેલો ટેકો પાછો ખેંચી લીધો હતો, પણ તત્કાલીન સરકાર અડગ રહી.

૫) ફુડ સિક્યોરિટી બિલ ૨૦૧૩ઃ સ્વતંત્રતાના થોડા સમય પહેલા બંગાળમાં દૂષ્કાળ પ ડયો. ૩૦ લાખ લોકો ભૂખથી મૃત્યુ પામ્યા. તે પછી ભારત આઝાદ થયું. હરિત ક્રાંતિ થઈ. તો પણ ભૂખમરો સમાપ્ત ન થયો. દરેક નાગરિકને પૂરતો ખોરાક મળી રહે તે માટે ફૂડ સિક્યોરિટી બિલ લાવવામાં આવ્યું. કેટલાક અંશે આ યોજના સાકાર થઈ, પણ પૂર્ણપણે નહીં. તેમ છતાં તે વિદેશોમાં વખણાઈ અને અન્ય દેશોમાં પણ લાગુ પડી.કોઈ પણ સરકાર સારા કામો પણ કરતી હોય છે અને ભૂલો પણ કરતી હોય છે ત્યારે એટલું જરૂર કહી શકાય કે ઈતિહાસ મારી સાથે નરમાશ દાખવશે, એવો મનમોહન સિંહનો આશાવાદ ખોટો નહીં પુરવાર થાય.

અત્રે જણાવવાનું કે તાજા જીડીપી આંકડા મુજબ આજે જાહેર થયેલો જીડીપીનો આંકડો 4.5% જાહેર કરાયો છે જે છેલ્લા 6 વર્ષમાં સૌથી નીચેના સ્તર પર છે. પહેલા ત્રિમાસિકમાં વિકાસ દર 5% રહ્યો હતો. બીજા ત્રિમાસિકમાં માઈનિંગ ગ્રોથ 0.1%, કન્સ્ટ્રક્શન ગ્રોથ 8.5%થી ઘટીને 3.3%, મેન્યુફેક્ચરીંગ ગ્રોથ 6.9%થી ઘટીને 1%, સર્વિસ સેક્ટર ગ્રોથ 7.3%થી ઘટીને 6.8%, ઈન્ડસ્ટ્રી ગ્રોથ 6.7%થી ઘટીને 0.5% રહ્યો. ઉલ્લેખનીય છે કે પૂર્વમાં તેલની કિંમત 145 ડોલર પ્રતિ બેરલ થઈ હતી તેમ છતાં તેને બોઝ સામાન્ય જનતા પર નહોંતો નાંખ્યો અને નુકસાનની ભરપાઈ માટે કંપનીને બોન્ડ્સ જારી કર્યા હતા.

જેમાં એક નિશ્ચિત અવધિ બાદ વ્યાજ સહિત રાશિ ચૂકવવાનો વાયદો હતો. પૂર્વમાં તેલ કંપનીઓને રોજના પેટ્રોલિયમ ઉત્પાદનોની રિટેલની કિંમતને વધારવાનો અધિકાર નહોંતો. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચુ તેલ મોંઘુ થવા પર સરકારી તેલ કંપનીઓની કિંમતમાં વૃદ્ધિ માટે કેન્દ્ર સરકાર પાસે પરવાનગી લેવાની રહેતી હતી. ભાવ વધારા માટે કેબિનેટ અને ગઠબંધન દળોની બેઠક બોલાવતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *