ગીરમાં બે સાવજ વચ્ચે દિલધડક ફાઈટ આવી લડાઈ ક્યારેય નિહાળી હશે નહીં જોવો વિડિઓ..

હવે વાત કરીએ જંગલના રાજા સિંહની, સિંહ વિશે આપણને બધાને ખૂબ જ જિજ્ઞાસા રહેતી હોય છે, જંગલમાં વસતા માલધારીઓના મુખે સિંહના વર્ણનો સાંભળીને આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ, ગીર જંગલ વિસ્તાર નજીકના ગામડાઓની શેરીઓમાં સિંહની લટારના દ્રશ્યો આટલા દૂરથી આપણામા પણ ભય પેદા કરતો હોય છે, આવા કેસરી સિંહને નજીકથી જોવા એ એક લહાવો છે, પરંતુ બે સિંહ વચ્ચેની ફાઈટ અને એ પણ ખૂબ નજીકથી જોવી એ ક્યારેય ન વિસરાય તેવો અનુભવ હોય છે, જોઈએ બે વનરાજની ફાઈટનો એક દુર્લભ વાયરલ વીડિયો.ગીર જંગલની મુલાકાત કરનાર પ્રવાસીઓએ બે સિંહની લડાઈ માણી હતી. અંદાજે બે ત્રણ મહિના પહેલાનો આ વીડિયો હોવાનું કહેવાય છે, જે હાલ વાયરલ થયો છે. જંગલમાં બે સિંહો વચ્ચે વર્ચસ્વ જમાવવા થતી ઈનફાઈટ જોવાનો લ્હાવો ભાગ્યે જ મળે છે. આશરે ત્રણેક મહિના અગાઉ ગીર જંગલની મુલાકાત કરતાં પ્રવાસીઓને આ લ્હાવો મળ્યો હતો.

ગીરનુ જંગલ પ્રવાસીઓ માટે ફરી ખુલ્લુ મૂકાતા મોટી સંખ્યામા લોકો જંગલની મુલાકાતે આવી રહ્યાં છે. આવામાં પ્રવાસીઓને જંગલનો અનોખો નજારો જોવા મળતો હોય છે. ક્યારેક એવા દ્રશ્યો પણ જોવા મળી જાય છે, જે દુર્ભલ હોય. ત્યારે ગીરના બે સિંહોની લડાઈ પ્રવાસીઓએ પોતાની નજરે જોઈ હતી. અનેક પ્રવાસીઓએ આ તક ઝડપીને તેનો વીડિયો પણ બનાવ્યો છે. મીડિયામાં ગીરના જંગલનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો બે સાવજની લડાઈનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, પર્યટકો જીપ્સીમાં બેસી સિંહ દર્શન કરી રહ્યા છે. આ દરમિયાન બે સિંહ આમનેસામને આવી જાય છે અને પ્રવાસીઓની નજર સામે જ બન્ને સિંહ વચ્ચે દિલધડક ફાઈટ થાય છે.

આ દૃશ્યો જોઈને પર્યટકોના શ્વાસ અદ્ધર થઈ જાય છે. જો કે, થોડી વારમાં જ બન્ને સાવજ છૂટા પડી જાય છે અને ચાલતા થઈ જાય છે. મહત્ત્વનું છે કે, આ ઘટના ત્રણ મહિના પહેલા છે અને ગીર જંગલમાં ટ્રેકર તરીકે ફરજ બજાવતાં સોહિલ મકવાણાએ આ દિલધડક વીડિયો બનાવ્યો છે. કોઈ પ્રવાસીના કેમેરામાં સોહિલે આ ઘટનાને કેદ કરી લીધી હતી.ગીર જંગલની ડેડકડી રેન્જના જંગલ રૂટ 6 અને 2 પર બે સિંહ વચ્ચે ઈનફાઈટ ચાલી રહી હતી, એ સમયે પ્રવાસીઓ જીપ્સીમાં ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે વન કર્મચારી સોહિલ મકવાણાએ આ દ્રશ્યો કેમેરામાં કંડારી સોશ્યલ મીડિયામાં અપલોડ કર્યો હતો. ત્યારે હાલ આ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *