આજથી ગુજરાતમાં રોજ અઢી લાખ 18+ વેક્સિન અપાશે PM મોદીએ અધિકારીઓને આપ્યા આદેશ CM વિજયરૂપાણી નું ત્રીજા વેવ વિશે મોટું નિવેદન - Aapni Vato

આજથી ગુજરાતમાં રોજ અઢી લાખ 18+ વેક્સિન અપાશે PM મોદીએ અધિકારીઓને આપ્યા આદેશ CM વિજયરૂપાણી નું ત્રીજા વેવ વિશે મોટું નિવેદન

ટોક્યો ઓલમ્પિકને 50 દિવસની વાર છે ત્યારે પીએમ મોદીએ તૈયારીઓની સમીક્ષા કરવાની સાથે અધિકારીઓને આદેશ આપ્યા છે કે ટોક્યો ઓલમ્પિક માટે જનારા દરેક એથલીટને પહેલા વેક્સિન આપવામાં આવે. રાજ્યના સીએમ વિજય રૂપાણીએ કોર કમિટીમાં વેક્સિનેશનની પ્રક્રિયા તેજ કરવાનો નિર્ણય લઈ ગુરુવારે જાહેર કર્યું છે કે શુક્રવારથી રાજ્યભરના તમામ જિલ્લાઓમાં 18થી 44 વયજૂથના સવા બે લાખ યુવાઓને રોજ કોરોનાની રસી આપવામાં આવશે, જ્યારે 45થી વધુ વયના 75 હજાર લોકોને રસી અપાશે, આમ દરરોજ 3 લાખ લોકોને વિનામૂલ્યે રસી આપવામાં આવશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, રાજ્યના 18થી 44 વયજૂથને મફત રસી આપવાનો ખર્ચ રાજ્ય સરકાર ઉપાડી રહી છે. જેમાં અત્યાર સુધી 10 શહેરોમાં રસી અપાતી હતી. પરંતુ વેક્સિનેશન ઝડપી બનાવવાના ભાગરૂપે રાજ્ય સરકારે 3 કરોડ ડોઝ વેક્સિન ખરીદવાનો ઓર્ડર આપેલો છે. તેથી ચોથી જૂનના શુક્રવારથી જ માત્ર 10 શહેરો નહીં, પણ રાજ્યભરમાં તમામ જિલ્લાઓમાં રસીકરણ શરૂ થશે. તાલુકા જિલ્લા સ્તરે મળીને રાજ્યમાં કુલ 1200 વેક્સિનેશન સેન્ટર ઉભાં કરાયા છે. રસી લેવા માટે યુવાઓએ ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે અને રજિસ્ટર્ડ થયેલાઓને રસી આપવા માટે SMSથી જાણ કરાશે.પીએમ મોદીએ મહામારીની વચ્ચે એથલીટને માટે ખાસ તૈયારીઓ શરૂ કરી છે. આંતરરાષ્ટ્રિય ઈવેન્ટમાં ભાગ લેવા, એથલીટના વેક્સિનેશન અને તેને મળતી સહાયતાની દિશામાં પગલાં લેવામાં આવી રહ્યા છે. પીએમ મોદીએ અધિકારીઓને આદેશ આપ્યા છે કે ટોક્યો ઓલમ્પિક માટે યાત્રા કરનારા દરેક યોગ્ય કે સંભાવિત એથલીટ, સહયોગી સ્ટાફ અને અધિકારીઓને પહેલા વેક્સિન આપવામાં આવે.

CMએ ત્રીજા વેવની શક્યતા મુદ્દે સમીક્ષા કરી: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુરુવારે વીડિયો કોન્ફરન્સ મારફતે પાંચ મહાનગરોના કમિશનરો તથા વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી કોરોનાના ત્રીજા વેવની શક્યતા સામે સજ્જતા અંગે સમીક્ષા કરી હતી અને જણાવ્યું હતું કે, કોરોના કેસો ઘટી રહ્યા છે ત્યારે આપણે સહેજપણ નિશ્ચિત રહેવાનું નથી, સાવધાન અને સજાગ રહેવાનું છે.અધિકારીઓનું કહેવું છે કે ઓલમ્પિકમાં ભાગ લેનારા એથલીટને પ્રેરિત કરવા અને તેમનું મનોબળ વધારવા માટે વિશેષ ધ્યાન અપાયું છે. આ માટે પ્રતિયોગિતા સમયે માતા પિતા અને પરિવારની સાથે ભારતમાં નિયમિત વીડિયો કોન્ફરન્સિંગનું આયોજન કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *