અંબાલાલ પટેલ ની આગાહી ગુજરાત માં આ જિલ્લા માં બુધ ,ગુરુ અને શુક્વારે ભારે માં ભારે વરસાદ ની આગાહી સૌરાષ્ટ્ર માં આ વિસ્તારોમાં ભારે વરસાદ ની આગાહી

સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરથી અમદાવાદ સહિત રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી લઇને ભારેથી હળવો વરસાદ પડ્યો હતો. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે. હાલ અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના એસ.જી હાઈવે, વેજલપુર, બોડકદેવ, વસ્ત્રાપુર, ગોતા, સોલા, સાયન્સ સીટી, પાલડી, આશ્રમ રોડ, નવરંગપુરા, મીઠાખળી અને ઉસ્માનપુરામાં વરસાદ શરૂ થયો છે. એટલું જ નહીં, અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.રાજ્યમાં હાલ ચોમાસું બેસી ગયું છે અને ઠેર ઠેર મેઘરાજીએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગરમીથી કંટાળેલા લોકો છેલ્લા કેટલાય સમયથી વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ હવે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે થોડાક દિવસોમાં હવે વરસાદનું જોર ઘટવાનું છે.

ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદ સામાન્ય રહેશે. જેમા ખાસ કરીને છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. અત્યાર સુધી રાજ્યમાં 76 મીમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આ મામલે માછિમારોને પણ સૂચના આપી દેવામાં આવી છે. જેથી માછીમારો પણ સચેત થઈ ગયા છે.અમદાવાદમાં વહેલી સવારથી વાદ‌ળિયું વાતાવરણ સર્જાયા બાદ બપોરના 12.30 કલાકની આસપાસ જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું, ત્યાર બાદ દિવસ દરમિયાન ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. રાજ્યના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે ઝાપટાંથી લઇને હળવો વરસાદ પડ્યો હતો.

5 દિવસ સામાન્ય વરસાદ રહેશે : અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લાં એક અઠવાડિયાથી અમદાવાદી માહોલ સર્જાયો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી હળવો વરસાદ થયો છે. જોકે, હજુ આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે હાલ અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં સામાન્ય વરસાદ રહી શકે છે. ગરમીના કારણે છેલ્લા ઘણા સમયથી લોકો કંટાળી ગયા હતા. પરંતુ હાલ વરસાદ પડવાને કારણે લોકોએ હાશકારો અનુભવ્યો છે. ખાસ કરીને અમદાવાદ જેવા શહેરમાં પણ છેલ્લા 4 દિવસથી વાદળછાયું વાતાવરણ છે અને અહિયા છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે.

જેમાં પ્રથમ દિવસે અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બુધવારથી 4 દિવસ રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવો વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તાર તેમજ કચ્છ પંથકમાં પણ હળવો વરસાદ પડવાની શક્યતાઓ છે. છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ પડશે : હવામાના વિભાગે જે આગાહી કરી છે તે આગાહી અનુસાર આગામી 5 દિવસ સુધી પણ અમદાવાદ, ગાંધીનગર તેમજ વડોદરા જેવા શહેરોમાં વરસાદ પડી શકે છે. જોકે આ વરસાદ છૂટા છવાયા વિસ્તારોમાં પડશે.

જગતના તાતમાં ખુશીનો માહોલ : હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, મંગળવારે અમદાવાદ સહિત ગુજરાત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. બીજા દિવસથી અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, ડાંગ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર તેમજ કચ્છ પંથકમાં હળવો વરસાદ પડવાના હવામાન વિભાગ દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે.બીજી તરફ વરસાદ પડવાને કારણે જગતનો તાત પણ ઘણો ખુશ છે. આ વખતે સમય કરતા થોડાક દિવસ વહેલા મેઘરાજાએ આગમન કર્યું છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયેલો છે. તેના પાછળનું કારણ એ છે કે આ વર્ષે તાઉ તે ના કારણે ખેડૂતોને પહેલાથી ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેથી તે વરસાદ પ્રત્યે ઘણી આશા રાખીને બેઠા છે.

ગુજરાત માં આજે અત્રે નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં 125 તાલુકામાં સામાન્યથી ભારે વરસાદ વરસ્યો હતો, જેમા સૌથી વધુ 3.4 ઈંચ વરસાદ સુરતના ઉમરપાડા તાલુકામાં નોંધાયો છે. ત્યાર બાદ ભરૂચ, ભાવનગર, મહીસાગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના જિલ્લામાં 1થી 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. આજે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના માછીમારોને 24 જૂન સુધી દરિયો નહીં ખેડવા માટે ચેતવણી આપી છે. એ ઉપરાંત દરિયાઈ વિસ્તારના માછીમારોને પણ 60 કિમી સુધીનો પવન ફૂંકાવાની આગાહી હોવાથી દરિયામાં નહીં જવા માટે સૂચના આપવામાં આવી છે. માંડવી, દીવ, ઓખા અને જખઉના દરિયામાં ભારે પવનને કારણે 3થી 4 મીટર ઊંચાં મોજાં ઊછળી શકે છે.

રાજ્યમાં સતત બીજા વર્ષે ચોમાસું સારું જવાના અણસાર હોય એમ એની શરૂઆતમાં જ સારો વરસાદ પડી રહ્યો છે. શુક્રવારે સવારે 8 વાગ્યાની સ્થિતિએ રાજ્યમાં અત્યારસુધીનો સરેરાશ 32.83 એમએમ વરસાદ પડ્યો છે, જે સરેરાશ 3.91 ટકા જેટલો થવા જાય છે. એકમાત્ર કચ્છ ઝોનમાં સામાન્ય વરસાદને બાદ કરતાં ઉત્તર ગુજરાત ઝોનમાં સરેરાશ 3.40 ટકા, મધ્યપૂર્વ ઝોનમાં 3.96 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 3.01 ટકા, જ્યારે દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 4.86 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *