ગુજરાતમાં દ્વારકા મંદિરે ધજા ચડાવવા જતાં ભક્તો માટે મોટા સમાચાર સામે આવા છે , ટ્રસ્ટે લીધો મોટો મહત્વનો નિર્ણય

વિશ્વભરમાં કોરોનાકાળ ચાલી રહ્યો છે અને ગુજરાતની તીર્થસ્થાનોમાં ભક્તોના પ્રવેશ પર પાબંધી લાદવામાં આવી છે. જો કે, ભક્તોની આસ્થાને ઠેસ ન પહોંચે તે માટે ઓનલાઈન દર્શનની ખાસ વ્યવસ્થા જે-તે મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી આવી છે.

ત્યારે દ્વારકા તીર્થસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે મહત્વનો નિર્ણય લીધો છે.મળતી જાણકારી પ્રમાણે, દ્વારકા મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ધ્વજા ચડાવવા આવતા લોકોને મંદિરમાં પ્રવેશ આપવાની છૂટ આપવામાં આવી છે. હવે દ્વારકા મંદિર ખાતે ધ્વજા ચડાવવા આવતા લોકોને 25ની મર્યાદામાં મંદિરમાં પ્રવેશની છૂટ આપવાનો નિર્ણય દ્વારકા મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે.

દ્વારકાના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે, એક દિવસમાં તમામ એટલે કે 5 ધજા ચઢાવવાનો અવસર કોઈ એક પરિવારને મળ્યો હતો. ત્યારે એકસાથે પાંચ ધજા ચઢાવીને જોશી પરિવાર ગદગદ થઈ ગયો હતો અને દ્વારકાના ઇતિહાસમાં પણ સ્થાન પામ્યા હતા.

પહેલા 10 લોકોને જ અપાતો હતો પ્રવેશ : ઉલ્લેખનીય છે કે ભક્તો દૂર દૂરથી દ્વારકા મંદિર ખાતે ધ્વજા ચડાવવા આવતા હોય છે ત્યારે મંદિર ટ્રસ્ટના આ નિર્ણયને ભક્તજનો વધાવી રહ્યા છે. આ પહેલા મંદિરમાં ભક્તોને 10ની મર્યાદામાં પ્રવેશની છૂટ આપવામાં આવતી હતી.

એક જ દિવસમાં તમામ પાંચ ધજા કોઈ એક જ પરિવારે ચઢાવી હોય તેવુ દ્વારકા મંદિરના ઈતિહાસમાં પહેલીવાર બન્યું છે. દ્વારકામાં દરરોજ ચાર ધજા બુકિંગની અને એક તત્કાળ ધજા ચઢાવવામાં આવે છે. ત્યારે આ તમામ ધજા ચઢાવવાની તક કચ્છના જોશી ઘનશ્યામ જોશી પરિવારને મળી હતી. મોરારીબાપુના ભક્ત એવા આ પરિવારે તમામ ધજા ચઢાવીને પોતાનો સંકલ્પ પૂરો કર્યો છે.

આ અવસરને ઉજવવા માટે પરિવાર દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. વાજતે-ગાજતે મંદિરમાં ધજાઓ લઈ જવામાં આવી હતી. આ પ્રસંગે જાણીતા લોક કલાકાર માયાભાઈ ગઢવી પણ હાજર રહી શોભાયાત્રામાં ઝૂમ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *