ગુજરાતમાં રાત્રી કર્ફ્યૂ પર મોટા ફેરફાર 36 શહેરોમાં સમય માં ફેરફાર કરવા માં આવો અને પ્રતિબંધોમાં મળી શકે છે આ છૂટછાટ

રાત્રિ કર્ફ્યૂના સમયમાં થઈ શકે ફેરફાર થયો : સૂત્રો એક દિવસ પહેલા ગુજરાતમાં રાત્રિ કરફ્યૂમાં સમય ઘટાડાની જાહેરાત કરાઈ હતી. જેનો અમલ આજે 28 મેના રોજ રાતથી શરૂ થશે. ગુજરાતના 36 શહેરોમાં આજ રાતથી કરફ્યૂનો સમય રાત્રે 10 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધીનો રહેશે. અગાઉ કરફ્યૂનો સમય 8 થી 6 સુધીનો હતો, જે બદલીને હવે 10 થી 6 નો કરાયો છે. દ્વારા પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, રાજ્યમાં 36 શહેરમાં નિયંત્રણમાં રાજ્ય સરકાર વધુ છૂટછાટ આપી શકે છે. તો રાત્રિ કર્ફ્યૂના સમય પણ ઘટાડીને રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવી શકે છે. ધંધા-રોજગાર માટે પણ લેવાઈ શકે છે નિર્ણય

એક દિવસ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતાએ કેબિનેટ બેઠક મળી હતી. જેમાં રાત્રિ કરફ્યૂમાં મુક્તિ અંગે નિર્ણયો લેવામાં આવ્યો હતો. ગુજરાતના 36 શહેરોમાં રાતના9વાગ્યા સુધી કર્ફ્યુ હતો, તેનો સમય ઘટાડીને 10 વાગ્યાનો કરવામાં આવ્યો છે. હવે રાત્રે 10 વાગ્યે કરફ્યૂ શરૂ થશે. રાત્રિ કર્ફ્યુમાં એક કલાકની છૂટછાટ આપવામાં આવી છે. જેનો અમલ 28 મેના રોજથી કરવામાં આવશે. જોકે, સાથે જ સરકારે કહ્યું કે, વેપારીઓને કોઈ છૂટછાટ હાલ નથી અપાઈ. તેમનો સમય રાબેતા મુજબનો જ રહેશે.આ સાથે જ ધંધા-રોજગાર મામલે પણ સરકાર મહત્વનો નિર્ણય લઈ શકે છે. જેમાં બપોરે 3 વાગ્યાના સ્થાને 6 વાગ્યા સુધીની છૂટછાટ આપવામાં આવી શકે છે. આમ નજીકના ભવિષ્યમાં આ અંગે સરકાર મહત્વની જાહેરાત કરી શકે છે.

શું છે હાલની સ્થિતિ જાણો : ગુજરાતભરમાં આવતીકાલથી આંશિક લોકડાઉનમાં સવારે 9થી બપોરના 3 વાગ્યા સુધી લારી-ગલ્લા અને દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપી છે.તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ સવારના 09:00 કલાકથી બપોરના 03:00 કલાક સુધી ખુલ્લા રાખી શકાશે.

અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ 20 (વીસ) વ્યક્તિઓની મંજુરી રહેશે.સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક,સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેકશન સેવાઓ, બેંકોનું ક્લિયરિંગ હાઉસ,એ.ટી.એમ/ સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ,સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50% સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહી.તમામ પ્રકારના રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ રહેશે.પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં પ્રેક્ષકો વગર રમતગમત ચાલુ રાખી શકાશે.તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા/વિધિ ધાર્મિક સ્થાનોના સંચાલકો/પૂજારીશ્રીઓ દ્વારા જ કરવાની રહેશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ 50% પેસેન્‍જર કેપેસીટીમાં ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *