ગુજરાતઆ શિક્ષણ વિભાગના નિર્ણય બાદ વિદ્યાર્થીઓ મુંજવણમાં મુકાયા, આ તારીખથી વિદ્યાર્થીઓનું નવું સત્ર થશે શરૂ જાણો શું.

ગુજરાતમાં વિદ્યાર્થીઓના ઓનલાઈન ક્લાસને લઈ શિક્ષણ વિભાગે મોટી જાહેરાત કરી છે. જેમાં આગામી 7 જૂનથી નવા સત્રની શરૂઆત થશે. આ સાથે ધોરણ-3થી ધો.12ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ ક્લાસની પણ જાહેરાત કરી છે. શિક્ષણ વિભાગે જણાવ્યું કે, કોરોનાની સ્થિતિના કારણે કોઈ વિદ્યાર્થીને શાળાએ બોલાવી શકાશે નહીં. નવા સત્રમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉ.માધ્યમિક ત્રણેય શાળાઓમાં આ સૂચનાનું પાલન કરવાનું રહેશે. અને આગળની સૂચના સુધી ઓનલાઈન ક્લાસીસ દ્વારા જ શિક્ષણ આપવામાં આવશે.ગુજરાતની તમામ પ્રાથમિક અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો 7મી જૂનથી પ્રારંભ થઇ જશે, નવા શૈક્ષણિક સત્રના આજે શનિવાર પ્રસિદ્ધ થયેલા ઠરાવમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે શાળામાં શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફની હાજરી 100 ટકા ફરજીયાત કરવામાં આવશે. વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય જ્યાં સુધી નવી ચૂસના ના આવે ત્યાં સુધી ઓનલાઇન ચાલશે. પરંતુ સરકાર તરફથી અપાતા પાઠ્યપુસ્તકો 18મી જૂન સુધીમાં વિદ્યાર્થીઓને મળી જાય તેવી વ્યવસ્થા કરવાની પણ આ ઠરાવમાં તાકીદ કરાઇ છે. આ સાથે ધોરણ-1થી 9માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પ્રક્રિયા પણ શરૂ થશે.

પાઠ્યપુસ્તકો વિતરણ કરવા માટે વિદ્યાર્થીઓને એકત્ર કરવા નહીં, તેના માટે વિદ્યાર્થીઓને ઘરેબેઠા પુસ્તકો મળી જાય તેવી વ્યવસ્થા શાળાઓએ કરવાની રહેશે. ધોરણ-3 થી 5 માટેની સાહિત્ય સામગ્રી શિક્ષા અભિયાન દ્વારા ધોરણ-6 થી 8 માટેનું સાહિત્ય GCERT દ્વારા અને ધોરણ-10 થી 12નું સાહિત્ય ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સ્કૂલોમાં પહોંચાડવાનું રહેશે. ધોરણ 10ના પરિણામને લઇને મહત્વના સમાચાર જાહેર થયા હતા. ધોરણ-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન કઈ રીતે આપવું અને તેની પદ્ધતિ માટે શિક્ષણ વિભાગ દ્વારા એક કમિટીની જાહેરાત કરાઈ હતી. આ કમિટી દ્વારા ધોરણ-10ના વિદ્યાર્થીને માર્ક્સ આપવાની પદ્ધતિ જાહેર કરાઈ છે. આ પદ્ધતિ મુજબ ધોરણ 10ના વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવશે.

કોરોનાની હયાત પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કોઇપણ વિદ્યાર્થીએ શાળામાં આવવાનું રહેશે નહીં અને વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવાના રહેશે નહીં. તમામ વિદ્યાર્થીઓ ઘરેબેઠા અભ્યાસ કરી શકે તે માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરવાની રહેશે. રાજ્યની તમામ શાળાઓમાં ચાલુ વર્ષે ગત 3 મે 2021થી લઇ 6 જૂન 2021 દરમ્યાન ઉનાળુ વેકેશન રાખવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ગત વર્ષની માફક આ વખતે પણ સતત બીજા વર્ષે કોરોના મહામારીના કારણે પ્રવેશોત્સવ થવાની શકયતા જણાતી નથી.ધોરણ 10ના વિદ્યાર્થીઓને પાસ કરવા માટે જે પદ્ધતિનો ઉપયોગ થશે. તેમાં બે ભાગમાં માર્ક્સ અપાશે. જેમાં પ્રથમ ભાગમાં શાળાકીય આંતરિક મૂલ્યાંકન કરાશે. જે કુલ 20 માર્ક્સનું હશે. તો બીજા ભાગમાં 80 ગુણનું મુલ્યાંકન કરાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *