અંબાલાલ પટેલ ની આગાહી આગામી 24 કલાકમાં અહીં પહોંચશે ચોમાસુ, 8જૂન થી 10જૂન સુધી માં મુંબઈમાં ભારે વરસાદ ની આગાહી

હવામાન વિભાગ મુંબઈના ઉપમહાનિદેશક કેએસ હોસાલિકરે ટ્વિટ કર્યું કે ચોમાસુ અરબ સાગરની તરફ વઘી રહ્યું છે. તેનાથી મહારાષ્ટ્રમાં ચોમાસુ દાખલ થવાની શક્યતાઓ આજે જોવા મળી રહી છે. આવનારા 2-3 દિવસમાં કોંકણ અને ગોવાના કેટલાક ભાગમાં ચોમાસુ સક્રિય થશે. આ સમયે ગર્જના સાથે ભારે વરસાદની શક્યતા પણ છે. કેરળમાં ગુરુવારે ચોમાસાના આગમન બાદ તે ઝડપથી ગતિ કરીને આગળ વધી રહ્યું છે. હવામાન ખાતાએ જણાવ્યું કે, હાલમાં કેરળ અને આંદામાન નિકોબાર ખાતે વ્યાપક વરસાદ થઈ રહ્યો છે અને અહીંયા ચોમાસું જામ્યું છે. આગામી બે દિવસમાં ચોમાસું ગોવ અને મહારાષ્ટ્ર પહોંચી શકે છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ચોમાસું હાલમાં કેરળ ઉપરથી આગળ વધીને કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, લક્ષદ્વીપ અને પુડ્ડુચેરીને કેટલાક ભાગમાં પહોંચ્યું છે. અહીંયા બે દિવસથી પ્રિમોન્સૂન એક્ટિવિટીની જેમ વરસાદ પડી રહ્યો છે. આગામી બે દિવસમાં અહીંયા પણ ચોમાસાનું વિધિસર આગમન થઈ જશે.

આગામી 24 કલાકમાં પુડુચેરી અને કર્ણાટકના તટીય વિસ્તારમાં ચોમાસું પહોંચશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. આ સમયે કેરળ અને લક્ષદ્વીપના કેટલાક ભાગમાં ભારે વરસાદની સંભાવના જણાઈ રહી છે. ચોમાસું દક્ષિણના મોટાભાગના વિસ્તારમાં પહોંચી જશે. હાલમાં ચોમાસું અરબ સાગર તરફ આગળ વધી રહ્યું છે. આગામી 2થી 3 દિવસમાં કોંકણ અને ગોવાના કેટલાક ભાગમાં ચોમાસું સક્રિય થશે તેવી આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં ઠાણે, રાયગઢ, દક્ષિણ કોંકણ, પુણે, કોલ્હાપુરમાં ભારે વરસાદની સંભાવના સેવાઈ રહી છે. મળતી માહિતી અનુસાર આ વર્ષે કેરળમાં ચોમાસું બે દિવસ મોડું પહોંચ્યું છે. હવામાન ખાતાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે સાતમી જૂન સુધીમાં સામાન્ય રીતે ગોવા અને મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થઈ જતું હોય છે. આ વખતે પણ એવી જ રીતે થશે. પૂનાના હવામાના ખાતાના અધિકારી અનુપમ કાશ્યપીના મતે સાતમી જૂન સુધીમાં ગોવા અને મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં ચોમાસું બેસી જશે. તે ઉપરાંત પૂનામાં ૧૦ જૂન અને મુંબઈમાં ૧૧ જૂન સુધીમાં ચોમાસું પહોંચી જશે. ૧૫ જૂન સુધીમાં ચોમાસું સમગ્ર મહારાષ્ટ્ર ઉપર ફેલાઈ જશે અને આગળ વધશે. તેમણે એમ પણ જણાવ્યું કે, હાલમાં ગોવા, કોંકણ, કોલ્હાપુર અને મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ શરૂ થઈ ગયો છે પણ તે પ્રિમોન્સૂન એક્ટિવિટી જેવો છે.

ચોમાસુ આવ્યું મોડુ: 2 દિવસના અંતરે દક્ષિણ- પશ્ચિમ મોનસુન ગુરુવારે કેરળમાં દસ્તક દઈ ચૂક્યું છે. દેશમાં 4 મહિનાની વરસાદની સીઝનની શરૂઆત થઈ છે. હવામાન વિભાગના આધારે કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શરૂઆત સામાન્ય રીતે 1 જૂને થયા છે પરંતુ આ વર્ષે તે 2 દિવસ મોડું આવ્યું છે. હવામાન ખાતાએ જણાવ્યું હતું કે, ચોમાસું પોતાની નિયત ગતિ અને દિશા પ્રમાણે આગળ વધી રહ્યું છે. આગામી બે દિવસમાં બંગાળની ખાડીના વિસ્તારો અને પૂર્વોત્તર ભારતમાં વરસાદ પડશે. ચોમાસું પાંચ જૂન સુધીમાં અરુણાચલપ્રદેશ પહોંચી જશે. આ ઉપરાંત ચારથી આઠ જૂન દરમિયાન નૈઋત્યના પવનો અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરામાં વરસાદ લાવશે.

6 વર્ષમાં ત્રીજી વાર ચોમાસુ લેટ આવ્યું: છેલ્લા 6 વર્ષમાં ત્રીજી વાર એવું થયું કે જ્યારે ચોમાસુ મોડું આવ્યું છે. 2016 અને 2019માં દક્ષિણ પશ્ચિમ ચોમાસાને લઈને કેરળની ઉપર 8 જૂને દસ્તક દીધી હતી. સારું ચોમાસુ ભારતીય અર્થવ્યવસ્થા માટે જરૂરી છે. આગામી અઠવાડિયે એટલે કે આઠ જૂન સુધીમાં પૂર્વોત્તર ભારતમાં ચોમાસાનો પ્રારંભ થઈ જશે. બીજી તરફ રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગણા, હરિયાણા અને પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળવાની શક્યતાઓ સેવાઈ રહી છે. અહીંયાં બે દિવસ તોફાની વરસાદની શક્યતાઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *