હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં આગામી 1જૂન થી 5જૂન સુધી માં ભારે! વરસાદની આગાહી

ગુજરાતમાં ગરમીની કમી અને ભેજના કારણે બેફારો વધતા લોકો પરેશાન બન્યા છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં હળવા વરસાદની આગાહી કરી છે. તેમજ આગામી ચારથી પાંચ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં, મતલબ ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ જળવાઈ રહેશે.સામાન્ય રીતે ગુજરાતમાં મે મહિનો એટલે અંગદઝાડતી ગરમીનો સમય. પરંતુ આ વર્ષે મે મહિનો જરા અલગ રહ્યો હતો કારણકે વાવાઝોડાના લીધે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે વરસાદ પણ પડ્યો હતો.

હાલમાં દક્ષિણ-પશ્ચિમ દિશાના પવન ફૂંકાઈ રહ્યાં છે. અરબી સમુદ્ર પરથી ફૂંકાતા પવનના કારણે ભેજનું પ્રમાણ ઘણું જ ઉંચું નોંધાઈ રહ્યું છે. સવારે 8.30 વાગ્યે 71 ટકા અને સાંજે 5.30 વાગ્યે 48 ટકા જેટલો ભેજ નોંધાયો હતો. અમદાવાદમાં ગરમી માત્ર 39.7 ડિગ્રી જ નોંધાઈ હતી. પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ હોય આવી સ્થિતિ હવે ચાલશે તેવું નિષ્ણાંતો માની રહ્યાં છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત શુક્રવારે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. મધ્ય પાકિસ્તાન અને તેને અડીને આવેલા પશ્ચિમ રાજસ્થાનમાં અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનની પરિસ્થિતિ સર્જાઈ છે.

હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, હાલમાં અરબી સમુદ્ર પરથી ભેજયુક્ત પવન આવી રહ્યા છે. પવન, ભેજ અને બીજા પરિબળોના કારણે વરસાદ વરસવાનો સંયોગ સર્જાયો છે. જેથી વરસાદની સંભાવના નકારી ના શકાય. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી હળવા વરસાદની આગાહી કરી છે. જેમાં તા.31-05ના રોજ વલસાડ, ડાંગ, તાપી જિલ્લામાં, તા. 31-5થી તા.1-06 વચ્ચે ડાંગ, વલસાડ, નવસારી, દમણ,દાદરા નગર હવેલીમાં, તા.1-06થી તા.2-06 વચ્ચે વલસાડ, નવસારી, ગીર, સોમનાથ, અમરેલીમાં તા. 2-06થી તા.3-06 વ્ચે રાજ્યમાં સુક્કું વાતાવરણ રહેશે. જ્યારે તા.03-06થી તા.4-06 વચ્ચે વલસાડ, નવસારી, દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ વરસે તેવી આગાહી કરી છે. આજે રાજ્યમાં અમદાવાદમાં 39.7, ડીસામાં 41, ગાંધીનગરમાં 39, વડોદરામાં 37.7, સુરતમાં 34, રાજકોટમાં 40.6, સુરેન્દ્રનગરમાં 41.5, કંડલા પોર્ટમાં 38.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

દેશમાં નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ થવા અંગે ખૂબ જ અવઢવ ચાલી રહી છે. હવામાન વિભાગે રવિવારે સવારે આગાહી કરી હતી કે, સોમવારે એટલે કે 31મી મેએ કેરળમાં ચોમાસાનો પ્રારંભ થઈ જશે. ત્યારબાદ સાંજે ફરી એક વખત હવામાન ખાતાએ જ જણાવ્યું કે, હવે ચોમાસું મૂળ ધારણા કરતા બે દિવસ મોડું એટલે કે ત્રીજી જૂને કેરળમાં ટકરાશે. હવામાન ખાતાના ડીજી મોહાપાત્રાએ જણાવ્યું કે, ચોમાસું હવે ત્રીજી જૂને કેરળના કિનારે પહોંચશે અને તેનો વિધિવત પ્રારંભ થશે. તે ઉપરાંત ખાનગી વેધર એજન્સી સ્કાયમેટે જણાવ્યું કે, કેરળના હવામાનમાં છેલ્લાં બે દિવસથી મોટો પલટો જોવા મળી રહ્યો છે. અહીંયા વારંવાર પડી રહેલો વરસાદ જણાવે છે કે, અહીંયા મૂળ ધારણા કરતા બે દિવસ વહેલાં એટલે કે ૩૦મી મેએ ચોમાસું બેસી ગયું છે.. આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. રાજ્યના અન્ય ભાગોમાં 24 કલાક સુધી વાતાવરણ સૂકું રહેશે.

આ ઉપરાંત શુક્રવાલારે રાજ્યના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. ચાર-પાંચ દિવસ સુધી આ પ્રકારનું વાતાવરણ રહેશે અને ત્યારબાદ ગરમીમાં ફરી વધારો થવાની વકી હવામાન વિભાગે કરી છે.ઉલ્લેખનીય છે કે, આંદામાન નિકોબાર ખાતે ૨૧ મેના રોજ જ નૈઋત્યનું ચોમાસું પહોંચી ચૂક્યું હતું. બંને એજન્સીઓ દ્વારા થોડા સમય પહેલાં જ આગાહી કરવામાં આવી હતી કે, ૧ જૂને ચોમાસું કેરળ પહોંચી જશે. વાવાઝોડું તૌકતે અને વાવાઝોડું યાસ ભારતના પશ્ચિમી અને પૂર્વીય રાજ્યો ઉપર ત્રાટક્યું છતાં હવામાન વિભાગે ચોમાસું નિયમિત હોવાની વાત કરી હતી. તાજેતરમાં હવામાન ખાતાએ જ પોતાની આગાહી બદલી કાઢી છે. બીજી તરફ ગોવામાં પાંચ જૂને અને મુંબઈમાં ૧૫ જૂને ચોમાસું પહોંચી જવાની આગાહીમાં હજી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *