આજે ફરી વધ્યા સોના-ચાંદીના ભાવ ઘટાડો છતાં રાકાણની ઉત્તમ તક જાણો કેટલું મોંઘુ થયું સોનું - Aapni Vato

આજે ફરી વધ્યા સોના-ચાંદીના ભાવ ઘટાડો છતાં રાકાણની ઉત્તમ તક જાણો કેટલું મોંઘુ થયું સોનું

સોના ચાંદીના ભાવમાં એક વાર ફરી તેજી આવી છે. ગત કેટલાક મહિનાના હિસાબે જોઈએ તો સોનાના ભાવમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. તેવામાં જો ખરીદીનો પ્લાન બનાવી રહ્યા છો તો આ સારી તક છે કેમ કે એક્સપર્ટ્સનું માનવું છે કે આગળ ભાવમાં તેજી આવી શકે છે. MCX પર આજે ડિસેમ્બરવાળા સોનાના ભાવમાં 0.11 ટકાની તેજી નોંધવામાં આવી છે.

સોનામાં સતત ચોથા સપ્તાહે સુધારો જળવાયો હતો. તે સાપ્તાહિક ધોરણે 0.37 ટકાના સુધારા સાથે બંધ આવ્યું હતું. ચાંદીમાં પણ 2.38 ટકાની નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. ક્રૂડે નવમા સપ્તાહે 3.84 ટકાનો તીવ્ર સુધારો નોંધાવ્યો હતો. જ્યારે કોપરમાં 9.12 ટકાનો મજબૂત ઉછાળો જોવા મળ્યો હતો. નેચરલ ગેસમાં લાંબી તેજી બાદ 2.72 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ત્યારે ચાંદીની કિંમતમાં 0.55 ટકાના વધારા સાથે કારોબાર કરી રહી છે.

ઓક્ટોબર ડિલીવરી વાળા ગોલ્ડની કિંમત આજે 0.11 ટકાની તેજી સાથે 47, 342 રુપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે. ત્યારે આજે કારોબારમાં ચાંદી 0.55 ટકાના વધારે સાથે 63, 612 રુપિયા પ્રતિ કિલો પર કારોબાર કરી રહી છે.એમસીએક્સ ગોલ્ડ ડિસેમ્બર વાયદો રૂ. 47,213 પર બંધ આવ્યો હતો. તેણે સાપ્તાહિક ધોરણે રૂ. 176નો સુધારો નોંધાવ્યો હતો. કિંમતી ધાતુએ રૂ. 48,100ની ટોચ જ્યારે રૂ. 46,864નું તળિયું દર્શાવ્યું હતું. ગોલ્ડમાં અમે કહ્યાં મુજબ સતત ચોથા સપ્તાહથી તેજીનો ટ્રેન્ડ અકબંધ છે. જોકે ગોલ્ડ રૂ. 48 હજારના સ્તર પર ટકી શક્યું નહોતું. આમ નવા લોંગ માટે રૂ. 48 હજાર પર બંધ આવે તેની રાહ જોવી જોઈએ. જો ગોલ્ડ રૂ. 48 હજાર પર ટકી જાય તો નવી તેજી જોવા મળી શકે. જેના ટાર્ગેટ્સ રૂ. 48,700 અને રૂ. 49,700ના રહેશે.

એક્સપર્ટ અનુસાર દિવાળીથી લઈને ડિસેમ્બર સુધી સોનાના ભાવ 57 હજાર રુપિયાથી લઈને 60 હજાર સુધી જઈ શકે છે. જ્યાં સુધી ચાંદીની વાત છે તો તેમાં પણ મોટો ફેરફાર જોવા મળી શકે છે. મોટાભાગના ટ્રેડર્સનું માનવું છે કે દિવાળી અને વર્ષના અંત સુધી ચાંદીની કિંમત 76,000થી 82,000 રુપિયા પ્રતિ કિલો સુધી જઈ શકે છે.

કોમોડિટીમાં નવેમ્બર વાયદો રૂ. 410.60ના સ્તરે બંધ રહ્યો હતો. તેણે રૂ. 11.50નો ઘટાડો દર્શાવ્યો હતો. નેચરલ ગેસમાં રૂ. 445.80ની ટોચ અને રૂ. 391.50નું તળિયું જોવા મળ્યું હતું. અમે કહ્યાં મુજબ કોમોડિટીમાં સતત બીજા સપ્તાહે પ્રોફ્ટિ બુકિંગ જોવા મળ્યું હતું પરંતુ સમગ્રતયા ટ્રેન્ડ મજબૂત છે. જેને જોતાં ટ્રેડર્સ રૂ. 446 ઉપર નવી લોંગ પોઝિશન લઈ શકે છે. જેના ટાર્ગેટ્સ રૂ. 454 અને રૂ. 462ના રાખવાના રહેશે. ટ્રેડર્સે રૂ. 424ના સ્ટોપલોસનું પાલન કરવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે તમે આ ભાવનો સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. આ માટે તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. તમારા ફોનમાં મેસેજ આવી જશે. જેનાથી તમને લેટેસ્ટ ભાવ ખબર પડશે.

તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. ‘BIS Care app’ થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *