ગુજરાતમાં 72 કલાક માં પડશે ભારે વરસાદ આગામી શુક્ર ,શનિ અને રવિવારે દિવસ ગુજરાત માટે અતિ ભારે વરસાદ આ વિસ્તારમાં આપ્યું એલર્ટ

દરિયાની સપાટી પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છવાયું છે. જેની અસરના ભાગરૂપે હવામાન ખાતાએ આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. તેમાં પણ ખાસ કરીને સુરત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ચોમાસાની જમાવટ થઈ હતી, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 251 તાલુકામાં 103.40 મિ.મી. એટલે કે 4 ઈંચ વરસાદ થયો છે.

એ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો 12.31 ટકા વરસાદ થયો છે. અમદાવાદમાં લોકો બે દિવસથી બફારો અનુભવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 13.74 મિ.મી. વરસાદ થયો છે, જ્યારે સૌથી વધુ સુરતના પલસાણામાં 6.18 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બારડોલીમાં 5.35 ઈંચ વરસાદ થયો છે.સૌરાષ્ટ્રમાં નૈઋત્યનું ચોમાસું તો પ્રવેશી ગયું છે, સવારથી બપોરના 3 વાગ્યા સુધી તડકો હતો, પરંતુ 3 વાગ્યા બાદ કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને 4 વાગ્યાથી 5.30 વાગ્યા સુધીમાં શહેરમાંવરસાદી ઝાપટુ પડ્યું હતું.

રાજકોટમાં ગત રવિવારે અચાનક બપોરના 1 વાગ્યે મેઘરાજાએ શહેરના 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ. જંક્શન પ્લોટ સહિતના વિસ્તારોમાં પોતાની તોફાની બેટિંગ શરૂ કરી હતી. એક કલાકમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તેમજ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને લઇને રાજકોટમાં NDRFની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

કોરોનાની કળ વળતા જ ધોધમાર વરસાદમાં લોકો ન્હાવા માટે રેસકોર્સ રિંગ રોડ પર આવી ગયા હતા.રાજકોટ શહેર અને જિલ્લામાં પડેલા વરસાદે તંત્રની પોલ છતી કરી દીધી છે. વરસાદી ઝાપટાંને કારણે ક્યાંક રસ્તા પર પાણીનાં ખાબોચિયાં તો ક્યાંક રસ્તા પર ખાડા નજરે પડી રહ્યાં છે. માત્ર વરસાદી ઝાપટાંથી રાજકોટમાં ગોંડલ રોડ ચોક ખાતે ખાડા અને પાણીનાં ખાબોચિયાં ભરેલાં નજરે પડ્યાં હતાં, જેને કારણે વાહનચાલકોને દર વર્ષની માફક આ વર્ષે પણ ચોમાસાની શરૂઆતથી જ મુશ્કેલીનો સામનો કરવાની શરૂઆત થઇ ચૂકી હોય એવું લાગી રહ્યું છે. હાલ નીચાણવાળા વિસ્તારોમાં અને શહેરના અંડરબ્રીજમાં પાણી ન ભરાય તે માટે મનપાની ટીમો કામે લાગશે​​​​​.

દરિયાઈ સપાટી પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ડાંગ, નવસારી, સુરત, ભરુચ અને તાપીમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. તે ઉપરાંત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે.

આજે દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ,ગાંધીનગર, ખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યના આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની વકી, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની વકી છે. ગરમીનો પારો ઉંચો જતા ઉકળાટ વધ્યો છે. ડાંગ, નવસારી, સુરત, તાપી, ભરૂચમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

તા.25ના રોજ હળવાથી મધ્યમ વરસાદ દક્ષિણ ગુજરાત, દમણ, દાદરા નગર હવેલી, અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચામહાલ, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ અને દીવ.તા.25 થી 26 હળવાથી મધ્યમ વરસાદ સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, તા.26 થી 27 હળવાથી મધ્યમ વરસાદ નવસારી, વલસાડ, ડાંગ, દમણ દાદરા નગર હવેલી.તા.27 થી 28 હળવાથી મધ્યમ વરસાદ નવસારી, વલસાડ, ડદમણ, દાદરા નગર હવેલી.તા.28 થી 29 હળવાથી મધ્યમ વરસાદ નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી.

અમદાવાદ શહેરમાં આજે ગરમીનો પારો ઉંચકાતા 33.6 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. જ્યારે પાટનગર ગાંધીનગરમાં 34 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. પરંતુ ભેજના ઉંચા પ્રમાણના કારણે લોકો પરસેવાથી રેબઝેબ બન્યા હતા. અસહ્ય ઉકળાટથી ત્રાહીમામ પોકારી ઉઠયા હતા.

વાદળછાયા વાતાવરણના કારણે મચ્છરનો ત્રાસ પણ વધી ગયો છે. હવે નૈઋત્યનું ચોમાસું શરૂ થઈ ગયું હોય ધીમે ધીમે વરસાદના દિવસો વધતા જશે. આ વખતે હવામાન ખાતાએ અમદાવાદ શહેરના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ભેજનું પ્રમાણ 8.30 વાગ્યે 84 ટકા અને સાંજે 5.30 વાગ્યે 65 ટકા નોંધાયું હતું.છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 6.18 ઈંચ વરસાદ નોંધાયો છે.

ત્યાર બાદ પંચમહાલ, તાપી, ડાંગ, ખેડા, નર્મદા, ભરુચ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, વડોદરા, આણંદ, ભાવનગર, છોટા ઉદેપુર, પોરબંદર, પાટણ, અમદાવાદ, અરાવલી, ગાંધીનગર, જૂનાગઢ સહિતના જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે.

ભાવનગરમાં ગુરૂવારે બપોરના 3 કલાકે મેઘરાજાએ એકાએક આગમન કર્યુ હતુ અને શહેરના છેવાડે હવામાન વિભાગ કચેરી આસપાસ ધોધમાર વરસીને અડધા કલાકમા એક ઈંચ પાણી વરસાવી દીધુ હતુ. જો કે, શહેરમાં માત્ર 07 મિ.મિ. વરસાદ નોંધાયો હતો. વિતેલા 24 કલાકમાં ઉમરાળા તાલુકામાં 25 મી.મી., ઘોઘા તાલુકામાં 19 મી.મી., સિહોર તાલુકામાં 8 મી.મી., વલ્લભીપુર તાલુકામાં 7 મી.મી., ભાવનગર તાલુકામાં 7 મી.મી.,પાલીતાણા તાલુકામાં 5 મી.મી. અને ગારીયાધાર તાલુકામાં 4 મી.મી. વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં સતત બીજા વર્ષે ચોમાસું સારું જવાના અણસાર હોય એમ એની શરૂઆતમાં જ સારો વરસાદ પડી રહ્યો છે. શુક્રવારે સવારની સ્થિતિએ રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ 103.40 મિ.મી. એટલે કે ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો છે, જે સરેરાશ 12.31 ટકા જેટલો થવા જાય છે. કચ્છ ઝોનમાં 12.62 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં સરેરાશ 12.31 ટકા, મધ્યપૂર્વ ઝોનમાં 11.83 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 9.91 ટકા, જ્યારે દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 13.74 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

IMDના અધિકારીએ જણાવ્યું હતું કે 19 જૂન સુધીમાં ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં વરસાદ ૫ડ્યો છે. જ્યારે દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, ગીર-સોમનાથ, પોરબંદર અને જૂનાગઢમાં વરસાદ પ્રમાણમાં ઓછો નોંધાયો છે. આગામી અઠવાડિયામાં રાજ્યમાં વરસાદ ૫ડવાની સંભાવના હાલ નહિવત્ છે. કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે ચાલુ વર્ષે અંદાજિત 6.894 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર 21 જૂન 2021 સુધીમાં થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 1.394 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લાં ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 8.06 ટકા વાવેતર થવા પામ્યું છે.ડાંગ જિલ્લામાં સતત બે દિવસથી ધોધમાર વરસાદ આહવામાં 1.28 ઈંચ, વઘઇમાં 3 ઈંચ વરસાદ

ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહયો છે. ડાંગ જિલ્લામાં પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા વઘઇ ખાતે ગુરૂવારે સાંજે 6 થી સાંજે ચાર વાગ્યા સુધીમાં 77 મીમી 3 ઈંચ વરસાદ જયારે આહવા ખાતે 32 મીમી 1 ઈંચ વરસાદ, સુબિર ખાતે 10 મીમી, અને સાપુતારા ખાતે 6 મીમી વરસાદ પડયો હતો. કેચમેન્ટ વિસ્તારમાં આવેલા નાના મોટા ચેકડેમો છલકાય ઉઠયા હતા. નદીઓ બંને કાંઠે વહેતી થતા નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો.

સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે સરદાર સરોવર જળાશયમાં 1 લાખ 50 હજાર 627 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના 45.09 ટકા છે. રાજયનાં 206 જળાશયોમાં બે લાખ 6 હજાર 910 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના 37.14 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ અલર્ટ ૫ર કુલ 04 જળાશય છે, જ્યારે અલર્ટ ૫ર એકપણ જળાશય નથી તેમજ વોર્ગિં ૫ર 07 જળાશય છે.NDRFની કુલ 15 ટીમમાંથી 5 ટીમ ડિપ્લોય કરી દેવામાં આવી છે, જે પૈકી 1-વલસાડ, 1-સુરત, 1-નવસારી, 1-રાજકોટ, 1-ગીર-સોમનાથ ખાતે ડિપ્લોય કરવામાં આવી છે, જ્યારે 8- ટીમ વડોદરા અને 2 ટીમ ગાંધીનગર ખાતે રિઝર્વ રાખવામાં આવી છે.

વઘુમાં, એસ.ડી.આર.એફ, સી.ડબ્લ્યુ.સી., ઊર્જા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, સિંચાઇ વિભાગ, જી.એસ.ડી.એમ.એ., જી.એસ.આર.ટી.સી તથા સરદાર સરોવર નિગમ લિ.ના અધિકારીઓ ઓનલાઇન મીટિંગમાં જોડાયા હતા અને ચોમાસું અંગે તમામ ૫રિસ્થિતિમાં ૫હોંચી વળવા સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *