121 વર્ષમાં હવામાન વિભાગે એલર્ટ જારી કરી કહ્યું ચોમાસાની એન્ટ્રી બાદ 18 દિવસ માટે જોખમી ભારે વરસાદ ની આગાહી

18 દિવસોમાં હાઈ ટાઈડનું સંકટ: બુધવારે વહેલી સવારે ગુજરાતના વલસાડ ખાતેથી નેઋત્યના ચોમાસાએ એન્ટ્રી કર્યા બાદ આજે બીજા દિવસે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગુરુવારે નવસારીમાં ૨.૫ ઈંચ અને જલાલપોરમાં ધમધોકાર ૪ ઈંચ વરસાદ ખાબક્યો હતો. અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારમાં પણ ૪ ઈંચ સુધીનો વરસાદ પડતાં ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. રાજકોટ, સોમનાથ, ભાવનગર જિલ્લામાં હળવાથી ભારે ઝાપટાં પડયા હતા.પહેલા વરસાદમાં જ મુંબઈ બેહાલ થઈ ગઈ છે. ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાયા અને ટ્રેનો રદ્દ કરવી પડી છે. આ દરમિયાન મુંબઈમાં હાઈ ટાઈડને લઈને ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યાનુંસાર વરસાદના 4 મહિનામાં 18 દિવસ ખતરા ભરેલા છે. આ 18 દિવસોમાં હાઈ ટાઈડ દરમિયાન સમુદ્રમાં લહેરોની ઉંચાઈ લગભગ 5 મીટર સુધી રહેશે. જો હાઈ ટાઈડ સમયે વરસાદ થયો તો મુંબઈકરોની સમસ્યા વધી શકે છે.

 હવામાન વિભાગે એલર્ટ જારી કર્યુ છે: સામાન્ય કરી તે મુંબઈમાં ચોમાસાની શરુઆત 10 જૂનથી થવાની હતી. આ વખતે વરસાદ એક દિવસ પહેલા આવી ગયો છે. બુધવારે સવારે શરુ થયેલા વરસાદે મુંબઈની સ્પીડ પર બ્રેક લગાવી દીધી હતી. વરસાદનો આ સિલસિલો ગુરુવારે મુંબઈ તથા આસપાસની સપાટીના શહેરોના કેટલાક વિસ્તારમાં જોવા મળ્યો. તો કેટલાક વિસ્તારમાં રોકાઈ રોકાઈને વરસાદ શરુ રહ્યો હતો. હવામાન વિભાગે ચોમાસા દરમિયાન સમુદ્રમાં ઉઠનારી લહેરોથી મુંબઈકરોને અત્યારથી ચેતવવામાં આવ્યા છે. લોકડાઉન બાદ ધીરે ધીરે ખીલી રહેલા મુંબઈથી લોકો વરસાદનો લૂફ્ત ફઠાવવા માટે સમુદ્ર કિનારે જાય છે તેવામાં તે હાઈ ટાઈડની ઝપેટમાં આવી શકે છે કે જેને કારણે હવામાન વિભાગે એલર્ટ જારી કર્યુ છે.ચોમાસુ સુરત, નંદુરબાર, બેતુલ થઇ આગળ વધી રહ્યું છે. ચોમાસાના આગમન સાથે સુરતના છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટાં નોંધાયા હતા. વલસાડના કપરાડા બાદ ટૂંક સમયગાળામાં ચોમાસું સુરત આવી પહોંચ્યું હતું. સુરતમાં ધમાકેદાર એન્ટ્રી તો થઇ નથી, પરંતુ સવારે કાળાડિબાંગ વાદળો સાથે ભારે પવન સાથે વરસાદ તૂટી પડયો હતો. નવસારીમાં ૨.૫ ઈંચ અને જલાલપોરમાં ૪ ઈંચ વરસાદ ખાબક્તા નીચાળવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જવા પામ્યા હતા. વલસાડમાં પણ સવારથી મેઘરાજાએ ધબડાટી બોલાવી હતી. સુરત શહેરમાં ૩ મિ.મી., ઓલપાડમાં ૮ મિ.મી., ચોર્યાસીમાં ૩ મિ.મી., માંગરોળમાં ૭ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

અમરેલી જિલ્લાના પાંચ તાલુકામાં આજે ગાજવીજ સાથે વરસાદ ત્રાટકયો હતો બપોરના સમયે મેઘરાજાની રૂમઝુમ સવારી આવી પહોચી હતી.સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામમાં ચોમાસાના પ્રારંભે લોકોએ ક્યારેય વિચાર્યો ના હોય તેવો વરસાદ વરસ્યો હતો. ખાંભાના મોટા સમઢીયાળા કોટડા, ભાડ, નાનુડી, રાયડી, ડેડાણ, અનિડા, ભાવરડી, સહિત ગામોમાં ધોધમાર ૨ થી ૩ ઇંચ વરસાદ પડયો હતો. આ ઉપરાંત રાજુલામાં બે ઈંચ, લીલીયામાં એક ઈંચ, જાફરાબાદમાં પોણો ઈંચ, સાવરકુંડલામાં અડધો ઈંચ વરસાદ પડયો.હવામાનના 4 મહિનામાં મુંબઈવાસીઓ માટે 18 દિવસ જોખમ ભર્યા છે. જેમાં 6 દિવસ તો ફક્ત જૂન મહિનામાં જ છે. જ્યારે 12 દિવસમાંથી જૂલાઈના 5 દિવસ, ઓગસ્ટમાં 5 દિવસ અને સપ્ટેમ્બરમાં 2 દિવસ છે. હાઈ ટાઈડ દરમિયાન બીએમસી પંપિંગ સ્ટેશનોના ફ્લડ ગેટ બંધ કરી દે છે. આ દરમિયાન વરસાદ જોરદાર થયો તો મુંબઈના રસ્તા પર જમા થનારા પાણીનો નિકાલ નહીં થઈ શકે. જેનાથી મુંબઈમાં પુર આવી શકે છે.

સમુદ્રમાં લહેરોની ઉંચાઈ: 25થી 26 જૂને હાઈ ટાઈડના સમયે સમુદ્રમાં લહેરોની ઉંચાઈ 4.85 મીટર રહેશે. જ્યારે 16 દિવસમાં સમુદ્રમાં લહેરોની ઉંચાી 4.55 મીટરથી 4.77 મીટર રહેશે.રાજકોટ જિલ્લાના લોધિકા અને જસદણમાં અડધો ઈંચ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પસરી ગઈ હતી. સોમનાથ જિલ્લાના કોડીનારમાં પણ સાંજના ૪ વાગ્યાની આસપાસ હવામાનમાં પલ્ટો આવ્યો હતો અને વરસાદનું જોરદાર ઝાંપટું પડયું હતું. પોરબંદરના કેટલાક વિસ્તારો માં હળવા છાંટા પડયા હતા.

3 દશકોમાં જૂનમાં બીજો ભારે વરસાદ: આ વર્ષ સમય પહેલા આવેલા ચોમાસાથી જૂન મહિનામાં રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે. 3 દશકમાં બુધવારે અને ગુરુવારની વચ્ચે જૂન મહિનામાં 24 કલાકનો વરસાદ બીજો મોટો વરસાદ હતો. આ દરમિયાન વેધર બ્યૂરોએ અહીં 231 મિમી વરસાદ નોંધાવ્યો છે. આ પહેલા 1991માં 10 જૂને મુંબઈમાં 399 મિમી વરસાદ થયો છે. મુંબઈ તથા તેની આસપાસના વિસ્તારોમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદ થવાની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ જારી કર્યુ છે.અમરેલી પંથકમાં પ્રથમ વરસાદમાં જ બે ડેમ ઓવરફલો થયા છે. સાવરકુંડલાના નાની ધારી, ગઢીયા (વીરપુર), ગીર વીસ્તાર, ઈંગોરાળા, રુગનાથપુર, હાથસણીમાં સારો વરસાદ હોવાથી હાથસણી ડેમનાં બે દરવાજા ખોલવામાં આવ્યા છે. હાથસણી ડેમનું ઓવરફ્લો થયેલ પાણી શેલ નદીમાં છોડવામાં આવેલ. જયારે સુરજવડી ડેમ ઓવરફલો થયો છે. ભાવનગરના કેટલાક વિસ્તારોમા વરસાદના હળવા ઝાપટા વરસ્યા હતા. ઘોઘા અને તળાજામા ઝરમર વરસાદ વરસ્યો હતો.

5 દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ જારી: રાજકોટ ।સાવરકુંડલાના દોલતિ અને આંબરડી ગામે બે કલાકમાં ૪ ઇંચ વરસાદ ખાબકતા ગામમા જળબંબાકાર થઈ ગયો હતો આંબરડીમાં વરસાદી પાણી ગામમાં ઘૂસ્યા હતા ગામ વચ્ચેથી પસાર થતી નેવડી નદીમા ઘોડાપૂર આવતા ટ્રેક્ટર,પશુઓ તણાયા હતા પૂરના પાણીમાં ૪ મોટરસાઈકલ, ૪ ગાયો, ૧ ટ્રેક્ટર તણાયા હતા જો કે પૂરમાં તણાયેલ પશુ, ટ્રેક્ટર અને મોટરસાઈકલને ગામ લોકોએ રેસ્ક્યૂ કરી બચાવી લીધા હતા પૂરના પાણી બેંક સહિત બજારની તમામ દુકાનોમા ઘૂસ્યા હતા.આઈએમડીના જણાવ્યાનુસાર આગામી 5 દિવસ સુધી મુંબઈમાં ભારે વરસાદની શક્યતા છે. મુંબઈ ઉપરાંત થાણે, પાલઘર, રાયગડ અને કોંકણમાં આગામી દિવસો સુધી વરસાદ થવાની શક્યતા જોવા મળતા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. સ્થાનિય વિભાગના ઉપનિર્દેશક જયંત સરકારે જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું આખા મહારાષ્ટ્રમાં આગમન થયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *