સુરતમાં ભાજપના નેતાએ પોતાની દીકરીનો રાત્રી કર્ફ્યૂમાં પણ કરી રહ્યા છે બર્થ-ડે સેલિબ્રેશન કાયદાના લીરે લીરા ઉડાવ્યા જાણો કોણ છે આ ?

સુરતમાં ભાજપ અગ્રણી દ્વારા ખુલ્લેઆમ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. ભાજપ નેતાએ રાજકુમાર સિંહે રાત્રી કર્ફ્યૂ દરમિયાન દીકરીનો જન્મદિવસ જાહેરમાં ઉજવ્યો. રાત્રી કર્ફ્યૂ દરમિયાન કારના બોનેટ પર કેક કાપી. સુરતમાં કાયદાને નેવે મૂકી જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા અનેક વીડિયો વાઈરલ થયા છે અને પોલીસે તેઓની સામે કાર્યવાહી પણ કરી છે. કાયદાની આ ધજીયા ઉડાવવામાં ખુદ પોલીસ કર્મીઓ પણ બાકાત રહ્યા નથી. ત્યારે સુરતમાં આવો જ એક વધુ વીડિયો વાયરલ થયો છે.

અને ઉજવણીમાં કોરોના ગાઈડલાઈન્સ પણ નેવે મૂકી દેવાઈ. ત્યારે આ દરમિયાન કોઇએ માસ્ક પણ નથી પહેર્યું. અને સોશિયલ ડિસ્ટન્સ પણ નથી જાળવ્યું. ત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે ભાજપને નેતા છો એટલે નિયમો લાગું નથી પડતા?. જેમાં પોલીસનો કોઈ જ ડર ન હોય તેમ લાગી રહ્યું છે. સામાન્ય લોકો તો ઠીક પણ હવે નેતાઓ પણ આ નિયમ તોડવામાં બાકાત રહ્યા નથી. કનકપુર નગરપાલિકાના પૂર્વ શાસક પક્ષના નેતા અને ભાજપ અગ્રણી રાજકુમાર સિંહ દ્વારા પોતાની દીકરીનો જન્મદિવસ જાહેરમાં ઉજવવમાં આવ્યો હતો અને હવે તે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

શું ભાજપ અગ્રણી રાજકુમાર સિંહને પોલીસનો ડર જ નથી?. નેતાઓ દ્વારા કેમ સતત નિયમોનું ઉલ્લંઘન કરાય છે?. પોલીસ નેતાઓ સામે કેમ કડક કાર્યવાહી નથી કરતી?.કનકપુર નગરપાલિકાના પૂર્વ શાસક પક્ષના નેતા રાજકુમાર સિંહ દ્વારા પોતાની દીકરીનો જન્મદિવસ જાહેરમાં ઉજવવમાં આવ્યો હતો. જે વીડિયોમાં જોઈ શકાય છે કે, ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર છે, અને કોઈ પણ વ્યક્તિએ માસ્ક પહેર્યું નથી.

પલસાણા તાલુકાનાં ચલથાણ ગામે આવેલ ભરતનગરમાં વધુ એક યુવાને જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી કેક કાપતો વિડીયો વાઇરલ થયો છે. આ અંગે મળતી માહિતી અનુસાર કડોદરા પોલીસ સ્ટેશનની હદમાં થોડા દિવસો અગાઉ જ એક લિસ્ટેડ બુટલેગરે જાહેરમાં કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરી મહામારીની ગાઈડ લાઇનનો ભંગ કર્યો હતો. એટલું જ નહી સોશ્યલ ડિસ્ટન્સ પણ જળવાયું નથી અને કાર પર કેક રાખી કેક કાપવામાં આવે છે. ત્યારબાદ ત્યાં હાજર લોકો જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે.

એક બીજાને કેક ખવડાવી ફોટો સેશન પણ કરવામાં આવી રહ્યું છે.જ્યારે બીજી તરફ વરેલીમાં યુવાને વ્યક્તિઓ ભેગા કરી જન્મ દિવસની ઉજવણી કરી સોશ્યલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડયા હતા.સુરતમાં અગાઉ જન્મદિવસ ઉજવનારા પોલીસથી લઈને બુટલેગર સામે કાર્યવાહી થઈ છે ત્યારે નેતાજીને પણ જન્મદિવસ ઉજવવો ભારે પડી શકે તેવી કોમેન્ટ સોશિયલ મીડિયામાં ચાલી રહી છે. જો કે બીજી બાજુ શહેરમાં કોરોનાની સ્થિતિ ધીમે ધીમે કાબુમાં આવી રહી છે. પરંતુ હજુ પણ કડક નિયંત્રણો અમલમાં છે.

જે વાતને હજુ માંડ 10થી 12 દિવસ થયા છે ત્યાં તો ચલથાણ ભરતનગરમાં બાબુ નામના યુવાનનોે રાત્રિના માણસો ભેગા કરી જાહેરમાં 4 કેક કાપી જન્મદિવસની ઉજવણી કરતો વિડીયો વાઇરલ થયો છે. જાહેરમાં બર્થડે કેક કાપવા સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખ્યું ન હતું. સાથે માસ્ક પણ પહેર્યા ન હતા.પરંતુ લોકો હવે કોરોનાને હળવાશમાં લઇ રહ્યા છે. અને આવી જ રીતે જો બેદરકારી દાખવશે તો સુરતમાં વધુ એક વખત સંક્મ્રણ પણ વધી શકે છે. ત્યારે લોકો આવી બેદરકારી ન રાખે તે પણ જરૂરી બન્યું છે.

ભાઈ બોલોને હેપ્પી બર્થ ડે.સુરતમાં BJP નેતાઓ રાત્રી કર્ફ્યૂમાં પણ કરી રહ્યા છે બર્થ-ડે સેલિબ્રેશનભૂતકાળમાં આવા જન્મદિવસના અનેક વીડિયો વાઈરલ થયા છે. પોલીસે કાર્યવાહી પણ કરી હતી. પરંતુ આવા કેસમાં આરોપી આસાનીથી છૂટી જતા હોવાથી લોકોને જાણે હવે કાયદાનો કે ધરપડકનો કોઈ ડર રહ્યો નથી. ત્યારે ફરી એક વખત આવો જ એક વીડિયો સામે આવ્યો છે. ત્યારે સવાલ અહી એ ઉભો થાય છે કે, સામાન્ય લોકો સામે પગલા ભરતી પોલીસ આવા નેતાઓ સામે પગલા ભરશે કે કેમ તેવા સવાલો સોશિયલ મીડિયામાં ચાલી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *