ગુજરાત માં આગામી બે દિવસ સુધી આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, મૃગશીર્ષ નક્ષત્ર પરથી અંબાલાલ પટેલની આગાહી

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી સાત દિવસમાં ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. જૂન મહિનામાં ગુજરાત રાજ્યમાં સારો વરસાદ થયો હતો પરંતુ આવતા અઠવાડિયામાં વરસાદની કોઇ સિસ્ટમ એક્ટિવ ન હોવાને કારણે ભારે વરસાદ થશે નહીં. જોકે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. પરંતુ રાજ્યમાં હમણાં ભારે વરસાદ થવાની કોઈપણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ નથી.

છેલ્લા 24 કલાકમાં વરસાદી જોર ઘટ્યું: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના માત્ર 51 જિલ્લાઓમાં જ વરસાદ થયો છે. તેમાં સૌથી વધારે વરસાદ મહુવામાં થયો છે. મહુવામાં ગત ૨૪ કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ થયો છે. આ સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડયા હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આગામી દિવસોમાં ભારે વરસાદ થવાની કોઈ સંભાવના નથી: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગત ૨૪ કલાકમાં અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં એક ઇંચ જેટલો વરસાદ પડયો છે. તથા રાજ્યના અન્ય કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા છે. જૂન મહિનામાં ચોમાસાની ચોમાસાનું આગમન થયું હતું જેની ગતિ હવે ધીમી પડી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવનારા અઠવાડિયામાં ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ થવાની કોઈ સંભાવના નથી.

અમદાવાદમાં આગામી 5 દિવસ સુધી સામાન્ય વરસાદ રહેશે: વધારેમાં હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોમાં આવનારા પાંચ દિવસ સુધી સામાન્ય વરસાદ રહે તેવી સંભાવના છે. જૂન માસમાં ચોમાસાની શરૂઆત થવાથી લોકો ખુશ થયા હતા. ખાસ કરીને અમદાવાદ જેવા વિસ્તારમાં વરસાદ થવાને કારણે લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. પરંતુ હાલ વરસાદની ગતિ ધીમી પડી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી પાંચ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી શકે છે.

ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો: વરસાદ થવાને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ચોમાસાની શરૂઆત થતાની પહેલા જ વરસાદ થતાં ખેડૂતો ખુશ થયા છે. તેનું એક કારણ એ પણ છે કે ગત દિવસોમાં આવેલા તાઉ તે વાવાઝોડાને કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે જેથી તેઓ વરસાદની આશા એ બેઠા હતા. વરસાદ વહેલા થવાને કારણે જગતના તાત એવા ખડુતોમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું છે.

ગીર સોમનાથમાં ખેડૂતોને સિંચાઇ પુરવઠો મળશે: ગીર સોમનાથમાં આવેલ રાવલ મચ્છુન્દ્રી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેનો લાભ આસપાસના અનેક ગામોના ખેડતોને મળશે જેથી ખેડૂતો ખુશ થયા છે. વાવાઝોડાને કારણે ગીર સોમનાથના વિસ્તારોમાં વીજળી પુરવઠો આવ્યો નથી તેથી ખેડૂતો પાણીની સમસ્યાને લઈને હેરાન થતા હતા. પરંતુ ડેમમાંથી પાણી છોડાવાને કારણે ખેડૂતોને સિંચાઈનો પુરવઠો પ્રાપ્ત થશે.

કેટલાક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડશે: હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કેમ આગામી 7 દિવસ સુધી કોઈ પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી. પરંતુ તેના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી સાત દિવસમાં અન્ય કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના નથી. આ વર્ષે ચોમાસાનું સમય પહેલા આગમન થયું હતુ. જેની ગતિ હાલ ધીમી પડી હોવાનું મોસમ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદી માહોલ બરોબર જામ્યો છે. આજે બપોરે 12 વાગ્યા પછી અમદાવાદની અંદર વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બપોર બાદ વાતાવરણમાં ફેરફારની સાથે અમદાવાદના અનેક વિસ્તારોની અંદર મેઘરાજા મહેરબાન થયા છે.

અમદાવાદના રામોલ, વસ્ત્રાલ, સીટીએસ, હાટકેશ્વર, બાપુનગર, નિકોલ, ઘોડાસર, ઓઢવ, અમરાઈવાડી, જશોદાનગર, વટવા અને નારોલમાં ધીમીધારે સતત વરસાદ ચાલુ છે. સતત ચાલુ રહેલા વરસાદને કારણે કેનાલની આજુબાજુની સોસાયટીમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં બે ફૂટ સુધી પાણી ભરાયા છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો છે. સુરતના ઉમરપાડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં 3.4 ઇંચ વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મહીસાગર, ભરૂચ અને ભાવનગરની અંદર પણ છેલ્લા 24 કલાકમાં એક ઇંચથી લઇને ચાર ઇંચ સુધીનો વરસાદ થયો છે. આ સિવાય રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છમાં વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળ્યા છે.

આગામી ત્રણ દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સારો વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે આ દરમિયાન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જેથી કાંઠાના વિસ્તારોમાં બે થી ચાર ફૂટ ઉંચા મોજા આવી શકે છે. ઉપરાંત આગામી ત્રણ દિવસ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે રાજ્યના ઘણા વિસ્તારોની અંદર વાવણીલાયક વરસાદ થઇ ચુક્યો છે. રવિવાર સુધીમાં રાજ્યમાં થયેલા વરસાદની વાત કરીએ તો અત્યાર સુધીમાં પાછળના વર્ષની સરખામણીએ આ વર્ષે બમણો વરસાદ થઈ ચુક્યો છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આ વર્ષે રાજ્યમાં ચોમાસું સારું રહેશે. જેથી ખેડૂતોના કૃષિ પાકમાં વધારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *