હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં આગામી બુધવારે ,ગુરુવારે,શુક્વારે અને શનિવારે દિવસ ભારે વરસાદ ની આગાહી 24 કલાક માટે આ રાજ્યોમાં આપ્યું એલર્ટ

કચ્છને બાદ કરતા જૂનના અંત સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસુ બેસી જશે તેવું હવામાન વિભાગના સુત્રએ જણઆવ્યું છે તો સાથે દરિયા કિનારે વરસાતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ અપાઈ છે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે .ગુજરાતમાં 16 થી 20 જૂનની વચ્ચે ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ શકે છે તેમજ અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે અને સાથે વરસાદ પણ પડી શકે છે અમદાવાદમાં 17 થી 19 જૂન દરમિયાન વરસાદની આગાહી કરવામા આવી છે સાથે 16 જૂન બાદ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગ ની આગાહી રહેશે .

ચોમાસાને લઈને અંબાલાલ પટેલની આગાહી: અંબાલાલ પટેલે મીડિયામાં વાતચીત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં 30 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થશે. જ્યારે હવામાન વિભાગે 17 જૂન આસપાસ ચોમાસાનું આગમન થવાની શક્યતા દર્શાવી હતી. પરંતુ હકીકતમાં પરિણામ કંઈ અલગ જોવા મળ્યા છે.અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે જુનની શરૂઆતમાં કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ થશે. 15 જૂન બાદ ગુજરાતમાં હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી હતી. અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સત્તાવાર ચોમાસુ બેસવામાં 21 દિવસની વાર છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 11 જૂન આસપાસ કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળશે.

હવામાન ખાતાએ આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. જ્યારે બાકીના વિસ્તારમાં અને કચ્છમાં વાતાવરણ સુક્કું રહેશે. પશ્ચિમ દિશાનો પવન નીચલા સ્તર પર ફૂંકાશે. અમદાવાદમાં આજે ગરમીનો પારો 39 ડિગ્રીને આંબી ગયો હતો. તીવ્ર ગરમીના કારણે તેમજ ઉકળાટના કારણે લોકો હેરાન થયા હતા. કોરોનાના કેસ હળવા થયા છે.વિક્રમ સંવતના સૌથી મોટા જેઠ માસના પ્રારંભ સાથે જ મેઘરાજાના આગમનની પણ છડી પોકારાઈ ગઈ છે. ચોમાસાની ઋતુના ચાર માસ પૈકી જેઠ માસના પ્રારંભ સાથે જ હવામાન ખાતાએ પણ આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરી છે. અમદાવાદમાં વરસાદની કોઈ આગાહી નથી. ઉલ્ટાનું ભેજના ઉંચા પ્રમાણના કારણે લોકો પરસેવે રેબઝેબ બની ગયા છે. અસહ્ય ઉકળાટ અને બફારાના કારણે લોકોને મુંઝારાનો અનુભવ થઈ રહ્યો છે.

ગુજરાતમાં ચોમાસાનું આગમન: સૌપ્રથમ 3 જૂનના રોજ કેરળમાં ચોમાસું ત્રાટક્યું હતું. ત્યારબાદ તે ધીમે ધીમે આગળ વધી અને કર્ણાટક તથા મુંબઈમાં પસાર થઈ અને ત્યાંથી દક્ષિણ ગુજરાત તરફ આગળ વધ્યું છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયા બાદ હવે 15 જૂન સુધીમાં અમદાવાદમાં ચોમાસુ પવનનું આગમન થશે તેવુ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ મધ્ય તથા ઉત્તર ગુજરાતમાં પણ ચોમાસું જોવા મળશે.

વરસાદ આવતા લોકો બહાર નીકળતા જોવા મળ્યા તે માટે સરકારે કરફ્યૂનો સમય વધાર્યો . આજે ગરમી અને બફારાથી છૂટકારો મેળવવા લોકો મોટી સંખ્યામાં હરવા ફરવા નીકળી પડયાં હતા. ખાસ કરીને રિવરફ્રન્ટ, કાંકરિયા પર ભારે ભીડ જોવા મળી હતી. ઘણા સમય બાદ ઠંડા પીણા અને આઈસ્ક્રીમના વેપારીઓને ત્યાં પણ થોડી થોડી ભીડ જોવા મળી રહી છે.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તેમજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસી શકે છે સમગ્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 18 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, મુંબઈમાં વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના અપરએર સર્ક્યુલેશન સક્રિય થઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના નહીવત દેખાઈ રહી છે.

 1. આ પાંચ દિવસ વરસાદ ની આગાહી હવામાન વિભાગ એ જણાવ્યું .
  તા.14- હળવાથી ગાજવીજ સાથે મધ્યમ વરસાદ સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ
  તા.14થી 15- ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ સુરત, ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, પોરબંદર અને જુનાગઢ
  તા.15થી 16- ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ સુરત, ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવ
  તા.16થી 17- ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરત, ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, કચ્છ અને દીવ
  તા.17થી 18- ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ સુરત, ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, કચ્છ અને દીવ

આ તરફ 16 થી 18 જૂન દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ સેવવામાં આવી રહી છે કચ્છને બાદ કરતા જૂનના અંત સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસુ બેસી જશે તેવું હવામાન વિભાગના સુત્રએ જણઆવ્યું છે તો સાથે દરિયા કિનારે વરસાતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ અપાઈ છે.હવામાન વિભાગની આગાહી અનુસાર પણ 17-18 જૂનની આસપાસ ચોમાસું રાજ્યમાં બેસી જશે હવામાન વિભાગના મતે 16 જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. જેમાં સુરત, ડાંગ, તાપી, નર્મદા, નવસારી અને વલસાડમાં વરસાદ વરસે તેવી શક્યતા છે. તો અમરેલી, ગીર-સોમનાથ અને જૂનાગઢમાં પણ વરસાદ વરસે તેવી શક્યતા છે .

હવામાન વિભાગ પ્રમાણે 18મી જૂન સુધી રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 17 થી 18 જૂને સુરત, વલસાડ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, તાપી, ડાંગ નવસારી અને દાદરા નગર હવેલી મધ્યમ વરસાદ પડી શકે છે. ત્યારબાદ 17 જૂન અને ત્યારબાદ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, તાપી, ડાંગ, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

નેઋૃત્વ ચોમાસું કેરળ થઈ ને ગોવા અને મહારાષ્ટ્રનબઈ બાદ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી ચુક્યું છે ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ સક્રિય થઇ ગયું છે. આ વર્ષે ચોમાસું છેલ્લા 8 વર્ષની સરખામણી વહેલું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું દીવ, સુરતથી આગળ વધી રહ્યું છે. અમદાવાદની સાથે સાથે ઉત્તર ગુજરાત માં પણ આગામી 15 થી 16 જૂન સુધીમાં વરસાદ થશે. જયારે આગામી 5 દિવસ માટે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના પ્રદેશો અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *