અંબાલાલ પટેલે ની આગાહી 8જૂન થી 15જૂન ગુજરાત પર એકસાથે બે સિસ્ટમ સક્રિય, 5 દિવસ આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ 20 જૂન પછી ચોમાસાની શરૂઆત થશે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર સહિત મધ્યગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ કેરળની સાથે ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયું હોય તેવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ સંજોગોમાં હવામાન ખાતાએ ગુજરાતમાં જુદા જુદા ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હાલમાં દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સરક્યુલેશન છવાયેલું છે. તેમજ બીજું સરક્યુલેશન દક્ષિણ ગુજરાતના કાંઠે ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર છવાયેલું છે. જો કે બંને સમુદ્રની સપાટીથી ઉપર છે. પરંતુ તેમ છતાં બબ્બે સિસ્ટમના કારણે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં સવારે અને સાંજે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ચોમાસું મોડું બેસવાની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 20 જૂન પછી ચોમાસાની શરૂઆત થશે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર સહિત મધ્યગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ છે. ગરમીએ લગભગ વિદાય લઈ લીધી હોય તેમ આજે ૩૮.૨ ડિગ્રી ગરમી નોંધાઈ છે. હવામાન ખાતાએ પણ આગામી પાંચ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય તેવી આગાહી કરી છે. અલબત્ત ૩૮ ડિગ્રી ગરમી હોવા છતાં લોકો પરસેવે રેબઝેબ બન્યા હતા. સવારે ભેજનું ૬૬ ટકા અને સાંજે ૪૪ ટકા પ્રમાણના કારણે અસહ્ય ઉકળાટ અને બફારો લોકો સહન કરી રહ્યાં છે. આગામી પાંચ દિવસ સુધી હવામાન વિભાગે ગાજવીજ, વીજળી ત્રાટકવાના અને ૩૦ થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદની આગાહી કરી છે. જેમાં પ્રથમ દિવસે દમણ, દાદરા નગર હવેલી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ, બીજા દિવસે સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દીવ, ત્રીજા દિવસે સુરત, ભરૂચ, વડોદરા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દીવ, ચોથા દિવસે દમણ, દાદરા નગર હવેલી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર દીવ અને પાંચમા દિવસે દમણ, દાદરા નગર હવેલી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર, દીવમાં આ સ્થિતિ જોવા મળી શકે છે.જેમાં અમદાવાદ, રાજકોટ, અમરેલી, બોટાદ, જૂનાગઢમાં આજે વરસાદ જોવા મળ્યો હતો. રાજકોટમાં ભારે બફારા બાદ વરસાદનું આગમન થયું છે. ગોંડલ રોડ, યાજ્ઞિક રોડ સહીત વિસ્તારમાં વરસાદ થયો હતો.

વાંસદામાં છ કલાકમાં બે ઈંચ અને સુરતના માંડવીમાં દોઢ ઈંચ વરસાદ : પંચમહાલના ગોધરામાં પણ ભારે ઉકળાટ બાદ વરસાદ વરસ્યો હતો. જિલ્લાના અનેક પંથકમાં વરસાદના આગમન સાથે ઠંડક પ્રસરી હતી. તો સાથે જિલ્લાના કેટલાક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ પણ જોવા મળ્યું હતું. પ્રિમોન્સૂન એક્ટિવિટી દરમિયાન સતત બીજા દિવસે વરસાદ ખાબક્યો હતો. રવિવારે નવસારી જિલ્લાના વાંસદામાં ૬ કલાકમાં બે ઇંચ જ્યારે સુરતના માંડવીમાં બપોરે દોઢ ઈંચ, ઉમરપાડામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે જ તાપી જિલ્લાના વ્યારામાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. તેવી જ રીતે સુરત શહેરના છૂટાંછવાયાં વિસ્તારમાં ઝાપટાં પડયાં હતા. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે. આ સાથે જ સુરત, નવસારી, તાપીમાં વરસાદ પડે તેવી સંભાવના છે. નવસારી જિલ્લાના વાંસદામાં ૬ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો.

સૌરાષ્ટ્રના અનેક પંથકની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અને મેઘરજ અને મોડાસામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. અસહ્ય બફારા બાદ વરસાદ શરૂ થયો હતો. જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ઉપરાંત સુરત અને તાપી જિલ્લામાં વરસાદ પડયો હતો. સુરતના માંડવીમાં દોઢ ઈંચ અને ઉમરપાડામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. બાકીના તાલુકાઓમાં ઝાપટાં નોંધાયા હતા. જ્યારે તાપી જિલ્લાના વ્યારામાં પણ એક ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે તાપી જિલ્લામાં રવિવારે આખો દિવસ વાદળછાયું વાતાવરણ છવાયેલું રહ્યું હતું. ડાંગ જિલ્લાના સાપુતારામાં પણ દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. સાપુતારામાં વરસાદે બઘડાટી બોલાવી હતી. બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ પડતાં પાણી પાણી થઇ ગયું હતું. સાપુતારામાં વરસાદથી વાતાવરણ ખુશનુમા બનતાં પ્રવાસીઓ ઊમટી પડયા હતા. ગિરિમથક સાપુતારા અને બોટાનિકલ ગાર્ડનમાં મોટી સંખ્યામાં લોકો ફરવા પહોંચ્યા હતા.

હવામાન વિભાગની પાંચ દિવસની આગાહી : અંબાલાલ પટેલે કહ્યું કે 28-29 જૂનથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થેશે. 9થી 11 જૂન સુધી ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડશે. પૂર્વ પટ્ટી, ઉત્તર ગુજરત, સૌરાષ્ટ્રમાં પ્રિ મોનસુન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે. રોજ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર અને બોટાદ૭થી ૮ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ અને દીવ૮થી ૯ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ સુરત, ભરૂચ, વડોદરા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર વહેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દીવ૯થી ૧૦ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ દમણ, દાદરા નગર હવેલી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર, દીવ ૧૦થી ૧૧ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ દમણ, દાદરા નગર હવેલી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર, દીવઆગામી 11 અને 12 જૂને કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડશે. 15થી 19 જૂને પણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ થશે. જ્યારે મધ્ય અને પૂર્વ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના છે. સત્તાવાર ચોમાસુ બેચવાના હજુ 20 દિવસની વાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *