ગુજરાત માં આ મહિના માં ત્રીજી લહેર આવે છે ગુજરાતના નિષ્ણાત ડૉક્ટરના નિવેદનથી ગુજરાત ને ટેન્શન વધ્યું

ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને લઇ AMAના જોઇન્ટ સેક્રેટરીનું નિવેદન સામે આવ્યું છે, AMAના જોઇન્ટ સેક્રેટરી ડૉ.સાહિલ શાહે કહ્યું છે કે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર કાબૂ મેળવવો ખૂબ જરૂરી છે અને જો આવું નહીં થાય તો કોરોનાની ત્રીજી લહેર ખતરનાક અને અત્યંત ઘાતક પૂરવાર થઈ શકે છે. ડૉ.સાહિલ શાહ વધુમાં જણાવે છે કે ડેલ્ટા પ્લસ પર વેક્સિનની અસરકારતા મુદ્દે હાલ રિસર્ચ ચાલી રહ્યું છે.

આપણા દેશમાં બે ચીજો એવી છે કે જે કેટલીય વિપરિત પરિસ્થિતિમાં અટકતી નથી. એક છે રાજકારણ અને બીજું ધર્મ. આથી તમે જોતા હશો કે આ કોરોનાકાળમાં પણ રાજકારણની ખબરો સૌથી ઉપર જોવા મળી રહી છે. પરંતુ અમારું માનવું છે કે રાજનીતિ તમે ત્યારે કરશો જ્યારે તમે જીવતા રહેશો. આથી આજે અમે સૌથી પહેલા તમને કોરોના વાયરસની ત્રીજી લહેર વિશે જણાવીશું. હાલ જ્યારે આખો દેશ એ રાહ જોઈ રહ્યો છે કે કોરોના વાયરસની બીજી લહેરનો પીક ક્યારે આવશે? ત્યારે આ મહામારીની ત્રીજી લહેર પણ દરવાજે આવીને ઊભી રહી ગઈ છે.

મહત્વનું છે કે કોરોનાની બીજી લહેરમાં પણ ડેલ્ટ પ્લસ વેરિઅન્ટ જવાબદાર હોવાનું ડૉ.સાહિલે જણાવ્યું છે. તેમજ ડેલ્ટા પ્લસના કારણે જ બીજી લહેરમાં મૃત્યુદર વધ્યો હતો. હાલ ડેલ્ટ પ્લસ વેરિઅન્ટના દેશમાં 50થી વધુ કેસ નોંધાયા છે ત્યારે ડૉ.સાહિલ શાહે મેળાવડા જમા ન કરવા તબીબો અને જાહેર જનતાને અપીલ કરી છે મહત્વનું છે કેન્દ્ર સરકારે પણ ગુજરાત સહિત 8 રાજ્યોને ચેતવણી ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને કાબૂમાં લેવાની સૂચના આપી છે કેન્દ્રએ કહ્યું છે કે ડેલ્ટ વકર્યો તો કાબૂમાં નહીં કરી શકો કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના ફેલાવાને રોકવા માટે તમિળનાડુ, ગુજરાત સહિત 8 રાજ્યોને પત્ર લખીને સૂચના આપી છે તેમજ કેન્દ્રિય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે પત્રમાં લખ્યું છે કે જે જિલ્લામાં વાયરસનો આ નવો વેરિયેન્ટ જોવા મળ્યો છે ત્યાં કોન્ટેક્ટ ટ્રેસિંગ, વધુમાં વધુ ટેસ્ટિંગ, ભીડ અટકાવવા અને અગ્રતા ધોરણે રસીકરણ જેવા પગલા લેવામાં આવે .

રાજેશ ભૂષણે ડેલ્ટ વેરિઅન્ટને લઈ તામિલનાડુ, ગુજરાત, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, પંજાબ, જમ્મુ અને કાશ્મીર હરિયાણાના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે,એ જાણ કરી છે કે ડેલ્ટા પ્લસ વેરિયેન્ટ ચિંતાજનક છે. તે ખૂબ જ સંક્રામક છે અને ફેફસાના કોષોને મજબૂત રીતે ચોંટે છે. તે સાથે જ, તે મોનોક્લોનલ એન્ટિબોડીઝને પણ ઘટાડે છે.લોકો બીજી લહેરના પીકન રાહ જોતા રહી ગયા અને વાયરસની ત્રીજી લહેરનું સંકટ પણ દેશ સામે આવીને ઊભું રહી ગયું.

આજે જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી કે જે પ્રકારે દેશમાં સંક્રમણ ફેલાઈ રહ્યું છે તેનાથી એ સ્પષ્ટ છે કે આ વાયરસની ત્રીજી લહેર પણ આવશે. આ લહેર ક્યારે આવશે અને કેટલા સમય માટે આવશે તેના વિશે કોઈ પૂર્વાનુંમાન કરી શકાય નહીં પરંતુ આપણે ત્રીજી લહેર માટે તૈયાર રહેવું જોઈએ. બરાબર એ જ રીતે જે રીતે સમુદ્રમાં સતત ઊંચી લહેરો ઉઠ્યા બાદ જહાજના કેપ્ટન, ક્રુ મેમ્બર્સ અને તેમાં બેઠેલા લોકો સાવધાન થઈ જાય છે. સરળ શબ્દોમાં કહીએ તો તમે તમારા પરિવારને એક જહાજમાં સવાર સમજો અને એમ માની લો કે આ મહામારી એક સમુદ્રની જેમ છે અને કોરોના વાયરસની લહેરો તેમાં ખુબ ઉપર ઉઠી રહી છે. જો તમારે તમારા જહાજને ડૂબતું બચાવવું હોય તો તમારે સતર્ક રહેવું પડશે અને તૈયાર રહેવું પડશે.

મહત્વનું છે ગયા વર્ષે કોરોના કેસમાં ધરખમ વધારો થયો ત્યારે કોરોના વાયરસનું વિશ્લેષણ કરવા માટે એક લેબ્સ તૈયાર કરવામાં આવી હતી જે INSACOG એ દેશની 10 લેબ્સનું એક સમુહ છે, જેમાં દેશની અગલ અગલ લેબ્સ સાથે મળીને કોરોના ઉપર રિસર્ચ કરે છે અને વાયરસનું જિનોમ સિક્વિન્સિંગ કરી વાયરસનું વિશ્લેષણ કરે છે. જિનોમ સિક્વન્સીંગ ઉપરાંત, જ્યારે વાયરસના નવા સ્વરૂપો જોવા મળે છે, ત્યારે તેને રોકવા માટે ત્યાં કયાં પગલા લેવામાં આવે તે અંગે પણ સલાહ આપે છે.કેન્દ્રીય આરોગ્ય સચિવે તેમના પત્રમાં લખ્યું છે કે આ મામલે જે પગલા લેવામાં આવશે તે વધુ કેન્દ્રિત અને કડક હોવા જોઈએ. તેમણે રાજ્યોને કોવિડથી ચેપગ્રસ્ત થયેલા લોકોનાં સેમ્પલ પૂરતા પ્રમાણમાં હેઠળની લેબ્સમાં મોકલવા જણાવ્યું હતું જેથી ક્લિનિકલ રોગચાળા સંબંધી લિંક્સ સ્થાપિત થઈ શકે.મહત્વનું છે કે દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે કોરોનાના નવા વેરિએન્ટ ડેલ્ટા પ્લસનો ફફડાટ વધી રહ્યો છે. દેશના 11 રાજ્યોમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 50 જેટલા કેસ સામે આવી ચૂક્યા છે.

વાયરસના જે અવતારને આંધ્ર પ્રદેશ વેરિએન્ટ કહેવામાં આવે છે તે આવું જ કરે છે. આ વેરિએન્ટ 2 થી 3 દિવસમાં જ દર્દીને ICU બેડ પર પહોંચાડી દે છે અને પછી તેનો જીવ લઈ લે છે. એટલું જ નહીં આ વેરિએન્ટ એ બાકીના વેરિએન્ટ કરતા 15 ગણો વધુ ખતરનાક છે. આથી અમે તમને કહી રહ્યા છીએ કે હવે તમારે વધુ સાવધાની વર્તવી પડશે અને માસ્ક તો તમારે બિલકુલ હટાવવાનો નથી. કેટલાક અભ્યાસમાં એવી આશંકા પણ વ્યક્ત કરાઈ છે કે પહેલી લહેરમાં વાયરસે વૃદ્ધો પર એટેક કર્યો, બીજી લહેરમાં યુવાઓ સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે અને ત્રીજી લહેરમાં તે બાળકો માટે જોખમી બની શકે છે. આથી હવે દરેક પરિવારે કેટલીક વાતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. ગુજરાતમાં પણ હવે કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના બે કેસ નોંધાયા છે. ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના બે કેસ હોવાનો કેંદ્ર સરકારના પ્રેઝન્ટેશનમાં ખુલાસો થયો છે.

દેશમાં કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે.એક અભ્યાસ મુજબ હાલ ભારતની કુલ વસ્તીમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની ભાગીદારી 30 ટકા છે. બાળકો માટે હજુ કોઈ રસી આવી નથી. ભલે દેશમાં રસીની કમી હોય પરંતુ 18 વર્ષથી ઉપરના લોકો માટે સરકારે રસીની વિન્ડો ખોલી નાખી છે. હવે બચી ગયા છે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને તેમના માટે હાલ કોઈ રસી નથી. આ અભ્યાસમાં એવું આકલન કરાયું છે કે જો 18 વર્ષથી ઉપરના લોકો માટે રસીકરણ થઈ ગયું તો નાના બાળકો પર વાયરસ વધુ એટેક કરશે અને 6 થી 12 વર્ષના બાળકોને તે ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. એટલે કે આ ઉંમરના બાળકોના તે જીવ પણ લઈ શકે છે. આથી અહીં તમારે બે વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે બાળકોને પણ કોરોના થઈ શકે છે અને બીજી વાત એ કે શક્ય છે કે જો ત્રીજી લહેર આવી તો દેશમાં લાંબા સમય સુધી શાળાઓ બંધ હોય.

ભારતમાં અત્યાર સુધીમાં લગભગ 16 કરોડ લોકોને રસી મૂકાઈ ગઈ છે. જેમાંથી એક ડોઝ લેનારા લોકોની સંખ્યા લગભગ 13 કરોડ છે અને બંને ડોઝ લેનારાઓની સંખ્યા લગભગ 3 કરોડ છે. જે પ્રમાણે દેશમાં હજુ લગભગ 2 ટકા લોકોને રસીના બે ડોઝ મળ્યા છે. જ્યારે અમેરિકાના ચીફ મેડિકલ ઓફિસર એન્થની ફાઉચીનું કહેવું છે કે કોરોના વાયરસથી બચવા માટે દેશની કુલ વસ્તીના 85 ટકા લોકોનું રસીકરણ કરવું પડશે. તમને પણ લાગતું હશે કે હવે તમે કોરોનાથી થાકી ગયા છો. પરંતુ અમે તમને કહેવા માંગીએ છીએ કે આ કોવિડકાળ લાંબો ચાલવાનો છે અને આ માટે તમારે તમારી ઉર્જા જાળવી રાખવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *