સોમવારે થી બુધવારે દિવાળી પહેલા રાજ્યમાં વાવાઝોડુ અને ભારે વરસાદ ની આગાહી હવામાન વિભાગ દ્વારા લખી લેજો આ તારીખ - Aapni Vato

સોમવારે થી બુધવારે દિવાળી પહેલા રાજ્યમાં વાવાઝોડુ અને ભારે વરસાદ ની આગાહી હવામાન વિભાગ દ્વારા લખી લેજો આ તારીખ

તમને ખબર તમને જણાવી દઈએ કે રાજ્યમાં હવે ગુજરાતમાં ધીરે ધીરે શિયાળાની શરૂઆત થઇ રહી છે, આ સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ભેજ અને ગરમીને કારણે લોકલ ફોર્મેશન બન્યું હતું.

જેની અસરના ભાગરૂપે વરસાદી ઝાપટાં પડ્યા હતા. પવનની દિશા બદલાઇ છે. જેની અસર જોવા મળી રહી છે. આ સાથે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ત્રણેક દિવસ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતાઓ છે.

ત્યારે તમને જણાવી દઈએ કે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે પણ ખેડૂતોને ચેતવણી આપી છે કે, હાલના સમયમાં શિયાળું પાકનું વાવેતર ન કરતા. કારણ કે, આગામી દિવસોમાં વરસાદની ફૂલ શક્યતા છે. અને આ વરસાદ શિયાળું પાકને નુકસાન કરી શકે છે.

તમને નહિ ખબર હોય પરંતુ અમે જણાવી દઈએ કે પાછળના 3 કે 4 દિવસથી કેરલના દરિયા કિનારે એક વાવાઝોડુ અથડાયું હતું તેના લીધે કેરળ ખુબ વરસાદ વરસ્યો છે. જેની અસરના પગલે સમગ્ર કેરલમાં ગણી ન શકાય તેટલા લોકોની સાથે સાથે પશુ અને પ્રાણીઓ ગાયબ થયા છે.

આ વાવાઝોડુ પાણી ભરીને આવ્યું અને કેરળ પર ઠલવાઈ ગયું હોઈ તેની જેમ વરસાદ વરસ્યો હતો. ત્યારે હજુ ફરી એકવાર દેશના વિવિધ ભાગોમાં વરસાદ ધમધોકાર બોલાવી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ઓછા દબાણવાળા વિસ્તારો બન્યા છે.

આ દરમિયાન, હવામાન વિભાગ અને ગુજરાતના હવામાન શસ્ત્રી અંબાલાલ પટેલે માહિતી આપી છે કે લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના બે વિસ્તારોની રચનાને કારણે દેશના ઘણા ભાગોમાં 31 ઓક્ટોબર સુધી વરસાદ ચાલુ રહેશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે શિયાળો આવતા જ કેટલાક નક્ષત્રોમાં ફેરફાર થયો છે. તેથી હવે આવનારા મહિનાઓ માં એટલે કે નવેમ્બર અને ડીસેમ્બર મહિનામાં શિયાળાની સાથે સાથે જ કેટલાક કમોસમી વરસાદ પણ થશે અને કેટલાક વાવાઝોડા પણ આવશે.

અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 31 ઓક્ટોબર સુધીમાં પંચમહાલ, મહિસાગર, ભરૂચ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભાવનગર, સુરત, વડોદરા નર્મદા, નવસારી અને તાપી એમ 16 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે.

બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર, ડિપ્રેશનમાં ફેરવાયા બાદ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં ફરી મેઘમંડાણ થઇ શકે છે. હવામાન વિભાગે જામનગર, પોરબંદર, વલસાડ, દ્વારકા, ગીર, સોમનાથ, દમણ, દાદરા નગર-હવેલી, અમરેલીમાં આગામી 4 દિવસ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *