સોમનાથ મંદિરે ગગનચુંબી શિખર ઉપર મહાદેવ..ભગવાન આપે છે કંઈક આવા સંકેત…એકવાર અવશ્ય વાંચજો

ઘૂઘવાતા અરબ મહાસાગર તટે બિરાજતા બાર જયોતિર્લિંગ પૈકીના પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરના ૧૫૧ ફુટ ઉંચા ગગનચુંબી શિખરે હવે ભાવિકો સ્વહસ્તે ધ્વજારોહણ કરી શકે તેવી સીસ્ટમ ટુંક સમયમાં આવી રહી છે.આ સીસ્ટમથી મંદિર શિખરે ધ્વજા ચઢાવવા માટે ભાવિકોએ મંદિર ભૂમિ ઉપર ઉભા રહી ધ્વજા ચઢાવવાની દોરી ખેંચી ધ્વજા શિખર ઉપર ચઢે ત્યાં સુધી સ્વહસ્તે પોતે ધ્વજા ચઢાવ્યાની દિવ્ય અનુભૂતિ કરી શકશે.ખોડલધામ સંસ્થા તરફથી ચેરમેન નરેશ પટેલ મહાદેવના મંદિર સોમનાથને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે.તેને બદલે ભાવિકો મંદિરના શિખરે ખુદ ધ્વજારોહણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શકશે.. જગવિખ્યાત જ્યોતિર્લિંગ જ્યાં વર્ષે લાખો ભક્તો દર્શન કરવા આવે છે એવા સોમનાથ મહાદેવના મંદિરમાં હવે ઓટોમેટિક સિસ્ટમ લગાવવામાં આવશે.

સોમનાથ મહાદેવ મંદિરના ગગનચુંબી શિખરે હવે ભાવિકો સ્વહસ્તે ધ્વજારોહણ કરી શકે તે માટે યાંત્રિક સીસ્ટમ ટુંક સમયમાં મંદિર ખાતે કાર્યરત કરાશે. હાલ શિખર ઉપર ચડીને મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ ભાવિકો વતી ધ્વજારોહણ કરે છે. તેને બદલે ભાવિકો મંદિરના શિખરે ખુદ ધ્વજારોહણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શકશે.સોમનાથ મંદિરમાં ધ્વજારોહણ માટે ઓટોમેટિક સિસ્ટમ લાગશે:સોમનાથ મંદિરમાં ધ્વજારોહણ માટે એવી સિસ્ટમ લગાવવામાં આવશે કે મંદિરમાં ધજા માટે ચડવું નહીં પડે. તે માટે જામનગરમાં ખાસ પ્રકારની ઓટોમેટિક સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે તથા આ જ પ્રકારની સિસ્ટમ હાલમાં રાજકોટમાં આવેલ ખોડલધામ મંત્રી ખાતે પણ કાર્યરત છે.આ અંગે સોમનાથ મંદિર ખાતે સર્વે પણ થઈ ચૂકયો છે. અને સીસ્ટમ અંગેની કાર્યવાહી ગતિમાં છે. આ પ્રકારની ધજારોહણ સીસ્ટમ ખોડલધામ ખાતે કાર્યરત છે.

સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા એ જણાવ્યું હતું કે, આ યાંત્રિક સીસ્ટમથી ચઢનારી ધજા ભાવિક ખુદ જાતે જ શિખર સુધી રવાના કરશે અને ત્યાંથી આગલી ધજા ફરી મંદિર પરિસરમાં આવશે સમગ્ર પ્રોજેકટ સહયોગ ખોડલધામ ટ્રસ્ટ અધ્યક્ષનું યોગદાન છે.ભાવિકો નીચે ઉભા રહીને ઓટોમેટિક સિસ્ટમથી ચડાવશે ધજ:સોમનાથ મંદિરમાં અત્યાર સુધી 151 ફૂટ ઉપર ચઢીને ધ્વજા ચડાવવામાં આવી હતી જેમાં 2 જ પરિવાર દ્વારા આ પ્રથા કરવામાં આવે છે. જોકે હવે એવી સિસ્ટમ મંદિરમાં આવી જશે કે ભાવિકો નીચે ઊભા રહીને જ ઓટોમેટિક સિસ્ટમથી ધજાને મંદિર પર ચડાવી શકશે.હાલ સોમનાથ ખાતે ભાવિક ધ્વજારોહણ લખાવે એટલે તેના નિયત દિવસ સમયે મંદિર પરિસરમાં ભાવિક સપરિવાર મંદિરના પુજારીઓના મંત્રોચ્ચારથી પૂજનવિધિ થાય છે અને જે સંપન્ન થયા બાદ મંદિરના કર્મચારી મંદિરના શિખરે ધ્વજા ચઢાવવા ઉપર જાય છે

૧૯૫૧માં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ છેલ્લા ૭૦ વરસથી દરિયાના સુસવાટા પવન, વરસાદનો પવન પક્ષીઓ તથા સીડીને બદલે પોતાની ચપળતાથી સોમનાથ ટ્રસ્ટના કર્મચારી જોખમ વેઠીને પણ આ પ્રભુકાર્ય શિવભક્તિ બજાવી રહ્યા છે.હાલ સોમનાથ ખાતે ભાવિક ધ્વજા લખાવે એટલે તેના નિયત દિવસ સમયે મંદિર પરિસરમાં ભવિક સપરરિવાર મંદિરના પુજારીઓના મંત્રોચ્ચારથી પૂજન વિધી થાય છે. સમુદ્ર તટે આવેલ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરના ૧૫૧ ફૂટ ઊંચા ગગનચુંબી શિખરે ભાવિકો સ્વ હસ્તે ધજા રોહણ કરી શકશે તેવી યાત્રિક સીસ્ટમ ટુંક સમયમાં કાર્યરત થશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *