સોમવારે થી દિવાળી પર ખેડૂતો અને માટે ખરાબ સમાચાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી - Aapni Vato

સોમવારે થી દિવાળી પર ખેડૂતો અને માટે ખરાબ સમાચાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી

રાજ્યમાં અરબ સાગરમાં રહેલો ભેજ હજી વરસાદ ખેંચી લાવે તેમ છે. જેથી નવરાત્રિના દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાંથી ચોમાસુ પૂર્ણ થઈ ગયુ છે. પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજી આંશિક અસર યથાવત રહેશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિ સામાન્ય છૂટો છવાયો વરસાદ આવી શકે છે.

રાજ્યમાં આ વર્ષે નવરાત્રિમાં પણ વરસાદી ઝાપડાં પડી રહ્યા છે. ગઈકાલે જ અમદાવાદના સહિત રાજ્યના 23 જિલ્લાના 60 તાલુકાઓમાં વરસાદથી ખેલૈયાઓ ચિંતામાં મૂકાઈ ગયા હતા. ત્યારે અમદાવાદમાં હજુ પણ બે દિવસ સુધી વરસાદી ઝાપટાં પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 96 ટકા વરસાદ પડી ગયો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવારે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, સૌરાષ્ટ્રના ભાવનગર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ તથા દીવમાં વરસાદની સંભાવના છે.

જ્યારે રવિવારે સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં વરસાદ પડી શકે. મંગળવારે વડોદરા, સુરત, ભરુચ, નવસારી, તાપી, ડાંગ, વલસાડ તથા દમણમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

ચોમાસાને વિદાય લેવી ગમતી ન હોય તેમ આસોમાં પણ મેઘધારા વહેવાનું શરૂ રહ્યું છે. શનિવારે ગોંડલ શહેરમાં દોઢ કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડી જતાં માર્ગો પર નદીઓ વહી હતી અને ગ્રામ્ય પંથકમાં ખેતરો ચેકડેમ જેવા બની ગયા હોય તેવો માહોલ સર્જાયો હતો. ધોરાજીમાં પણ 1.5 ઇંચ અને જસદણમાં અડધો ઇંચ વરસાદ પડી જતાં અસહ્ય બફારાથી અકળાતા લોકોને રાહત મળી હતી.

કોટડા સાંગાણીમાં પોણા ત્રણ ઇંચ અને મોટીમારડમાં 1.5 ઇંચ વરસાદ પડી ગયો હતો. આટકોટ 1 ઇંચ વરસાદ સાથે ભીંજાયું હતું. મધ્ય ગીરમાં ચાર ઇંચ સુધી વરસાદ થયો હતો, જ્યારે સાસણ ગીર જંગલમાં 3 ઇંચ વરસાદ થયો હતો. જૂનાગઢ અને કેશોદમાં ગાજવીજ સાથે એક ઇંચ વરસાદ વરસી ગયો હતો.

ગુજરાતમાં ચોમાસાની સિઝનનો કુલ 95 ટકા વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરના જણાવ્યા પ્રમાણે સૌથી વધુ વરસાદ સપ્ટેમ્બર મહિનામાં થયો છે. આંકડાઓ અનુસાર રાજ્યમાં અત્યાર સુધી 798.7 મીમી 31 ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાંથી 426.21 મીમી 16 ઇંચ એકલા સપ્ટેમ્બરમાં નોંધાયો છે. સપ્ટેમ્બરમાં છેલ્લા 10 વર્ષનો સૌથી વધુ વરસાદ પડ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં ત્રીજા નોરતે મેઘરાજાએ શનિવારે બપોરે ધમાકેદાર અન્ટ્રી મારી અડધો કલાકમાં 2.5 ઇંચ મૂળધાર વરસાદથી શહેરને પાણી પાણી કરી દીધું હતું. વલસાડ ઉપરાંત કપરાડા તાલુકામાં પણ શનિવારે દિવસ દરમિયાન એક ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં ભારે હળવા ઝાપટાં જારી રહ્યા હતા. ભરૂચમાં સવા ઇંચ અને અંકલેશ્વરમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *