ગુજરાત માં પાટીદારો એક થઈ જાય તો કેટલા સિંહાસન હલાવી શકે? જાણો કેટલો છે પાટીદારોનો ‘પોલિટિકલ પાવર’ CM પાટીદાર બને તો ગુજરાત માં શું થાય

ખોડલધામ ખાતે બે દિવસ પહેલા એક એવી બેઠક મળી, જેના કારણે ગુજરાતના રાજકીય વાતાવરણમાં અચાનક જ ગરમી આવી ગઈ. બેઠક હતી પાટીદાર આગેવાનોની. જેમાં ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે પાટીદારોના પ્રભુત્વ પર ચર્ચા થઈ. અને માગ ઉઠી કે વર્ષ 2022માં ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર હોવા જોઈએ.ખોડલધામ ટ્રસ્ટના ચેરમેને ઊંઝામાં સરપંચથી સંસદ અને ક્લાર્કથી કલેક્ટર સુધી પાટીદારો હોવા જોઇએ તેવી પણ હાકલ કરી હતી. આ વાતને રાજકોટના વીંછિયાના કડવા પાટીદાર અગ્રણી પોપટ ફતેપરાએ માત્ર બનાવટ હોવાનું કહી નરેશ પટેલે કડવા પાટીદારોનો ઉપયોગ પોતાના રાજકીય રોટલા શેકવા માટે રાજ્યસભા અથવા 2022માં ચૂંટણી માટે લાભ લેવા બણગા ફૂંક્યાનો આક્ષેપ કર્યો છે.

પાટીદાર CM હોવાની માંગ ઉઠી: ખોડલધામ ખાતે યોજાયેલી બેઠકમાં કડવા અને લેઉવા પાટીદારો મતભેદ ભૂલીને એકતાનો સંદેશ આપ્યો છે ત્યારથી સમાજની મહત્વકાંક્ષા પણ વધી અને સમાજને રાજ્યના CM કે અન્ય હોદ્દાઓ પર મહત્વનું પદ મળે તે માટે ચર્ચાઈ રહ્યું છે. જો કે 2022મા વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પાટીદાર બેઠક મળી તેમાં રાજકીય નિર્દેશો મળ્યા ત્યારે સમાજની મહત્વકાંક્ષા પણ સામે આવી રહી છે. એક બાજુ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં અત્યારથી તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે ત્યાં ભાજપ દ્વારા પણ નેતાઓનો બેઠકોનો દોર શરૂ થઈ ગયો. આ સિવાય પાટીદાર સમાજના અગ્રણીઓ પણ એક થઈ રહ્યા છે ત્યારે આજે ભાજપ નેતાઓ દ્વારા મોટી બેઠક થવા જઈ રહી છે.

15 ટકા વસ્તી ધરાવે છે પાટીદાર સમાજ: જો કે ખોડલધામ ખાતે યોજાયેલી કડવા અને લેઉવા પાટીદાર સમાજની બેઠકમાં બાદ પાટીદાર સમુદાય મહત્વકાંક્ષી બન્યો છે. હાલ 15 ટકાની વસ્તી ધરાવતો પાટીદાર સમાજ રાજ્યના રાજકારણમા ખૂબ જ મહત્વનું પાસું ધરાવે છે.આજે ભાજપના બધા જ ધારાસભ્યોની બેઠક થવાની છે. વિધાનસભામાં સાંજે ચાર વાગે આ બેઠક કરવામાં આવસાહે જેમાં રાજ્યના સીએમ અને નાયબ મુખ્યમંત્રી સહિત પ્રદેશ પ્રમુખ પણ ભાગ લેશે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ જોડાઈ શકે છે.

પાટીદારોનો કેટલો છે પાવર તે જાણો :રાજ્યમાં કડવા અને લેઉવા પાટીદાર સમુદાયની 15 ટકા વસ્તી છે જેથી 2012માં 182 ધારાસભ્યો માંથી 50 ધારાસભ્યો પાટીદાર સમુદાયમથી હતા 2012મા જીતેલા 50 ધારાસભ્યોમાંથી 36 ધારાસભ્યો ભાજપ માંથી ચૂંટાયા હતા પાટીદાર આદોલન બાદ સમીકરણ બદલાયા અને કોગેસેની પાટીદારમાં સીટો વધારો થયો 2017માં ભાજપના 28 અને કોગસના 20 પાટીદાર ધારાસભ્યો વિજય બન્યા જો કે કોગેસના મળેલા 2017માં વિજય થયેલા 20 ધારાસભ્યોમા ફક્ત 11 પાટીદાર ધારાસભ્યો કોગેસ માંથી ચૂંટાયા હતા 2017માં ભાજપનાં 8 ધારાસભ્યો ઘટાડો થયો હતો હાલ ભાજપનાં 44 ધારાસભ્યો, ત્રણ કડવા અને ત્રણ લેઉવા પટેલમાંથી એમ 6 સાંસદો જ્યારે ત્રણ સાંસદો હાલ રાજ્યસભામાં પાટીદાર સમુદાયના છે

શું કહે છે ભાજપ?: ભાજપમા પાટીદાર મહ્ત્વકાંક્ષી અંગે પૂછતાં ભાજપનાં પાટીદાર નેતા અને ભાજપનાં મંત્રી મહેશ કસવાલા જણાવ્યું કે,રાજ્યમા પાટીદાર સમાજએ સંગઠિત સમાજ છે,જે કૃષિ અને વૈજ્ઞાનીક ક્ષેત્રે આગળ વધ્યો એટલે સુસુક્ષિત આગળ વધ્યો છે. તેમ રાજનીતિમાં પણ મુખ્યમંત્રી જેવા પદમાં તમામ સાથે લઈ શકાઉ તેવું નેતૃવ જરૂરી છે. સવારે દિલ્હી પરત જતા પહેલા શનિવારની રાતે પ્રભારી ભૂપેન્દ્ર યાદવ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યા હતા. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા એમ ચાર જ નેતાઓ હોવાનું જાણવા મળ્યુ છે.

કોંગ્રેસ પાટીદારોને પોતાના તરફ ખેંચવા તલપાપડ: જો કે પાટીદાર આંદોલન બાદ પાટીદાર સમુદાયમાં ક્યાંક કોગેસને સમર્થન સાથે કોગેસ તરફ મહ્ત્વકાંક્ષી બન્યું હોય તેમ જોવા મળી રહ્યું છે. ત્યારે આજે કોગેસના પાટીદાર નેતાઓ પણ બેરોજગારી કે રોજગારી માટે જે સક્ષમ બને તેવા નેતાઓ પ્રધાન્ય આપવાની વાત કરી સમાજ નહિ પરંતુ રાજ્યના અનેક લોકો રોજગારી તકો અને પ્રશ્નો વાચા આપે તેના તરફી મહ્ત્વકાંક્ષી બનવાની વાત કરી રહ્યા છે ત્રો અનુસાર મળતી માહિતી મુજબ આ બેઠકમાં ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણી મુદ્દે ધારાસભ્યો સાથે ચર્ચા કરવામાં આવશે અને કોરોના વાયરસના ગ્રાઉન્ડ રિપોર્ટ પર ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં કેજરીવાલની એન્ટ્રી મુદ્દે પણ બેઠકમાં ચર્ચા થાય તેવી પ્રબળ સંભાવના છે ત્યારે ગુજરાતના ભાજપના બધા જ ધારાસભ્યોને હાજર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.

OBC કરતાં પાટીદારોનો વગ વધારે: જો કે ભાજપ હોય કે કોગેસ બન્ને પોતાના પક્ષના શાસન અંગે સમાજ માટે મહ્ત્વકાંક્ષી સેવી રહ્યા હોવાનું સ્વાભાવિક છે,પરંતુ રાજકીય વિશ્લક હરિ દેસાઈનું કહેવું છેકે ફક્ત કોઈ એક સમાજ મહ્ત્વકાંક્ષી બને તે અગત્યનું નથી પરંતુ તમામ સમાજ મહ્ત્વકાંક્ષી બને તે જરૂરી છે. જો કે હાલ રાજ્યમા OBC સમાજ 40 ટકા છે,જ્યારે પાટીદાર 12 ટકા છે,પરંતુ રાજકીય પ્રભાવ અને વગ વધારે છે,માટે પારીદર મહતકાક્ષી બન્યા છે. આ પહેલા ગુજરાતના ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ બે દિવસના ગુજરાત પ્રવાસ પર આવેલા હતા જ્યાં તેમને ગુજરાતના દિગ્ગજ નેતાઓ સાથે એક એક કરીને મુલાકાત કરી હતી.

જો કે હાલ તો પાટીદાર સમુદાય એક મંચ પર આવ્યા બાદ આડકતરી રીતે સમાજને પ્રધાન્ય આપવાનો મેસેજ આપ્યો છે. ત્યારે હવે ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમીએ પણ પગ પેસારો કર્યો છે ત્યારે આવનાર વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગમા પાટીદાર કર્યા પક્ષને સમર્થન કરે છે તે તો જોવું જ રહ્યું. નરેશ પટેલે જણાવ્યું હતું કે, અમારી વાત પાટીદારોને મજબૂત કરવાની હતી. હું ૨૦૨૨ની ચૂંટણી લડવાનો હાલ ઈરાદો ધરાવતો નથી. ચૂંટણી લડવી હશે ત્યારે ખોડલધામનો હોદ્દો છોડી દઈશ. બે પટેલ ઉમેદવારો સામસામે લડતા હશે ત્યારે સક્ષમ ઉમેદવારને ટેકો અપાશે. આપ અંગે તેમણે કહ્યું કે, ગુજરાતમા આપનું ભાવી ઉજળું જણાય છે. તેમની આ કોમેન્ટને પગલે ભાજપ અને કોંગ્રેસમા જાત જાતની અટકળો શરૂ થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *