ગુજરાત માં ઓફલાઈન શાળાઓ શરૂ કરવાને લઈને સૌથી મોટા સમાચાર સરકાર એ આ તારીખે શાળાઓ શરૂ કરવા માં આવે છે - Aapni Vato

ગુજરાત માં ઓફલાઈન શાળાઓ શરૂ કરવાને લઈને સૌથી મોટા સમાચાર સરકાર એ આ તારીખે શાળાઓ શરૂ કરવા માં આવે છે

તો સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું હતું કે, કોરોના કેસ ઘટતાં શાળાઓ શરૂ કરવા રાજ્ય સરકાર હકારાત્મક મૂડમાં છે અને આગામી 2 મહિનામાં જ શાળા કાર્ય શરૂ કરવા અંગે નિર્ણય લેવાઈ છે. તો આજની બેઠકમાં ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ કરવાને ગાઈડલાઈન પણ તૈયાર કરાશે તેવી પણ ચર્ચા કરવામાં આવી હતી. કોરોનાના કારણે ચાલુ વર્ષે ધોરણ.૧૦ના નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાથી ધોરણ.૧૧માં વિદ્યાર્થી સમાવવાની ક્ષમતા કરતાં સંખ્યા વધી જશે.

જેથી શિક્ષણ વિભાગે નવા વર્ગોને મંજુરી આપતાં પહેલા પ્રથમ તબક્કે ધો.૯ અને ૧૧માં વર્ગદીઠ ૬૦ વિદ્યાર્થી બેસાડવાના નિયમમાં ફેરફાર કરી ૭૫ અથવા તો તેનાથી વધુ વિદ્યાર્થી બેસાડવાની છુટ આપતો ઠરાવ પ્રસિદ્ધ કર્યો છે. વર્ગદીઠ સંખ્યાનો સુધારો ૨૦૨૧-૨૨માં ધો.૯ અને ૧૧માં અને ૨૦૨૨-૨૩માં ધોરણ.૧૦ અને ૧૨ પુરતો જ રહેશે.

શિક્ષણ વિભાગે કરેલ સુધારો અનુસાર વર્ગખંડમાં વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ જગાની સગવડ ધ્યાને લેતા વર્ગખંડદીઠ ૭૫ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે. વધુમાં જે વર્ગખંડમાં ૭૫ વિદ્યાર્થીઓ ઉપરાંત વધુ વિદ્યાર્થીઓ સમાવવા માટે પૂરતી જગા અને સાધન-સામગ્રી હોય તે વર્ગખંડમાં ૭૫ કરતાં વધુ વિદ્યાર્થીઓને શાળાના વડા પોતાની વિવેકબુદ્ધતિ અનુસાર પ્રવેશ આપી શકશે. આ પહેલા ૬૦ વિદ્યાર્થી બેસાડવાનો નિયમ હતો અને વધુ વિદ્યાર્થી બેસાડવા હોય તો ડીઈઓની મંજુરી મેળવવી પડતી હતી.

ગુજરાતમાં કોરોનાનું પ્રમાણ :રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 135 નવા કેસ નોંધાયા છે જ્યારે 612 દર્દીઓએ વાયરસને મ્હાત આપતા રાજ્યનો રિકવરી રેટ 98.15 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3 દર્દીઓના નિધન થયા છે.ગુજરાતમાં કોરોના વાયરસના સતત ઘટતા કેસના કારણે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 5159 પર પહોંચી છે જ્યારે તેમાંથી 86 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં કોરોના વાયરસના કારણે કુલ મૃતાંક 10037 પર પહોંચ્યો છે. ગુજરાતમાં 135 કેસમાંથી સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાં સામે આવ્યા છે, અમદાવાદ શહેરમાં 30 જ્યારે સુરત શહેરમાં 14 કોરોના કેસ સામે આવ્યા છે. રાજકોટ શહેરમાં 10 કેસ જ્યારે વડોદરા શહેરમાં 8 કેસ સામે આવ્યા છે.

માસ પ્રમોશનના કારણે ધો.૧૦માં ગત વર્ષે પાસ થયેલા વિદ્યાર્થી કરતાં આ વખતે નિયમિત ૩.૫૫ લાખ વધુ, રિપિટર્સ અને ખાનગી ઉમેરાશે એ અલગ. ગત વર્ષે ધોરણ.૧૦ના કુલ ૭,૯૨,૯૪૨ નિયમિત વિદ્યાર્થીઓમાંથી ૪,૮૦,૮૪૫ વિદ્યાર્થી પાસ જાહેર થયાં હતા. આ સિવાય ૨,૧૨,૩૩૮ રિપિટર્સ વિદ્યાર્થીમાંથી ૧૯,૩૧૩ વિદ્યાર્થી પાસ થયાં હતા અને ખાનગી તથા એક્સર્ટનલ ૧૭,૧૭૮ ઉમેદવારમાંથી ૧,૦૫૧ પાસ થયાં હતા.

આમ કુલ ૧૦,૨૨,૪૫૮ વિદ્યાર્થીઓમાંથી ૫,૦૧,૨૦૯ વિદ્યાર્થી પાસ જાહેર થયાં હતા. આ વર્ષે સરકાર દ્વારા ૮.૫૭ લાખ વિદ્યાર્થીઓને તો માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. જેથી ગત વર્ષે ધોરણ.૧૦ પાસ કરેલ કુલ વિદ્યાર્થીઓ કરતાં નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા ૩,૫૫,૭૯૧નો ઉમેરો થશે. આ સિવાય આ વર્ષે રિપિટર્સ અને ખાનગી મળીને કુલ ૩.૬૨ લાખ વિદ્યાર્થી છે.૭૫ની છૂટછાટથી ૮,૭૩,૫૨૫ વિદ્યાર્થી સમાવી શકાય.

રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેને લઈને રાજ્ય સરકાર દ્વારા અનેક આર્થિક ગતિવિધીઓને છૂટછાટ આપવામાં આવી રહી છે. ત્યારે વડોદરાના વેપારીઓએ રાત્રી કફર્યૂના સમયમાં ઘટાડો કરવા માટે માગ કરી હતી. વેપારીઓએ જણાવ્યુ કે રાત્રી કફર્યૂના સમયમાં ઘટાડો કરવામાં આવે તો તેમનો ધંધો ફરીથી પૂર્વવ્રત થવામાં રાહત રહેશે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે છેલ્લા ઘણા સમયથી વેપારીઓના ધંધા રોજગારને ભારે અસર થઈ રહી છે.

હાલની સ્થિતિમાં ગુજરાતમાં ખાનગી સ્કૂલોમાં ધોરણ.૧૦ના ૬,૯૧૭ વર્ગો છે જેની સામે ધોરણ.૧૧માં ૬,૫૦૬ વર્ગો છે. સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધોરણ.૧૦માં ૯,૬૩૫ વર્ગો છે જેની સામે ધોરણ.૧૧માં ૫,૧૪૧ જ વર્ગો છે. સરકારી અને ખાનગી સ્કૂલોના ધોરણ.૧૧ના તમામ વર્ગોમાં ૭૫ સંખ્યા પ્રમાણે ૮,૭૩,૫૨૫ વિદ્યાર્થી સમાવી શકાશે. વર્ગ વધારાની સમસ્યા ખાનગી સ્કૂલોમાં નહી થાય. પરંતુ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં વર્ગ વધારાની સમસ્યા ઉભી થશે.

ભારતમાં કોરોનાની બીજી લહેર ભલે કમજોર પડી રહી હોય પણ સંક્રમણ મામલે ભારત વિશ્વભરમાં અમેરિકા બાદ બીજા ક્રમે પહોંચી ગયું છે.. ભારતમાં સંક્રમણનો આંકડો 3 કરોડને પાર પહોંચી ગયો છે. અને છેલ્લા 50 દિવસમાં સંક્રમણના 1 કરોડ કેસ નોંધાયા છે. જેમાં 50 લાખ કેસ તો છેલ્લા 36 દિવસમાં જ નોંધાયા છે. કોરોનાથી મૃત્યુ મામલે પણ ભારત બીજા ક્રમે છે. દેશમાં અત્યાર સુધી 3.9 લાખ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે બીજી લહેર દરમિયાન દેશમાં 2.33 લાખ લોકોના મૃત્યુ થયા છે..

વર્ગખંડમાં શિક્ષક તમામ વિદ્યાર્થીઓ સામે ધ્યાન આપી શકે તે માટે સંખ્યા નિયત કરવામાં આવેલી છે. ૮-૩-૨૦૧૧ના ઠરાવ પ્રમાણે ૪૦૦ ચોરસ ફુટના વર્ગખંડમાં એક વિદ્યાર્થીને બેસવા માટે ૬ ચોરસ ફુટ જગ્યા ફાળવવી જોઈએ. જેથી ૬૦ વિદ્યાર્થીને ૩૬૦ ચોરસ ફુટ જગ્યા મળે અને બાકીને ૪૦ ચોરસ ફુટ જગ્યામાં શિક્ષક તેમજ બ્લેક બોર્ડ આવી શકે. આ પહેલા એક વિદ્યાર્થીને ૮ ચોરસફુટ જગ્યા ફાળવવાનો નિયમ હતો ત્યારે વર્ગદીઠ વિદ્યાર્થી સંખ્યા ૫૦ નક્કી થઈ હતી. જોકે હવે ૭૫ની સંખ્યામાં એક વિદ્યાર્થીને ૪.૮ ચોરસ ફુટ જગ્યા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *