શું તમને ખબર ગરીબી તરફ ધકેલે છે શુક્રવારે કરેલી આ ભૂલો, જાણી લો લક્ષ્મીજીના નારાજ થવાનું કારણ - Aapni Vato

શું તમને ખબર ગરીબી તરફ ધકેલે છે શુક્રવારે કરેલી આ ભૂલો, જાણી લો લક્ષ્મીજીના નારાજ થવાનું કારણ

સુખ અને સમૃદ્ધિથી ભરપુર જીવન મેળવવા માટે ધનની દેવી મા લક્ષ્મીની કૃપા ખૂબ જ જરૂરી છે. લક્ષ્મીજીને મનાવવા માટે, તેમની કૃપા મેળવવા માટે, લોકો તમામ પૂજા-પાઠ અને ઉપાયો કરે છે

પરંતુ અજાણતામાં એવી ભૂલો કરે છે જે દેવી લક્ષ્મીને પસંદ નથી. આ ભૂલોને કારણે, વ્યક્તિના જીવનમાં ગરીબી-તંગી આવતા વાર નથી લાગતી. આવા જ કેટલાક કામો વિશે આજે જાણીએ, જે શુક્રવારે ન કરવા જોઈએ.

શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે. તેથી, તેની કૃપા મેળવવા માટે, નોનવેજથી અંતર રાખવું જરૂરી છે. જો શક્ય હોય તો આ દિવસે લસણ અને ડુંગળી પણ ન ખાવી.

શુક્રવારે કોઈને ખાંડ ન આપો. ખાંડ શુક્ર અને ચંદ્ર સાથે સંબંધિત છે. શુક્રવારે ખાંડનું દાન કરવાથી સુખ અને સમૃદ્ધિ જીવનમાંથી દૂર જાય છે.

કોઈપણ રીતે મહિલાઓનું અપમાન કરવું ભારે પડે છે, પરંતુ શુક્રવારે કરવામાં આવેલી આ ભૂલ સારા જીવનને પણ નરક જેવું બનાવી શકે છે.

રસોડામાં ગંદા વાસણો ક્યારેય ન છોડો. શુક્રવારે આવું કરવાથી તમે ઘણી મુશ્કેલીમાં મુકાઈ શકો છો. મા લક્ષ્મીનો ક્યારેય ગંદી વાસ થતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *