ગુજરાતના આ વિસ્તારમાં આગામી ગુરુવારે ,શુક ,શનિવારે,અને રવિવારે ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં અને સુરત વાદળછાયુ વાતાવરણ રહેશે

ગુજરાત માં કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટમાંથી અમદાવાદને હવે ટુંક સમયમાં રાહત મળે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આવતીકાલથી રવિવાર સુધી અને સોમવારે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.છેલ્લા 24 કલાકમાં ગુજરાતના ભાગ્યે જ એવા કોઇ વિસ્તાર હશે જ્યાં મેઘરાજાની એન્ટ્રી નહીં થઇ હોય. ત્યારે કેટલાક એવા વિસ્તારો પણ સામે આવ્યાં છે જ્યા ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. સૌથી વધારે વરસાદ મધ્ય ગુજરાતમાં છે, ત્યાર બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો નંબર આવે છે. ભારે વરસાદથી સૌથી વધારે હાલાકી નિચાણવાળા વિસ્તારોને ભોગવવી પડ્યું છે.

ગુજરામાં હવામાન વિભાગના મતે આગામી ગુરૂવારે અને શુક્વારે સાબરકાંઠા, દાહોદ, અરવલ્લી, મહીસાગર, કચ્છ, શુક્રવારે અમદાવાદ, આણંદ, કચ્છ શનિવારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ તો રવિવારે દાહોદ અને પંચમહાલમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવનની સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા માલ-સામાનને ભારે નુકસાન થયું હતું. જોકે આવી કપરી પરિસ્થિતીમાં પોલીસ અને એનડીઆરએફની ટીમે પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી છે અને મુશ્કેલીમાં પડેલા લોકોની પડખે ઉભેલા જોવા મળ્યાં હતા. હજારો લોકોને સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યાઓ પર પહોંચાવામાં આવ્યા છે. ઉપરાંત તેમના માટે ભોજન અને પાણીની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે.

 


અમદાવાદમાં આવતીકાલે વાદળછાયુ વાતાવરણરહેશે. જ્યારે 17 અને 19 જુનના રોજ હળવોથી મધ્યમ વરસાદરસી શકે છે. 20-21 જુનથી વરસાદનું પ્રભુત્વ વધશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.પૂર્વ-મધ્ય ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 77.72 ટકા વરસાદ નોંધાયો છે. જો હજુ પણ વરસાદ ચાલુ રહેશે તો મધ્ય ગુજરાતમાં પૂર જેવો માહોલ સર્જાઇ શકે છે. થોડા સમય પહેલા પણ મધ્ય ગુજરાતને ભારે વરસાદનો સામનો કરવો પડ્યો હતો. જેમા મોટાભાગના વિસ્તારોમાં ભારે નુકસાની પહોંચી હતી. વાહન વ્યવહાર બંધ થઇ જવાના કારણે લોકો અટવાયા હતા. નદીઓના પાણી રોડ પર આવી જતા સ્થાનિકોમાં મગરોનો ભય પણ પ્રસર્યો હતો. રેસ્ક્યુ ટીમે કેટલાક મગરોને પકડીને સુરક્ષિત જગ્યાઓ પર છોડ્યાં હતા. તો હવે ફરી આ પ્રકારની સ્થાતિ ઉભી ન થાય તેવો ત્યાં રહેલા સ્થાનિકોમાં ભય છે.

જોકે ભારે ઉકળાટની વચ્ચે ૪૦.૬ ડિગ્રી સાથે અમદાવાદમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. રાજ્યમાંથી અન્યત્ર વડોદરા-રાજકોટ-સુરેન્દ્રનગર-ડીસા-કંડલામાં ૩૯, ભૂજ-ભાવનગરમાં ૩૭ અને સુરતમાં ૩૪ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના મતે આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના નહિવત્ છે.સૌરાષ્ટ્રમાં પણ છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે ડેમોમાં પાણી ઓવરફ્લો થયા છે. શુક્રવારે સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં વધતા ઓછા અંશે મેઘમલ્હાર છવાયો હતો અને અડધાથી 6 ઇંચ સુધી વરસાદ પડી જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. રાજકોટ શહેરમાં બપોરે 12 થી હજુ સુધી મેઘમહેર ચાલી રહી છે. ગઇકાલે ગોંડલ અને જસદણમાં પણ એક ઇંચ સુધી વરસાદ પડ્યો હતો.


નોંધનીય છે કે, નેઋૃત્વ ચોમાસું કેરળ થઈ ને ગોવા અને મહારાષ્ટ્રના મુંબઈ બાદ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી ચુક્યું છે ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ સક્રિય થઇ ગયું છે. આ વર્ષે ચોમાસું છેલ્લા 8 વર્ષની સરખામણી વહેલું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું દીવ, સુરતથી આગળ વધી રહ્યું છે. અમદાવાદની સાથે સાથે ઉત્તર ગુજરાત માં પણ આગામી 17 થી 19 જૂન સુધીમાં વરસાદ થશે. જયારે આગામી 5 દિવસ માટે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના પ્રદેશો અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.અમદાવાદમાં પણ છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં ચોમાસું 5 દિવસ વેહલું બેઠું છે. 1 જૂનના રોજ કેરળમાં ચોમાસાની દસ્તક દે છે પરંતુ આ વર્ષે 3 જૂનના રોજ કેરળમાં ચોમાસાનું આગમન થયું હતું.અમદાવાદના રાણીપ, નવરંપુરા, બોપલ, સી.જી રોડ, સહિતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદને પગલે પાણી ભરાયા હતા. શહેરના બોપલ વિસ્તારમાં એક દિવાલ ધરાશાયી થતા બે લોકોના દટાઇ જવાથી મોત નિપજ્યાં છે. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી.

રાજ્યમાં વરસાદી માહોલઃ 82 તાલુકામાં વરસાદ વરસ્યો | chitralekha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *