ફરી ગુજરાત પર ત્રાટકશે મેહુલિયો, આગામી 24 કલાક માટે વરસાદની આગાહી ગુજરાતના મોટા ભાગમાં આ તારીખથી 16જૂન એન 19 ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે પરંતુ મધ્ય ગુજરાતમાં એક વાર ધમાકેદાર વરસાદની એન્ટ્રી બાદથી વરસાદનું જોર ઘટ્યું છે ત્યારે હવે હવામાન ખાતાએ બીજી મોટી આગાહી કરી છે. બંગાળની ખાડીમાં ઉત્તર-પશ્ચિમ તરફ હવાનું ઓછું દબાણ થવાને કારણે દેશમાં ચોમાસું વહેલા આવી ગયું છે. ઓડીસા અને બિહારથી લઈને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આવનારા 24 કલાકમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ સહિત કેટલાક રાજ્યોમાં વરસાદ થવા અંગેની ચેતવણી આપવામાં આવી છે. મધ્ય ભારત સુધી પહોંચેલું ચોમાસું દેશના ઉત્તરીય વિસ્તારમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. આવનારા બે દિવસમાં ઉત્તર ભારતમાં ચોમાસુ આવવાની સંભાવના છે.

રાજ્યમાં ચોમાસાને લઇને મહત્વના સમાચાર મળી રહ્યાં છે. રાજ્યમાં આવતા ચોમાસાનું જોર ઘટ્યું છે. હવામાન ખાતાના મનોરમા મોહન્તીએ કહ્યું કે 14 જૂન સુધીમાં 25 MMને બદલે 12 MM જ વરસાદ થયો છે. એવામાં હવે આગામી દિવસોમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર ઉત્તર ભારતમાં પ્રબળ ચોમાસું આ વખતે 15 દિવસ પહેલા પહોંચી રહ્યું છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આબોહવાકીય પરિસ્થિતિઓને કારણે આવનાર ચારથી પાંચ દિવસમાં દક્ષિણ રાજસ્થાન અને ગુજરાતના કચ્છ વિસ્તારને છોડીને દેશના દરેક વિસ્તારોમાં ચોમાસુ આગમન થવાની સંભાવના છે. હવામાન વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું છે કે આ વર્ષે આ

હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર આગામી 16થી 18 જૂન સુધીમાં દરિયાઇ વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે 5 દિવસ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરતમાં વરસાદ રહેશે તો ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી ભાવનગરમાં સામાન્ય વરસાદયુપીમાં આજે ચોમાસાનું આગમન થશે: ઉત્તર પ્રદેશમાં હવામાનમાં થતા ફેરફારને કારણે રાજ્યના કેટલાક જિલ્લામાં ચોમાસાનું આગમન થવાની સંભાવના છે. હવામાન વિભાગના અનુસાર ઉત્તર પ્રદેશના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે યુપીમાં આવનાર બે દિવસમાં ચોમાસાનું આગમન થઇ શકે છે. રાજ્યના એવા જિલ્લાઓ કે જેની સરહદ બિહાર સાથે જોડાયેલી છે ત્યાં વધારે વરસાદ થવાની સંભાવના છે.

વરસાદની આગાહીને લઇને બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.ત્યારબાદ બે થી ત્રણ દિવસમાં આખા રાજ્યમાં વરસાદ થશે. હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે કે બે થી ત્રણ દિવસમાં ચોમાસુ લાખનૌ સુધી પહોંચશે. હવામાન વિભાગ અનુસાર ચોમાસાની ગતિ સામાન્ય હોવાને કારણે બે થી ત્રણ દિવસમાં લખનૌ સુધી ચોમાસુ પહોંચવાની શક્યતા છે. આ શક્યતા તેની ગતિ પર આધાર રાખે છે. અત્યારે ચોમાસાની ઝડપ સામાન્ય જણાઈ રહી છે.

વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરતમાં વરસાદ પડશેબિહારના કેટલાક વિસ્તારોમાં ધીમો વરસાદ: બિહારના કેટલાક વિસ્તારોમાં શનિવારના રોજ ચોમાસુ પહોંચ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. બિહારના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગે આવનારા ત્રણ દિવસ એટલે કે 15 જૂન સુધી જોરદાર વરસાદનું અનુમાન લગાવ્યું છે.

ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતાતમને જણાવી દઈએ કે ચોમાસાની શરૂઆત થતા પહેલાં જ બિહારના અલગ અલગ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થઈ ચુક્યો છે. હવામાન વિભાગે ત્રણ દિવસ માટે એલર્ટ જાહેર કર્યો છે. ગુજરાત, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ તથા ઝારખંડ અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં ચોમાસુ આગળ વધવાની સંભાવના જણાઈ રહી છે.

સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથમાં સામાન્ય વરસાદ રહેશેમહારાષ્ટ્રના આ વિસ્તારોમાં રેડ એલર્ટ: મુંબઈમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના આગમન બાદ સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે મહારાષ્ટ્રનાં રત્નાગિરિ અને રાયગઢ જિલ્લામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગે કહ્યું છે કે મુંબઈ અને તેની આસપાસના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે.

અમરેલી ભાવનગરમાં સામાન્ય વરસાદની સંભાવનાદિલ્હીમાં 15 જૂન સુધીમાં ચોમાસાનું આગમન: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આ વખતે ચોમાસુ વહેલા પહોંચી શકે છે. આ વર્ષે સામાન્ય સમય કરતાં 12 દિવસ પહેલા એટલે કે 15 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થઇ શકે છે. હવામાન વિભાગ અનુસાર આ પહેલાં વર્ષ 2008 માં પણ ચોમાસું 15 જૂને દિલ્હી પહોંચ્યું હતું. તેમણે જણાવ્યું છે કે દિલ્હીમાં ચોમાસુ સમય પહેલા આવવાની અનુકૂળ પરિસ્થિતિઓ જણાઈ રહી છે.

5 દિવસ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે આજે આ વિસ્તારોમાં વરસાદની સંભાવના: મધ્યપ્રદેશ હવામાન વિભાગ દ્વારા 11 જિલ્લામાં અતિભારે વરસાદ માટે ઓરેંજ એલર્ટ અને 24 જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓડીશા, છતીસગઢ, મહારાષ્ટ્ર અને ગોવામાં મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ પૂર્વ મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, કર્ણાટક, મિઝોરમ અને અસમના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શકયતા છે. તટીય આંધ્ર પ્રદેશ, કેરળ, ઉત્તર પ્રદેશ, દક્ષિણ ગુજરાત અને ઉત્તરાખંડ જેવા વિસ્તારોમાં મધ્યમ વરસાદ થઇ શકે છે. તમિલનાડુ, પંજાબ, હરિયાણા અને દિલ્હી જેવા વિસ્તારોમાં જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *