72કલાક માં આ 7 રાશિ વાળા માટે શુભ છે શુક્રવાર લક્ષ્મીજી ની કૃપાથી પૈસા ના ક્ષેત્ર માં થશે પ્રગતી વાંચો તમારું રાશિફળ - Aapni Vato

72કલાક માં આ 7 રાશિ વાળા માટે શુભ છે શુક્રવાર લક્ષ્મીજી ની કૃપાથી પૈસા ના ક્ષેત્ર માં થશે પ્રગતી વાંચો તમારું રાશિફળ

મેષ
મેષ રાશિના જાતકો આજે પરિવારના લોકોને એકજૂટ કરવા માટે તેઓ સાથે વાતચીત કરી શકે છે. કેટલાંક જાતકોને માતાના પક્ષના લોકો તરફથી આજના દિવસે ધન લાભ પ્રાપ્ત થઈ શકે છે. તમારા ચોથા ભાવમાં સૌમ્ય ગ્રહ ચંદ્ર હોવાથી માતાનો પ્રેમ પણ મેષ રાશિના લોકોને મળી શકશે. આ રાશિના વૈવાહિક જાતકોના જીવનમાં આજે કોઈ નવું મહેમાન દસ્તક આપી શકે છે. આજે તમારૂ નસીબ તમને 85 ટકા સાથ આપી રહ્યું છે. કીડીઓને લોટ નાખજો.

વૃષભ
જો કોઈ કારણોસર માનસિક તણાવ અનુભવી રહ્યા હોવ તો આજના દિવસે એ સમસ્યાનું નિરાકરણ તમને તમારા કોઈ મિત્ર પાસેથી મળી શકે છે. આ રાશિના જે લોકો જોખમ અને રોમાંચભર્યુ કામ કરે છે તો તેઓ માટે આજનો દિવસ સારો રહેશે. પારિવારિક જીવનમાં ભાઈ-બહેનોના સહયોગથી સંતુલન બનશે. કેટલાંક જાતકો નાના ભાઈ-બહેનોની સાથે મળીને ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી શકે છે. આજે તમારૂ નસીબ તમને 67 ટકા સાથ આપી રહ્યું છે. માતા સંતોષીની પૂજા કરવાથી લાભ મળી શકે છે.

મિથુન
ચંદ્ર આજે તમારા આર્થિક પક્ષમાં સુધારો લાવી શકે છે. નોકરીના વ્યવસાય સાથે સંકળાયેલા મિથુન રાશિના લોકોને પિતાની સલાહથી આજના દિવસે ફાયદો મળી શકે છે. વડવાઓની સંપતિથી આ રાશિના લોકોને લાભ મળવાની સંભાવના છે. જો મીડિયા, ફેશન ઈન્ડસ્ટ્રી કે કળા ક્ષેત્રે કામ કરો છો તો આજના દિવસે તમારા કામને કોઈ નવી ઓળખ મળી શકે છે. આજે તમારૂ નસીબ તમને 84 ટકા સાથ આપી રહ્યું છે. ગણેશજી ભગવાનને લડવાનો ભોગ ધરાવજો.

કર્ક
કરિયર ક્ષેત્રે જો તણાવપૂર્ણ સ્થિતિ બની હશે તો આજના દિવસે તેમાં સુધારો આવી શકે છે. તમે તમારી માનવીય વાતોથી દરેક લોકોનાં દિલ જીતી શકો છો. દાંપત્ય જીવનમાં પણ આ રાશિના કેટલાંક જાતકોને શુભ ફળ મળી શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્યમાં કમી આવી હતી તો તેમાં પણ સુધારો આવવાની આશા છે. આજે તમે તમારી માતા સાથે કોઈ મહત્વની વાત કરી શકો છો. આજે તમારૂ નસીબ તમને 80 ટકા સાથ આપી રહ્યું છે. શિવલિંગને જળાભિષેક કરજો.

સિંહ
આજે દશમા ભાવમાં ચંદ્ર હોવાથી આજના દિવસે અચાનક કોઈ ચીજવસ્તુ પર ખર્ચ કરવો પડી શકે છે. ઘરની કોઈ કિંમતી ચીજવસ્તુમાં ખરાબી આવી શકે છે. જે લોકો આધ્યાત્મિક પથ પર અગ્રેસર છે તેઓ માટે આજનો દિવસ સુખદ સાબિત થઈ શકે છે. આજે ધ્યાનની ઊંડાઈઓને તમે જાણી શકો છો. કોઈ જૂના મિત્ર પાસેથી આ રાશિના કેટલાંક જાતકોની આજે મુલાકાત થઈ શકે છે. આજે તમારૂ નસીબ તમને 62 ટકા સાથ આપી રહ્યું છે. સૂર્ય દેવની આરાધના કરજો.

કન્યા
ભૂતકાળમાં જો તમે કોઈને કોઈ મોટી રકમ ઉધાર આપી હતી તો આજના દિવસે તે પરત મળી શકે છે. જેનાથી તમારો આર્થિક પક્ષ વધુ મજબૂત બનશે. આ રાશિના કેટલાંક જાતકો આજે પોતાનો વ્યવસાય પણ શરૂ કરી શકે છે. તો જે લોકો પહેલેથી જ વ્યવસાય કરી રહ્યા છે તેઓને પણ આજના દિવસે લાભ મળવાની સંભાવના છે. કન્યા રાશિના જાતકોને પોતાના મોટા ભાઈ-બહેનો પાસેથી પણ આજે લાભ મળવાની શક્યતા છે. આજે તમારૂ નસીબ તમને 90 ટકા સાથ આપી રહ્યું છે. બુધના બીજ મંત્ર ‘ॐ ब्रां ब्रीं ब्रौं सः बुधाय नमः’નો જાપ કરજો.

તુલા
આજના દિવસે તમારા કાર્ય ક્ષેત્રમાં શુભ ફળોની પ્રાપ્તિ થઈ શકે છે. કોઈ સહકર્મી દ્વારા લાભ મળવાની સંભવના છે. જો કામ સંબંધિત કોઈ યાત્રા પર છો તો તમને આ યાત્રાથી પણ લાભ થઈ શકે છે. પિતાનો વેપાર સંભાળતા હોવ તો આજના દિવસે કોઈ મોટી ડીલ તમારા હાથમાં લાગી શકે છે. આજના દિવસે કેટલાંક જાતકોને નવી જોબ પણ મળી શકે છે. આજે તમારૂ નસીબ તમને 75 ટકા સાથ આપી રહ્યું છે. માતા લક્ષ્મીની પૂજા કરજો.

વૃશ્ચિક
આજે વૃશ્ર્વિક રાશિના કેટલાંક જાતકો દાન-પુણ્ય કરીને શાંતિનો અનુભવ કરી શકે છે. આ રાશિના જાતકોની મુલાકાત આજે સમાજના કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે થઈ શકે છે. તમે તમારા આકર્ષક વ્યક્તિત્વથી સમાજિક સ્તર પર પણ તમારી ઓળખ બનાવી શકો છો. યોગ ધ્યાન દ્વારા આ રાશિના જાતકો પોતાના સ્વાસ્થ્યને તંદુરસ્ત કરવાનો પ્રયાસ કરતા નજરે પડી શકે છે. આજે તમારૂ નસીબ તમને 88 ટકા સાથ આપી રહ્યું છે. શિવજીને બીલીપત્ર ચઢાવજો.

ધન
ધન રાશિના જાતકોના આઠમા ભાવમાં ચંદ્ર આજના દિવસે બિરાજમાન રહેશે. એટલે સ્વાસ્થ્યને લઈને થોડા સતર્ક રહેવાની સલાહ તમને આપવામાં આવે છે. સ્ટ્રીટ ફૂડ ખાવાથી બચશો તો તમારા માટે વધુ સારૂ છે. જો કે, આ રાશિના એ વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ શુભ સાબિત થઈ શકે છે કે જેઓ જ્યોતિષ, વિજ્ઞાન જેવા ખાસ વિષયોનો અભ્યાસ કરી રહ્યા છે. આજે તમારૂ નસીબ તમને 65 ટકા સાથ આપી રહ્યું છે. મતા-પિતાના આશીર્વાદ લઈને ઘરની બહાર નીકળજો.

મકર
આજે જીવનસાથી સાથે વધારે સમય વીતાવી શકો છો. આજના દિવસે જૂની વાતો વાગોળીને તમારા ચહેરા પર હાસ્ય આવી શકે છે. જે લોકોના લગ્ન તાજેતરમાં થયા છે તેઓના જીવનમાં કોઈ નવું મહેમાન દસ્તક આજના દિવસે આપી શકે છે. સંતાન પક્ષ તરફથી આ રાશિના જાતકોને ખુશ ખબર સાંભળવા મળવાની શક્યતા છે. આજે તમારૂ નસીબ તમને 84 ટકા સાથ આપી રહ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરજો.

કુંભ
ચંદ્ર આજે તમારા છઠ્ઠા ભાવમાં રહેશે. એટલે માતાના પક્ષના લોકો સાથે આજે તમારી મુલાકાત થઈ શકે છે. નોકરી કરતા હોય એવા લોકોને કાર્ય ક્ષેત્રમાં આજના દિવસે સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે. એવા લોકોથી દૂર રહેજો કે જેઓ રાજકારણ રમતા હોય. ટુવ્હીલર વાહન ચલાવો છો તો ખૂબ જ સાવધાની રાખજો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરજો, નહીં તો ખરાબ સ્થિતિમાં ફસાઈ શકો છો. આજે તમારૂ નસીબ તમને 65 ટકા સાથ આપી રહ્યું છે. માતા દુર્ગાની પૂજા કરજો.

મીન
મીન રાશિના જે જાતકો પ્રેમ સંબંધમાં પડેલા છે તેઓને લવમેટ પાસેથી કોઈ પ્રેમભરી ગિફ્ટ આજના દિવસે મળી શકે છે. જો તમને એવું લાગતુ હોય કે તમારો લવમેટ તમારા માટે પરફેક્ટ પાર્ટનર છે તો આજના દિવસે લગ્ન માટે તેને પ્રપોઝ કરી શકો છો. આ રાશિના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સુખદ રહેશે. ગુરૂજનો દ્વારા તમને સારી સલાહ આજના દિવસે મળી શકે છે. આજે તમારૂ નસીબ તમને 86 ટકા સાથ આપી રહ્યું છે. માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *