48 કલાકમાં જ CM રૂપાણીએ લીધો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય, 7મી જૂનથી લાગુ ગુજરાતમાં સોમવારથી આ નિયમ લાગુ

ભારતમાં ધીમે ધીમે ઓછી થઈ રહી છે કોરોનાની બીજી લહેર ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં હવે ધીમેધીમે કેસમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. આજથી હવે રાજ્યના 36 શહેરોમાં પણ જાહેર જીવન રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે, એટલે કે તમામ વેપાર ધંધા સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધીની પરમિશન મળી ગઈ છે. ત્યારે રાજ્ય સરકારે આજે એક મોટા નિર્ણય લીધા છે. જેમાં તમામ સરકારી અને ખાનગી કચેરીઓમાં 100 ટકા સ્ટાફ બોલાવવાની છૂટ આપવામાં આવી છે.ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. માર્ચ અને એપ્રિલ મહિના વાયરસના સતત વધતાં કેસના કારણે ભારતભરમાં કેટલાક પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. ગુજરાતમાં પણ આંશિક લૉકડાઉન જેવા પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા ત્યારે હવે ધીમે ધીમે નિયમોમાંથી છૂટછાટ આપવામાં આવી રહી છે તથા ભારતના જુદા જુદા રાજ્યોમાં પણ અનલોકની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

કોરોનાના કારણે ઓફિસોમાં સ્ટાફમાં મૂકાયો હતો કાપગુજરાતમાં કોરોના વાયરસના કેસને કાબૂમાં લેવા માટે મોટા ભાગના શહેરોમાં પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા જે હવે હટાવવામાં આવી રહ્યા છે. ગુજરાતની ખાનગી કંપનીઓમાં માત્ર 50% કર્મચારીઓની હાજરી સાથે કામની પરવાનગી આપવામાં આવી હતી. સરકારી કચેરીઓમાં પણ વર્ક ફ્રોમ હોમની પ્રથા ચાલુ કરવામાં આવી હતી. લાંબા સમય સુધી વર્ક ફ્રોમ હોમ બાદ હવે ફરી ગુજરાતની ઓફિસોમાં પહેલા જેવો માહોલ જોવા મળશે. ગુજરાતમાં સોમવારથી તમામ ઓફિસો ખુલવા જઈ રહી છે. રાજ્ય સરકારની સરકારી અને ખાનગી કચેરીઓ હવે 100% સ્ટાફ સાથે ખુલશે. રાજ્ય સરકારે આગામી 48 કલાકમાં જ નિયમમાં ફેરફાર કર્યો છે. ઓફિસોમા 100% સ્ટાફ સાથે કામ કરવાની મંજૂરી પણ આપી દેવામાં આવી છે એટલે હવે આવતીકાલે સરકારી કચેરીઓ કાર્યરત રહેશે.

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યા છે. ઘટતા કોરોના વાયરસના કેસના કારણે નાઈટ કર્ફ્યૂ તથા દિવસમાં વેપાર ધંધામાં પણ ગુજરાત સરકાર દ્વારા રાહત આપી દેવામાં આવી છે ત્યારે શુક્રવારે રાજ્ય સરકારે વધુ એક મોટો નિર્ણય કર્યો છે. સરકારી કચેરીઓ તથા ખાનગી ઓફિસોમાં હવે 100 ટકા સ્ટાફને કામ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. સાતમી જૂનથી ગુજરાતની ઓફિસો સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરતી થઈ જશે. આવતીકાલે શનિવારે સરકારી કચેરીઓ ચાલુ રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છેરાજ્ય સરકારની બધી કચેરીઓ આવતીકાલ શનિવાર 5 જૂનના રોજ કાર્યરત એટલે કે ખુલ્લી રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણયની જાહેરાત કરતા વધુમાં એવો નિર્ણય પણ કર્યો છે કે સોમવાર 7મી જૂનથી રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે.અત્રે નોંધનીય છે કે, અગાઉ રાત્રિ કરફ્યૂ દરમિયાન ગુજરાતના 36 શહેરોમાં સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી જ દુકાનો અને ધંધા ખૂલવાની છૂટછાટ હતી. પરંતુ આજે 4 જૂનથી આ નિયમ બદલાઈ ગયા છે. રાજ્યમાં હાલ 36 શહેરોમાં જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની મુદત પણ વધુ એક અઠવાડિયું વધારવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. એટલે કે આ 36 શહેરોમાં 4 જૂન થી 11 જૂન સુધીના દિવસો દરમ્યાન રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *