આજ થી સોમવાર ગુજરાત માં લોકડાઉનમાં છૂટછાટ મળતા ફરી ધમધમશે, જાણો આજથી શું ખૂલશે અને શું રહેશે બંધ 8મીથી સ્ટેચ્યૂ ખૂલશે

ગુજરાત ફરી એકવખત SOP સાથે આજથી એટલે કે 7મી જૂનથી ધમધમશે. કોરોના વાયરસના લીધે લાદેલા આંશિક લોકડાઉનમાં થોડીક વધુ છૂટછાટો આપવામાં આવી છે. ગુજરાતીઓ કોઇ એવી ગફલતમાં ના રહેતા કોરોના સાવ જતો રહ્યો છે. કારણ કે થોડીક પણ બેદરકારી મોટી મુશ્કેલીમાં ફેરવાઇ શકે છે. આથી સરકારી SOPનું પાલન કરવું આપણા બધા માટે હિતાવહ રહેશે.રાજ્યના મોટા મંદિરો જેવા કે દ્વારકા, અંબાજી, ડાકોર, સોમનાથ, પાવાગઢ, આશાપુરા, બહુચરાજી, ઉમિયાધામ હાલ 11મી સુધી બંધ છે પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટી શરૂ થતાં એ પણ શરૂ થવાની શક્યતા છે.

આજથી રાજ્યની શાળા-કોલેજોમાં 1.27 કરોડ વિદ્યાર્થીનું નવું શૈક્ષણિક સત્ર શરૂ. શિક્ષકોએ 100 ટકા હાજરી સાથે શાળા-કોલેજમાં આવવાનું રહેશે તો વિદ્યાર્થીઓને ઘરે જ રહીંને ઓનલાઇન શિક્ષણ મેળવવાનું રહેશે. સાથો સાથ આજથી સરકારી-ખાનગી કચેરીઓ 100 ટકા સ્ટાફ સાથે ખૂલશે. વેપાર-ધંધા રાબેતા મુજબ સવારે 9 થી સાંજે 6 કલાક સુધી ચાલુ રહેશે. આજથી અમદાવાદમાં AMTS અને BRTS 50% મુસાફરો સાથે ફરી દોડતી થઇ ગઇ. સાથો સાથ રાજ્યની તમામ જિલ્લા કોર્ટને આજથી શરૂ કરાઇ છે.રાજ્યની શાળા-કોલેજોમાં 1.27 કરોડ વિદ્યાર્થીનું નવું શૈક્ષણિક સત્ર આજથી એટલે કે સોમવારથી શરૂ થશે. શિક્ષકોએ 100 ટકા હાજરી સાથે શાળા-કોલેજમાં આવવાનું રહેશે, વિદ્યાર્થીઓને ઘરે જ રહીંને ઓનલાઇન શિક્ષણ મેળવવાનું રહેશે.દરમિયાનમાં સરકારી-ખાનગી કચેરીઓ, ધંધા રોજગાર પણ રાબેતા પ્રમાણે સવારે 9થી સાંજે 6 કલાક દરમિયાન શરૂ થશે.

AMTS-BRTS આજથી દોડી જાણો સમય : આ સાથે જ કેવડિયા ખાતેનું સ્ટેચ્યૂ ઓફ યુનિટી તા. 8મીથી ફરી શરૂ થશે. આ માટે ઓનલાઈન ટિકિટ બુકિંંગ શરૂ થઈ ગયું છે. હોટલ અને ટેન્ડ સિટી માટે પણ બુકિંગ ઇન્કવાયરી શરૂ થઈ છે. જો કે, 36 મહાનગરો-શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ રાત્રે 9થી સવારે 6 કલાક દરમિયાન રહેશે. હોમ ડિલિવરી કરતી રેસ્ટોરન્ટ-હોટલ રાત્રે 10 વાગ્યા સુધી હોમ ડીલીવરી કે ટેકહોમની સર્વિસ આપી શકશે. તમામ સંસ્થાઓ, વ્યાપારી પેઢીઓ, ઉદ્યોગોએ કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.ગત માર્ચ મહિનામાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો હતો અને આ સંક્રમણને અટકાવવા માટે AMC દ્વારા AMTS અને BRTS બસ સેવાઓ બંધ કરવામાં આવી હતી. જો કે હાલ કોરોના કેસમાં સતત ઘટાડો થતા આજથી અમદાવાદમાં AMTS અને BRTS બસ સેવાઓ ફરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 3 મહિનાથી બંધ બસ સેવાઓ ફરી શરૂ કરવામાં આવી. AMTS અને BRTS બસો સવારે 6 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી ચાલશે. પ્રવાસીઓએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું ફરજિયાત રહેશે. ડ્રાઇવર અને કંડકટર માસ્ક નહીં પહેરે તો દંડ ફટકારવામાં આવશે. 50 ટકા ક્ષમતા સાથે બસોને દોડાવામાં આવશે.

શિક્ષણ ઓનલાઇન શરૂ: રાજયમાં ધો. 1થી12ની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા આશરે 1.27 કરોડ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય આરંભાશે. આ સાથે આર્ટસ, કોર્મસ, સાયન્સ, ડીગ્રી-ડીપ્લોમાં ઇજનેરી સહિતના ટેકનિકલ અભ્યાસક્રમના આશરે 7 લાખ વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય હાથ ધરાશે. વિદ્યાર્થીઓએ સ્કૂલે આવવાનું રહેશે નહીં, શિક્ષણ ઓનલાઇન હાથ ધરાશે. શિક્ષકો-બિનશૈક્ષણિક કર્મચારીઓએ સ્કૂલે આવવાનું રહેશે.રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા રાજ્યની તમામ શાળાઓ શરૂ થઈ ગઈ છે. આ શાળાઓમાં આજથી ઓનલાઈન શિક્ષણ આપવાની વ્યવસ્થા શરૂ કરવામા આવનાર છે. શાળાઓને શિક્ષણ વિભાગ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો છે કે નવી ગાઈડલાઈન ન આવે ત્યા સુધી શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ અપવાનું રહેશે, તેમજ બાળકોને શાળાએ ન બોલાવવાના સ્પષ્ટ આદેશ આપી દેવામાં આવ્યા છે. શહેરમાં પણ શાળાઓ દ્વારા ઓનલાઈન વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે.

હજુ આ બધું તો બંધ જ રહેશે મંજૂરી નથી :આ છૂટછાટમાં હજી મંદિરોમાં ભક્તોને આવવાની મંજૂરી આપવામાં આવી નથી. મંદિર સહિતના ધાર્મિક સ્થાનો બંધ રહેશે. મંદિરમાં માત્ર પૂજારી પૂજાવિધિ કરી શકશે. સ્વિમીંગ પુલ,જિમ, કોચિંગ કલાસ (ઓનલાઇન શિક્ષણ), સિનેમા થિયેટરો, ઓડિટોરીયમ, વોટર પાર્ક, બાગ-બગીચા,મનોરંજક સ્થળો, સ્પા બંધ રહેશે. કોઇપણ પ્રકારના રાજકીય-સામાજિક કાર્યક્રમો કે મેળાવડા કરવાની મંજૂરી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *