ભારતમાં 50 વર્ષ બાદફરી ચિત્તા આવશે તો ગુજરાત બનશે એનું ઘર વિશ્વનું સૌથી ઝડપી દોડતું પ્રાણી

મધ્ય ભારતના સુરગુજા સ્ટેટના મહારાજા રામાનુજ પ્રતાપસિંહ દેઓના નામે 1,360 વાઘનો પણ શિકાર કરવાનો વિક્રમ છે.તેમની ગતિ અને ચપળતાને કારણે અલગ ઓળખ ધરાવતા ચિત્તાની લગભગ 50 વર્ષ બાદ દેશમાં વાપસી થઈ રહી છે. તેને નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકાથી ભારત લાવવામાં આવશે. જેમાં 5 પુરુષ અને 5માદા સામેલ છે. આ ચિત્તાને મધ્યપ્રદેશના ચંબલ નદી ક્ષેત્રમાં સ્થિત કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં રાખવામાં આવશે.

એમણે રાતના સમયે આખરી ત્રણ ચિત્તાનો શિકાર કરેલો. જેની નોંધણી વર્ષ 1948માં થઈ હતી.આમ તો ભારત દેશ સાથે ચિત્તાનો જૂનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ રહ્યો છે. 16મી સદીમાં મોગલ બાદશાહ જહાંગીરના શાસન દરમિયાન વિશ્વના પ્રથમ ચિત્તાને કેદમાં ઉછેરવામાં આવી હતી. મુઘલિયા ઇતિહાસ મુજબ, મુઘલ સમ્રાટ અકબરના સમયમાં 10 હજાર ચિત્તા હતા, જેમાંથી 1 હજાર તેના દરબારમાં હતા. જો કે, હવે લુપ્ત થવાની આરે પહોંચેલાસૌથી ઝડપી શિકારી તરીકેની ઓળખ ધરાવતા આ ચીતાને દેશમાં લાવવાની સંમતિ બની ગઈ છે.

જ્યારે આ પ્રજાતિનું એક પણ પ્રાણી જીવિત નહોતું રહ્યું અને આ પ્રજાતિને બચાવવાની તકો પણ સમાપ્ત થઈ ચૂકી હતી, ત્યારે વર્ષ 1952માં સરકારે આ પ્રજાતિને વિલુપ્ત જાહેર કરી હતી.એક રિપોર્ટ અનુસાર, ચીતાને વર્ષોથી ભારતમાં વસાવવાના પ્રયત્નોમાં લાગેલા વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ડીન યાદવેન્દ્ર દેવ ઝાલા કહે છે કે વિશ્વમાં આ પહેલીવાર બનશે કે જ્યારે એક મોટા માંસાહારીને સંરક્ષણ માટે એક ખંડમાંથી બીજા ખંડમાં સ્થાનાંતરિત કરવામાં આવશે.

હવે વર્ષો પછી તાજેતરમાં એવા સમાચાર આવ્યા છે કે ભારતમાં ફરી પાછા ચિત્તા જોવા મળશે. એ સમય દૂર નથી જ્યારે વિશ્વનું સૌથી ઝડપી પ્રાણી ફરી પાછુ ભારતમાં દોડતું હશે.ડો. ઝાલાએ કહ્યું કે મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્યોમાં ત્રણ રાષ્ટ્રીય ઉદ્યાનો અને બે વન્યપ્રાણી અભયારણ્યોને માર્ક કરવામાં આવ્યા છે. આ ચિત્તાને મધ્ય પ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં રાખવામાં આવશે, જ્યાં હરણ અને જંગલી ડુક્કર જેવા પૂરતા શિકાર છે.

આ વર્ષના અંત સુધીમાં આફ્રિકાથી અમુક સંખ્યામાં ચિત્તા ભારત લાવવામાં આવશે. વિશ્વમાં પ્રથમવાર એવું બનશે કે કોઈ માંસાહારી પ્રાણીનું એક ખંડમાંથી બીજા ખંડમાં સ્થળાંતર કરવામાં આવશે.તમને જણાવી દઈએ કે ચિત્તો લગભગ 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ભાગવામાં સક્ષમ છે. ઘાસના મેદાનમાં શિકારને પકડવાની તેમની ગતિ અને સ્ફૂર્તિનો કોઈ જવાબ નથી. હવે વિશ્વના 7 હજાર ચિત્તામાંથી મોટાભાગના દક્ષિણ આફ્રિકા, નામીબીઆ અને બોત્સ્વાનામાં જોવા મળે છે. કથિત રૂપે લુપ્ત થયેલા ચિત્તાને છેલ્લે 1967-68માં ભારતમાં જોવામાં આવ્યો હતો, પરંતુ તેમની સંખ્યા 1900 સુધીમાં ઘટી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *