હવામાન વિભાગની મોટી આગાહી આગામી તારીખ 18જૂન,19,20અને સોમવારે ભારે વરસાદ ની આગાહી ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિત મેઘરાજની મહેર

ચોમાસાની શરૂઆત થતાની સાથે જ અમદાવાદ ભુવા નગરી બની રહ્યું છે. હજી તો વરસાદની શરૂઆત જ થઇ છે ત્યાં ઠેરઠેર પાણી તો કેટલાક વિસ્તરોમાં ભુવા પડી રહ્યાં છે.ત્યારે શહેરના સેટેલાઇટ વિસ્તારમાં ભાવ પુષ્પ સોસાયટી પાસે મસમોટો ભુવો પડતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે તંત્રને વારંવાર રજૂઆત છતાં કોઈ કામગીરી કરાઇ નથી. ભૂવાનું પૂરણકામ જનતાએ સ્વખર્ચે કરવું પડતું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે.અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અસહ્ય ગરમી અને બફારા બાદ આજે સતત બીજા દિવસે પણ અમદાવાદમાં વરસાદ થયો છે. જે પ્રકારે હવામાન વિભાગે આગાહી આપી હતી એ જ મુજબ દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત થઇ ચૂકી છે.

આજે સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીના વરસાદી આંકડા રજૂ થયા છે. જેમાં રાજ્યના 75 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. હવે ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી તો થઈ ગઈ છે, ત્યારે હવામાન વિભાગે આગામી 3 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. અમદાવાદમાં બે દિવસ પવન સાથે વરસાદની આગાહી કરી છે. સુરતથી બે દિવસ સુધીમાં ચોમાસું ધીમેધીમે આગળ વધશે. હવામાન વિભાગના મતે આણંદ, વડોદરા, દાદરાનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 18 જૂન સુધીમા 38 mm થવો જોઈએ જેના બદલે હજી સુધી 15.8 mm વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં ગઇકાલ રાત્રે પણ વરસાદ ખાબક્યો હતો અને આજે સમગ્ર દિવસ દરમિયાન ગરમી અને બફારા બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને પલટા બાદ વરસાદની શરૂઆત થઇ છે. વરસાદ થતાની સાથે જ નાના બાળકો વરસાદમાં મજા માણતા જોવા મળ્યા હતાં.

હવામાન વિભાગની આગાહી છે કે, 18 અને 19 જૂન સુધીમાં રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ વરસવાની સંભાવના છે. 18 જૂનથી 20 જૂન સુધીમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. 18 અને 19 જૂને હળવાથી મધ્યમ વરસાદ પડી શકે. હવામાન વિભાગની આગાહી છે કે, 20-21 જૂનથી વરસાદ વધશે.અમદાવાદમાં વરસાદના કારણે વાસણા બેરેજના ગેટ ખોલાયા છે. AMC દ્વારા વાસણા બેરેજના 4 ગેટ ખોલવામાં આવ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય તે માટે ગેટ ખોલાયા છે. રાતે ભારે વરસાદ આગાહીને કારણે તંત્ર એલર્ટ બન્યું છે.

17 જૂનથી કચ્છ, મહીસાગર, અરવલ્લી, દાહોદ અને સાબરકાંઠામાં, 18મી જૂને અમદાવાદ, આણંદ અને કચ્છમાં, 19મી જૂને અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને ખેડામાં જ્યારે 20મી જૂને દાહોદ અને પંચમહાલમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી માધ્યમ વરસાદ પડી શકે છે.રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે વડોદરામાં પણ ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થયો છે. ભારે પવન સાથે શહેરમાં વરસાદની શરૂઆત થઇ છે. શહેરમાં અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વરસાદ શરૂ થતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.તો આ તરફ વડોદરામાં થોડા વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. વરસાદે પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. શહેરના ઓલ્ડ પાદરા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. બ્રિજની કામગીરીના કારણે રોડ પર મસમોટા ખાડા પડ્યા છે. જેથી બિસ્માર રોડના કારણે વાહનચાલકો અટવાયા છે.

વરસાદ News in Gujarati, Latest વરસાદ news, photos, videos | Zee News Gujarati

અંબાલાલ પટેલની ચોમાસાને લઇ મોટી આગાહી: ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં તો વરસાદ આજથી જ શરૂ થઈ જશે અને તા.21-22માં વરસાદનું જોર થોડું વધશે. રાજસ્થાન તેમજ ઉત્તર પ્રદેશના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ચોમાસાની સક્રિયતા 29મી જૂનથી થવાની શક્યતા રહેશે. જુલાઈ માસમાં સારો વરસાદ આવવાની શક્યતા રહેશે.સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદનું આગમન થઈ ગયું છે. લખતર અને આસપાસના ગામમાં વરસાદ વરસ્યો હતો. વરસાદના આગમનની સાથે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. તો આ સાથે પંચમહાલમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે. હાલોલમાં ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા હતા. પાવાગાઢ રોડ પર અનેક નીચાણવાળા મકાનમાં પાણી ઘૂસી ગયા હતા.

જૂન મહિનામાં વરસાદ તો થશે પરંતુ જુલાઈની શરૂઆત તેમજ 13 જુલાઈ પછી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર્, પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, અમદાવાદ, વડોદરા સહિત ઉત્તર ગુજરાતના ભાગો મહેસાણા, હારીજ, સિદ્વપુર, પાટણ, કડી, બેચરાજી ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો, વિરમગામના ભાગોમાં પણ સારો વરસાદ થશે. એટલે વરસાદની ચિંતા કરવાની જરૂર નથી. હાલમાં રહેલો વરસાદ માસના અંત સુધીમાં ચોમાસું સક્રિય કરતા નેહ-નિરંતર ચોમાસું બેસી જશે.મધ્ય ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતમાં ચોમાચાની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. તાપી જિલ્લામાં વરસાદનું આગમન થયું હતું. વ્યારા, વાલોડ અને ડોલવણમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. ખેડૂતોને સારા ચોમાસાની આશા છે.

સુરત શહેરમાં મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અઠવા લાઇન્સ, સીટી લાઈટ અને ડુમસ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. તો વરાછા, કાપોદ્રા અને ઉધના વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો હતો. વહેલી સવારથી સુરત શહેરમાં છુટો-છવાયો વરસાદ વરસ્યો હતો. હાલમાં સૂર્યનું મૃગશીર્ષ નક્ષત્ર ચાલે છે. ચોમાસાની શરૂઆત કેવી નિવડશે એ મૃગશીર્ષ નક્ષત્રની હવા પર ઘણો આધાર છે. મૃગશીર્ષ નક્ષત્ર બેસતા જ હિન્દ મહાસાગરમાં સમયવાહી પવનની નિશાનીઓ બદલાય છે. માટે જે સાલમાં દરિયા તથા દેશના અંદરના ભાગમાં મૃગીશીર્ષ નક્ષત્રમાં તોફાન થાય એ સમયમાં ચોમાસાની શરૂઆતમાં વરસાદ ઘણા ભાગે સારો પડવાની ધારણા રહે છે. જેથી મૃગશીર્ષ નક્ષત્રમાં વાવણી થાય તો સારી કહેવાય છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં આટલી જગ્યાએ પડ્યો વરસાદ, ખેડૂતોમાં ચિંતા વધી | Rainfall in various parts of Gujarat, know weather forecast gujarat

ભરૂચના અંતરિયાળ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. નેત્રંગ અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાત અનુભવી હતી. દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ સક્રિય છે ત્યારે વલસાડમાં સતત બીજા દિવસે વરસાદ યથાવત્ છે. વલસાડ શહેરના અનેક વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો. છીપવાડ, મોટા બજાર, ટાવર વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. આ નક્ષત્રમાં હિન્દ મહાસાગરના પૂર્વ કાંઠા ઉપર સખત પવન ફૂંકાતો હોવો જોઈએ અથવા દેશના અંદરના ભાગોમાં સ્થાનિક વરસાદ, વાદળનું તોફાન હોય તો શરૂઆતમાં ચોમાસું જોર પકડે છે. એટલે આ વખતે મૃગશીર્ષ નક્ષત્રમાં પવન ફૂંકાય છે તે ક્રિયા થવી જરૂરી છે. એટલે ખેડૂત ભાઈઓએ વરસાદની ચિંતા કરવા જેવી નથી તેમ ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ દા.પટેલે જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *